________________
સન ૧૯૭૩ને સાહિત્ય પ્રવાહ
કહો કપ જનમંડળનાં, વળી દુષ્ટ વિકાર અમંગલતા, અહિં પાર્થિવ જીવનને વળગ્યાં,
સહુ દુઃખદ જે ન રહે અળગાં; હેને અતિ કર્કશ નાદ વિલુપ્ત કરવાનું સામર્થ્ય એ સંગીતશકિતમાં છે. શાથી છે તે હું જાણતો નથી, જાણવાને ઈચ્છતો નથી; એ સંગીત આ લેકમાં ઉત્પન્ન થાય છે છતાં પરજીવનનાં દીપ્તિભર્યા દર્શન કરાવવાને સમર્થ છે, તેથી લાગે છે કે તેનું સ્થૂલ શરીર ભૌતિક છે, પણ સૂક્ષ્મ શરીર કઈ દિવ્ય પદાર્થનું જ બનેલું હશે. આ માનવજીવનમાં અમંગલ અંશોને લુપ્ત કરવાની સંગીતની શક્તિ એક સામાન્ય અંગ્રેજી બાલગીતની ધ્રુવપંક્તિમાં સરસ રીતે સૂચવાઈ છેઃ
Singing sweetens every life and has no thought of wrong.
“સહુ જનનાં જીવનને મધુર બનાવે મનોજ્ઞ સંગીત,
જેમાં લવ નવ વસતો અપકારવિચાર કોઈ પણ રીત્ય.” ટેનિસને પણ આ સંગીતશક્તિને પોતાની તરફથી પ્રમાણ આપ્યું છે: The woods were filled so full with song, There seemed no room for sense of wrong.
(“The Two Voices”). વનમાં સંગીત બધે હેવું ભરિયું રહ્યું'તું ભરપૂર,
અપકારભાનને હાં સ્થાન ન દીસે કહિં જ તલપૂર.” આથી પણ વિશેષ સામર્થ્ય સંગીતનું બીજી દિશામાં પ્રવર્તે છે. સ્નેહીઓનાં સહજીવન' વિશેના લેખમાં માનવ પ્રાણીની પરસ્પર વિયુક્ત દશા વિશે ચર્ચા થયેલી વાંચી જોઈ, હેમાં એક કલ્પના આમ છેઃપ્રત્યેક માનવવ્યક્તિનું હદય અમુક મર્યાદાની પાર આત્મનિયત્રિંત રહી એક અપ્રાપ્ય દ્વીપરૂ૫ રહે છે; હૃદય હૃદયની આસપાસ અગમ્યતાનો સાગર વીંટાઇ વળેલું હોય છે; અને એક દ્વીપમાંથી બીજા દ્વીપમાં હદયધ્વનિ સામુદ્રધુની ઉપર થઈને પેલી પાર પહોંચતા પહોંચતામાં ઝાંખા થઈ જાય છે, બદલાઈ જાય છે; અને માત્ર પરસ્પર ગેરસમઝ ઉત્પન્ન થાય છે; કાંઈ નહિ તો પરસ્પર એકતાનતા તે સધાતી નથી જ. હાવા હદયદ્વીપેને જેડ