Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Author(s): Nemichandra Muni, Dulerai Matalia
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમો સૌ જાણો છો. તેઓ એક ક્રાંતિકારી જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહેનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહી ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલેને પગલે અશાન્તિ દેખાય છે. તેના નિરાકરણ માટે સાધુસંતોએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તે જ બની શકે કે જે સાધુસાધ્વીઓ, પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છેડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆ૫ ગ્રામજનતાને અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તો માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થા દ્વારા જનતા વાટે કરવો પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે, અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચોકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની એક બ્રાહ્મણે કરતા, તેઓ કયાંય વ્યસને, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહે છે. અને તે આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની ચોકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સતે, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાન્તિથી જીવતો. અને અધ્યાત્મલક્ષી રહી શકત; કઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતે તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણું સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂ૫ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 424