Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 331
________________ જેનું. રાત્રે પારણુ કરવું પડે એ વ્રત તે કેવા પ્રકારનું છે એટલે તેઓ બેલ્યા-પુણ્યના પાત્રરૂપ આ માણવ નામે દક્ષ યાની આજે યાત્રા કરતાં આનંદ થાય છે. દિવસે ઉપવાસ કરી મધ્યરાત્રે અતિથિને આદરપૂર્વક ભોજન કરાવી પારણું કરવાથી પુણ્ય થાય છે, માટે એ ઉપવાસ કરનારા અને પારણાને માટે તૈયાર થયેલા એવા અમારા અકસ્માત આવી ચડેલ તું અતિથિ થા.” ત્યારે કેશવ બે –આ પાપકારી પારણામાં હું જમનાર નથી. “રાત્રે ભેજંન ન થાય' એમ જે કહ્યું છે તે યુક્ત જ છે કારણ કે આવા ઉપવાસમાં ગુણ તે ચઠી જેટલું થાય કે ન થાય, પરંતુ રાત્રે ભજન કરતાં દોષ તે પર્વત કરતાં પણ અધિક લાગે. જેમાં રાત્રે આ પ્રમાણે ભેજના કરવામાં આવે તે ખરી રીતે તે ઉપવાસ જ ન ગણાય કારણ કે રાતદિવસ ભજન ન કરવું તે ઉપવાસ, એર્મશાસ્ત્રોમાં કહેલ છે. જે દુષ્ટ બુદ્ધિવાળા અને ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ તપ કરે છે. તે ધૂર્તો અસત્યથી ધન મેળવનારની જેમ દુર્ગતિમાં જાય છે.” આ પ્રમાણે કેશવે કહ્યું ત્યારે યાત્રિકે બોલ્યા– આ દેવના વ્રતને વિધિ જ આવે છે. શાસ્ત્રોક્ત વચને લઈને પણ એની વિચારણા ન કરવી. આજે તે જરૂર કઈ અતિથિને જમાડીને જ ભેજન કરવાનું છે. તેની તપાસ કરવામાં રાત્રિ ઘણું વ્યતિત થઈ ગઈ છે, માટે હવે સત્વર તું અમારા આ પારણામાં અગ્રેસર થા.” એમ કહી ઊઠીને તે બધા તેના હાથે-પગે લાગ્યા. એટલે પુણ્યવાન કેશવે તે બધાની અવગણના કરી. તે જ વખતે યક્ષની મૂર્તિમાંથી ભીષ્મ (ભયકર) અંગવાળે એક પુરૂષ નીકળે, અને એ કેશવપ્રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338