________________
- સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
book) એ મથાળા હેઠળ એક કલમ ઉપરોક્ત લેખન શૈલીનું, એકાદા વિષય પર લખાણ આવે છે. તે લખાણ પણ બહોળું લોકપ્રિય નીવડ્યું છે,
જો કે શ્રીયુત નરસિંહરાવના લખાણમાં તત્વચિંતન, કળા, અને સાહિત્યનું વિવેચન મુખ્ય હોય છે.
આ પ્રકારની લેખનશૈલી શ્રીયુત નરસિંહરાવે નવીન દાખલ કરેલી છે; એમની વિદ્વત્તા, બહુ શ્રતતા, રસિકતા અને ધર્મચિંતન સુવિદિત છે, અને તેને પરિચય આપણને આ “વિવર્તલીલા' નામક લેખ સંગ્રહમાં થાય છે. તે પુસ્તકના નામનું સમર્થન એમણે પ્રથમ લેખમાં વિદ્વત્તાપૂર્વક કર્યું છે પણ એ શબ્દની સાથે વેદાન્તની પરિભાષાના સંસ્કાર જાગૃત થાય છે; અને તેથી તે નામ કાંઈક ખટકે છે; પણ આપણને નામ સાથે નિસ્બત નથીઃ એમાંની વસ્તુ મહત્વની છે; અને તે પ્રતિ વાચકનું લક્ષ દોરી તેના રસપ્રવાહમાં અવગાહન કરવા વિનવીશું.
દી. બા. કેશવલાલભાઈ તરફથી પણ આ વર્ષમાં એમના વિશિષ્ટ અભ્યાસનાં ફળરૂપ બે પુસ્તકો પ્રાપ્ત થયેલાં છે. (૧) પદ્યરચનાની ઐતિહાસિક આલોચના, અને (૨) પ્રેમાનંદના બાર માસ એમાંનું પહેલું પુસ્તક મુંબઈ યુનિવરસિટીનાં નિમંત્રણથી આપેલાં વસનજી માધવજી વ્યાખ્યાનોનો સંગ્રહ છે અને બીજી પ્રેમાનંદે બાર માસ રચેલા તેનું તેર પ્રતે. પરથી સંશોધન કરી કવિની શુદ્ધ ટેસ્ટ આપવાનો એમણે પ્રયત્ન કર્યો છે.
પદ્યરચનાની ઐતિહાસિક આલોચના એ ચર્ચા આપણું સાહિત્યમાં નવીન ને પ્રથમ છે; અને તેની શરૂઆત એમણે સન ૧૯૦૭ માં બીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં “પદ્યરચનાના પ્રકાર” એ વિષય પર નિબંધ લખી મેકલી કરી હતી.
છંદના બંધારણમાં ક્રમે ક્રમે કેમ વિકાસ અને ફેરફાર થતો રહે એ જ્ઞાન સાહિત્યના અભ્યાસીને જે તે કવિનો અભ્યાસ કરવામાં, તેનું સ્થાન નક્કી કરવામાં, તેને કાળ નિર્ણય કરવામાં કેટલીક વાર ઉપયોગી થઈ પડે છે, તેમ કવિની શક્તિના વિકાસની પરીક્ષા કરવાનું પણ એથી સુગમ થાય છે.
અર્વાચીન ગુજરાતી કવિતામાં નવા છંદોની રચના અને પ્રચાર કેણે કોણે કર્યા એ વિષયને શ્રીયુત રામનારાયણ પાઠકે એમના ગત વર્ષે પ્રસિદ્ધ થયેલાં (સન ૧૯૩૩) “આપણું અર્વાચીન ગુજરાતી કવિતા” નામક પુસ્તકમાં શાસ્ત્રીય રીતે અવલોક છે. આપણા જુના કવિઓએ વૃત્તમાં-છંદમાં લખેલી કવિતા બહુ થોડી મળી આવેલી છે, અને પ્રાચીન