Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ ચાવીઓ પૂર્વાચાર્યના ગ્રંથોમાંથી મળી નથી, પણ ઉપા. મહારાજે જાતે શ્રુતપરિશીલન વગેરે દ્વારા પોતાના ફળદ્રુપ ભેજામાં ઉત્પન્ન કરેલા ફળો છે. આવું હોવા છતાં, તેઓ શ્રીમની દલીલો સ્વઅભિપ્રાયને રજુ કરવામાં અને એનું સમર્થન કરવામાં ક્યાંય કચાશવાળી નથી રહી. ક્યાંય પૂવપરવિરોધ-વદતોવ્યાઘાત-અન્યોન્યાશ્રય વગેરે દોષોને અવકાશ નથી રહ્યો, જ્યાં તેવી સંભાવના હોય ત્યાં તેઓ શ્રીમદે જ યોગ્ય રીતે તેનું વારણ કર્યું છે. તેઓશ્રીએ જે અનુમાનો આપ્યાં છે તેમાં પણ વ્યભિચાર-બાધ વગેરે દોષો ન આવે એની કાળજી રાખવામાં તેઓશ્રી સફળ રહ્યા છે. “સામાની દલીલને તોડવી છે, પણ યોગ્ય તક કે આગમવચન નથી મળતું તો એને એકવાર અસત્ય જાહેર કરી દો, પછી એ અસત્યતાની સિદ્ધિ કરવામાં ગમે તેવું ગાડું ગબડાવી દ્યો..” આવી વૃત્તિનું ક્યાંય દર્શન થતું નથી, પૂર્વ પ્રાપ્ત વાતોને વિશદ કરવી એ એક જુદી વાત છે, અને પરંપરામાં અપ્રાપ્ત ગૂઢ રહસ્યમય સિદ્ધાંતોને, પાછળથી પણ એમાં કોઈ દોષ ન નીકળે એ રીતે રજૂ કરવા એ એક જુદી વાત છે. ઘણા માંધાતા વૈજ્ઞાનિકોએ જીવનભર પ્રયોગશાળાઓમાં પ્રયોગો કરીને નવા સિદ્ધાંતો ઘડી આપ્યા, પણ પછી થયેલા વૈજ્ઞાનિકોએ પ્રયોગોથી જ તેમના ઘણા સિદ્ધાંતોને અસત્યરૂપે કે માત્ર આંશિક સત્યરૂપે સિદ્ધ કરી દેખાડ્યા છે એ સુપ્રસિદ્ધ વાત છે. પણ અહીં કોઈ પ્રયોગશાળામાં જડ પદાર્થો પર પ્રયોગો નહોતા કરવાના, કિન્તુ મગજ રૂપી પ્રયોગશાળામાં શાસ્ત્રવચનો પર તર્કનાં રસાયણોથી પ્રયોગ કરવાના હતા. આટલું હોવા છતાંય જે કેળવવી અત્યંત કઠિન હોવાના કારણે જ તેઓશ્રીમદ્દ પર અત્યંત અહોભાવ જગાડી આપનારી છે, તેવી ઉપા૦ મહાની એક અત્યંત સન્માનનીય વિશિષ્ટતા એ રહી છે કે ગમે એટલી તકે પૂર્ણ રીતે સ્વઅભિપ્રાયનું તેઓશ્રીએ સમર્થન કર્યું હોય, તો પણ એનું શાસ્ત્રથી સમર્થન કરવાનું તેઓશ્રી ચૂકતા નથી. જયાં જ્યાં સ્વઅભિપ્રાયનું, પોતાને જરાય પણ અસંતોષ ન રહે, જરાય અસ્વરસ જેવું ન રહે, એ રીતે શાસ્ત્રવચનોથી સમર્થન થતું ન લાગ્યું ત્યાં ત્યાં તેઓશ્રીએ “આ બાબતમાં સૂત્રોનો બીજો કોઈ સુંદર અભિપ્રાય પણ હોઈ શકે..” એવું કે “અથવા આ બાબતમાં બહુશ્રુતો જેમ કહે તેમ પ્રમાણ કરવું...” એવું વગેરે કહીને પોતાની પાપભીરુતા પ્રદર્શિત કરી છે. ઉપાઠ મહાના ગ્રંથો મુખ્ય બે પ્રકારના છે. (૧) પ્રરૂપણા પ્રધાનઆમાં પદાર્થોની પ્રરૂપણા મુખ્ય હોય છે. અને એમાં પ્રસંગે પ્રસંગે ચર્ચાઓ લીધી છે. જેમ કે, ષોડશક-દ્વાત્રિશદ્ધાત્રિશિકા.(૨) ચર્ચા પ્રધાન- આમાં પૂર્વપક્ષ ઉત્તરપક્ષની ચર્ચાઓ જ મુખ્ય હોય છે, ક્વચિત સપ્રસંગ પદાર્થ પ્રરૂપણા હોય છે; જેમ કે “અધ્યાત્મમત પરીક્ષા.” આમાંના બીજા પ્રકારના જે ગ્રંથો છે એમાં મોટે ભાગે પોતાને અમાન્ય અન્યદર્શની શાસ્ત્રોનાં વચનોને આગળ કરીને ઊભા થએલા પૂર્વપક્ષોનું નિરાકરણ છે. જ્યારે આ ધર્મપરીક્ષા' ગ્રંથ એવો છે કે જે બીજા પ્રકારનો હોવા છતાં સ્વમાન્ય શાસ્ત્રોના વચનોને તાણી-તુસીને-મરડીને ઉભા થયેલા પૂર્વપક્ષનાં

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 332