________________
allo EINS 3383238BBBBBBBBBBBBBBBBBBBBBB8282
SEBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURBURGRBRUBBBBBBBE
દર્શનભાવના संवेगः प्रशमः स्थैर्य मसं मूढत्वमस्मयः ।
आस्तिक्यमनुकंपेति ज्ञेया सम्यक्त्वभावना ॥९॥
સંવેગ, ઉપશમ, સ્થિરતા, દેઢ નિશ્ચયતા, નિરભિમાન (અગવ) અથવા અનાશ્ચર્યતા આસ્થા (શ્રદ્ધા), અનુકંપા એ સમ્યક્તભાવના જાણવી. ૯
ભાવાર્થ :- દર્શનભાવનાનું બીજું નામ સમકિતભાવના છે. મોહનીયકર્મ સંબંધી દર્શનમોહનીય કર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થવાથી આ દર્શનભાવનાની પ્રાપ્તિ થાય છે. આ ભાવના વડે અંતઃકરણને સંસ્કારિત કરવાથી આ ગુણ ઘણી સહેલાઈથી પ્રગટ થાય છે. દેવ અને મનુષ્યાદિના વિવિધ
પ્રકારના સુખની અભિલાષા જ્યાં સુધી ઓછી ન થાય અને હું જ્યાં સુધી કેવળ આત્મસુખનો અભિલાષી આ જીવ ન થાય
ત્યાં સુધી સંવેગ પ્રગટ થતો નથી. આ લોકના અને પરલોકના સુખની વાસના (ઇચ્છા) જ્યાં સુધી વિરામ ન પામે ત્યાં સુધી આત્મસ્થિતિ કેમ પ્રગટ થાય ?
દેહાદિ પુદ્ગલજન્ય સુખ ઘણા પ્રયાસ થનારું છે, ક્ષણિક છે, અસાર છે, અને તેમાં રાખેલી આસક્તિ પરિણામે દુઃખ
ઉત્પન્ન કરનારી છે; એની ઇચ્છાનો જ્યાં સુધી છેદ-નાશ ન હું થાય ત્યાં સુધી સમ્યક્ત જે આત્મગુણ છે તેને પ્રાપ્ત કરવાની આશા સ્વપ્નામાં પણ ન રાખવી. ૧.
જ્યાં સુધી અન્યનું બૂરું કરવાની આશા કે સારું કરવાની પોતાની ભાવના, લાગણી જે કર્મના પ્રમાણમાં થાય છે તે ભાન ભૂલી જઈને અભિમાનને લઈ વેર લેવાની ભાવના હૃદયમાં પ્રગટ કરવામાં આવે છે ત્યાં સુધી આ ભાવનાને
BUBUBURBUBBBBBBBBBBBBBBBBBBBUBUBBBBBBBBBBBBBBBBBBBUBURBURBURUD833 RB
BBBBBBBBBBBBBBBBB331333RBLIZGRBRERIBSBEBE 31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org