________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૩૯
ઉત્તર:- સો એ સો ટકા સાચી; ત્યાં નિર્વિકલ્પતારૂપ જે પરિણમન છે તેમાં તો મનનું અવલંબન જરા પણ નથી, તેમાં તો મનનો સંબંધ તદ્દન છૂટી ગયો છે; પણ તે વખતે અબુદ્ધિપૂર્વક જે રાગપરિણમન બાકી છે તેમાં મનનો સંબંધ છે.
-આત્મધર્મ અંક ૨૬૨, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૧
(૧૨૭)
પ્રશ્નઃ- અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો ?
'
ઉત્તરઃ- ‘ અનુભવ ’ માં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી, પણ સ્વસન્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ છે, ને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો,−આવી જે બંનેની અભેદઅનુભૂતિ-તે અનુભવ છે. દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહીં. -આત્મધર્મ અંક ૨૬૨, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૩
(૧૨૮)
પ્રશ્ન:- ત્રિકાળી દ્રવ્યના આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય ને તે જ સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે ?
ઉત્ત૨:- નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. વિકલ્પમાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે પણ આનંદના અનુભવકાળે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી, વેદન છે.
-આત્મધર્મ અંક ૪૪૬, ડીસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮
(૧૨૯)
પ્રશ્ન:- કેરીનો સ્વાદ આત્માને આવે છે તેમ આત્માના અનુભવનો સ્વાદ કેવો હોય ?
ઉત્તર:- કેરી તો જડ છે, જડ કેરીનો સ્વાદ આત્માને આવતો નથી. કેરીના મીઠા રસનું જ્ઞાન થાય છે અને કેરી ઠીક છે એવી મમતાના રાગનો દુઃખરૂપ સ્વાદ આત્માને આવે છે. આત્માના અનુભવનો જે અતીન્દ્રિય આનંદ આવે છે તે આનંદ વચન અગોચર છે, અનુભવગમ્ય છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૭
( ૧૩૦ )
પ્રશ્ન:- ૫૨ની પર્યાયને પરદ્રવ્ય કહો પણ સ્વની નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કેમ કહો છો?
ઉત્તર:- પરદ્રવ્યના લક્ષની જેમ નિર્મળ પર્યાયના લક્ષે પણ રાગ ઊઠતો હોવાથી એ પણ ખરેખર તે પરદ્રવ્ય છે દ્રવ્યથી સર્વથા ભિન્ન છે એમ જોર દીધા વિના દૃષ્ટિનું જોર દ્રવ્ય ઉપર જતું નથી, તેથી નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય, પરભાવ ને હૈય કહી છે. પર્યાય ઉપર પ્રેમ છે તેનું લક્ષ પદ્રવ્ય ઉપર જાય છે, તેથી તેને પદ્રવ્યનો જ પ્રેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com