Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
સામાયિક વ્રત ઉપર કર્યું. બાદ શ્રમરહિત થઈ બહાર નિકળતાં તે સુધાતુર સરોવરની પાળ પર ફળેથી લચી રહેલ એક આમ્રવૃક્ષ ઉપર ચડ્યો. તેના ફળથી તૃપ્ત થતાં ઉન્મત્ત થયેલ તે ચિંતવવા લાગે કે-- “અહા! શું આજ મારે દિવસ ચેરી વિનાને જશે?” એમ વિચાર કરે છે એવામાં મંત્રસિદ્ધ પાવડીવાળે કઈ ગીશ્વર આકાશમાંથી સરોવરના કાંઠે ઊતર્યો. આકાશમાં ગમન કરતાં સૂર્યના તાપથી તપેલ તેણે નજર ફેરવી ત્યાં પાદુકા મૂકીને જળમાં પ્રવેશ કર્યો. એટલે “આ બે પાદુકા આકાશગમનમાં સમર્થ લાગે છે, કારણ કે તે અહીં મૂકીને એ પગેવડે જ પાણુમાં પેઠે, માટે એ ચોરી લઉં.' એમ વિચારતાં વૃક્ષથી નીચે ઉતરી બને પાદુકાને પહેરીને તે કેશરી ચેર ગગનમાર્ગે ચાલતો થયે, અને ચિંતાતુર સમયવાળા તે દિવસને કયાંક વીતાવીને, પાદુકા પહેરીને રાત્રે તે આકાશમાર્ગે પિતાના ઘરે આવ્યો. ત્યાં “રાજા પાસે ચોર તરીકે જાહેર તે મને નગરથી બહાર કઢાવ્ય છે” એમ કહીને તેણે દંડાવતી પોતાના પિતાને ખૂબ માર્યો. પછી મુવેલા પિતાને તજીને તે મહાન સમૃદ્ધિવાળા ઘરોમાં દાખલ થશે અને ત્યાંથી સારી સારી કિંમતી વસ્તુઓ લઈને રાત્રિના છેલલા પહેરે ને પાછો અગેચર વનને ભાવનારા તે જ સરોવર પર આવ્યું. એ રીતે અત્યંત ક્રૂર અને ચેરીમાં લુબ્ધ નાના પ્રકારની લૂંટ ચલાવનારે કેશરી ચાર, તે જ નગરમાં જઈને લૂંટફાટ કરવા લાગ્યું. સાધુ, સતી પ્રમુખ લોકોને તે પાપી સંતાપ આપતે, તેથી તે નગરને રાત્રિ યમના આગમન જેવી ભયંકર થઈ પડતી. તે સ્વરૂપ જાણવામાં આવતાં
ખેદ પામતા રાજાએ નગરરક્ષકને પૂછતાં તે પણ વિલક્ષતાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org