Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ છે. પ્રાસ્તાવિકમ ) ઉપાધ્યાયજી મહારાજાની સૂક્ષ્મતીપૂર્ણ અને અજોડ આગમાનુસારી કલમે આપણને સંખ્યાબંધ ગ્રંથોની ભેટ આપી છે. એ દરેક ગ્રંથ વિશિષ્ટ પ્રકારની અનેક વિશિષ્ટતાઓથી હર્યોભર્યો છે તેમજ સ્વપ્રતિપાદ્ય પદાર્થોની સ્પષ્ટ ઓળખ કરાવવાની અનુપમ ક્ષમતા ધરાવનારો છે. એટલે એ દરેક ગ્રંથ સમજુ વાચકોને આકર્ષી લે છે, જકડી રાખે છે. તેમાં પણ તેઓ શ્રીમદ્દનો પ્રસ્તુત લેધર્મપરીક્ષા ગ્રંથ છે તે તો કોઈ અજબ કોટિનો જ છે. જે સંપૂર્ણ તકપૂર્ણ હોય અને તેમ છતાં પરિપૂર્ણતયા આગમ અવિરુદ્ધ હોય તેવો ગ્રંથ રચવા માટે કોઈપણ ગ્રંથકારમાં જે જે પ્રતિભાશક્તિઓ જોઈએ, તેવી બધી પ્રતિભાશક્તિઓનો ઉપાધ્યાય મહારાજમાં કાષ્ઠા પ્રાપ્ત સુભગ સંગમ થયો છે એની આ ગ્રંથમાં વાચકને સ્પષ્ટ અનુભૂતિ થયા વિના રહેતી નથી. પ્રકાંડ મેધા, તીવ્ર ધારણા, અપૂર્વતર્કશક્તિ, નિરૂપમ સૂક્ષ્મક્ષિકા, શાસ્ત્રપાઠોનું પૂર્વાપર જબરજસ્ત અનુસંધાન, દંપર્થના ઊંડાણ સુધી પહોંચવાની ગજબનાક પહોચ, પદાર્થને આરપાર વીંધીને ચકાસવાની અનુપમ વેધકષ્ટિ, અજોડ સમીક્ષા, શાસ્ત્રીય પદાર્થો અંગે પૂર્વપક્ષીએ બાંધેલી ઘેલી કુવાસિના નિરાકરણ માટે અફાટ શ્રુતસમુદ્રમાંથી તે કુવ્યામિનાં વ્યભિચાર સ્થાનો શોધી કાઢવાની અજબ ફૂર્તિ, પૂર્વપક્ષીએ આપેલા અનુમાનોમાં રહેલા બાધ વગેરે દોષોને પકડી પાડવાની અનેરી કુશળતા, પૂર્વપક્ષીએ પોતે જ અન્યાન્ય ગ્રંથમાં કહેલા શબ્દોથી તેને જ બાંધી દેવાની ભેજાબાજ કુનેહ, પૂર્વપક્ષીની માન્યતાને ક્ષણભર સ્વીકારીને પણ તેમાં આવી પડતા દોષોને રજૂ કરી દેખાડવાની જારી કલા, અન્યોન્યાશ્રય, વદતો વ્યાઘાત, પૂર્વાપર વિરોધ વગેરે દોષોને પ્રકાશિત કરવાની હથોટી વગેરે રૂપ જે અસાધારણ પ્રતિભાશક્તિઓ ઉપાય મહાવ માં રહેલી છે. તેનું આ ગ્રંથમાં ડગલે ને પગલે દર્શન થયા વિના રહેતું નથી. જે જે અધિકારોમાં આ શક્તિ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે તે તે અધિકારોને ટૂંકમાં ટાંકવામાં આવે તો પણ જાણે કે એક ગ્રંથ રચાઈ જાય. અને તો પણ તે શક્તિઓની થયેલા અનુભૂતિના વર્ણનથી સંતોષ ન થાય. એ તો એમજ કહેવું પડે કે “જિન હી પાયા તિન હી છીપાયા...” સ્વર્યા રસિયા બનીને જ એનો આસ્વાદ માણવો રહ્યો. ઉપામહાવ ના દરેક ગ્રંથમાં તેઓ શ્રીમદ્રની પ્રતિભા શાનદાર રીતે ઝળકે જ છે. તેમ છતાં અન્ય ગ્રંથોમાં મોટે ભાગે પ્રતિપાદ્ય પદાર્થોનું મૂળભૂત સ્ટ્રક્ટર, પૂર્વપક્ષના નિરાકરણ માટેની પાયાભૂત દલીલો વગેરે પૂર્વાચાર્યોના “શ્રી સમ્મતિ તક પ્રકરણ”, “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય', શ્રી હારિભદ્રીય ગ્રંથો, “સ્યાદ્વાદ રત્નાકર,” “રત્નાકર અવતારિકા વગેરે ગ્રંથોમાંથી પ્રાપ્ત છે. જ્યારે આ ધર્મપરીક્ષા ગ્રંથમાં પૂર્વપક્ષનાં જે જે નિરાકરણો છે તે તે લગભગ બધાં જ ઉપાઠ મહાવ ની પોતાની આગવી પ્રતિભાનાં સૂચક છે. આ નિરાકરણો માટે ઉપાઠ મહાને કોઈ હિન્ટસ (Hints)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 332