Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
વિભાગ બીજો (તિવિહાર ઉપવાસવાળાએ આ પ્રમાણે કહેવું.) “સૂરે ઉગએ પચ્ચખાણ કર્યું તિવિહાર, પિરિર્સિ, સાપરિસિ. પુરિમ, અવ મુદિસહિયં પચ્ચખાણ કર્યું પાણહાર; પચ્ચખાણ ફસિએ, પાલિ, સહિઅં, તિરિ, કિદિએ, આરાહિએ, જે ચન આરાહિ તસ્સ મિચ્છામિ દુકકડ.” પછી એક નવકાર ગણું, મુિનીએ ધર્મો મંગલ ૧૭ ગાથાઓ બેલી] ખમાસમણ દઈ, અવિધિ આશાતને મિચ્છામિ દુક્કડં કહેવું.
પૌષધમાં આહાર વિધિ. ત્રણ વાર “આવત્સહિ” કહી, પૈષધ-શાળામાંથી નીકળવું, સાથે ક્રિયામાં વાપરવા શિવાયનું બીજું ધોતીયું હોય તે ઈરિયાસમિતિ શેતા જવું. ઘરમાં પ્રવેશ કરતાં જયણ મંગળ” બોલવું. સ્થાપનાચાર્ય સ્થાપી, ઈરિયાવહિયા પડિકકમી, સો હાથ ઉપર હોય તે ગમણગમણે કહી, પાટલા, વાસણ, ભૂમિ વગેરેની પ્રતિલેખન તથા પ્રાર્થના કરવી વસ્ત્ર બદલી, કટાસણું ઉપર બેસી, મુહપત્તિથી મુખ પ્રમાઈ, ચરવળે બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણીને આહાર કરે, અને જેમ હોય તો તેમાંથી અતિથિ-સંવિભાગ કરે.
આહાર કરતાં મૌન જાળવવું. જરા પણ છાંડવું નહીં. જમતા કદાચ બાલવું પડે તે પાણી પીધા વિના બોલવું નહીં, કેમકે-તેથી જ્ઞાનની આશાતના થાય છે. જે ચીજ પીરસી હેય તે માટે બીજે
વાપરે” એમ કહે, ત્યાર પછી વપરાય. કોઈ પણ સચિત્ત, કે પાપડ વગેરે અવાજ થાય તેવી ચીજ ન વાપરવી. બચકારા ન બેલાવાય સૂરસૂર અવાજ ન કરાય. આહારમાંથી કાંઈ પણ ન છાંડવું. થાળી વગેરે ધોઈને પી જવું. અને થાલી વાટ લુઈને સાફ કરી નાંખવા જેથી પાછળથી ઉટકવા વગેરેથી ક્રિયા ન લાગે. આ વિધિ છે. Jain Education International For Private & Persorial Use Only' ' 'WWW.jainelibrary.org