Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 309
________________ દેશાવકાશિક વ્રત ઉપર સુમિત્ર મંત્રાની કથા--૧૦ ૧૦. દેશાવકાશિક વ્રત પર સુમિત્ર મંત્રીની કથા. હવે છઠ્ઠા દિગ્ગતમાં રાત્રે અને દિવસે પ્રમાણને સંક્ષેપ કરે તે દેશાવકાશિક નામે બીજું શિક્ષાવ્રત છે. સુજ્ઞ શ્રાવક શ્રદ્ધાથી જેટલામાં દેશાવકાશિક કરે છે તે વખતે તે સ્થાન ઉપરાંત અન્ય સ્થળના આત્માઓને તે અભયદાન આપે છે. એ વ્રતના પ્રભાવથી સુમિત્રની પેઠે શુદ્ધાત્માઓને આ લેક સંબંધી વિદને નડતા નથી અને પરલોકમાં સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે દાંત આ પ્રમાણે છે. સવ નગરીઓમાં મુખ્ય, પૃથ્વીને તિલક સમાન અને ચતુર્વર્ગની લક્ષ્મીયુકત નાગરિકેથી શેભાયમાન એવી ચંદ્રિકા નામે નગરી છે. તેમાં સેનાના મોખરે રહેલા વીર દ્ધાઓની પ્રખર શ્વાસેમિઓથી શત્રુઓને ઉડાડનાર એ તારાપીડ નામે રાજા હતે. કીર્તિરૂપ કુસુમથી સમસ્ત જગતને સુગધ આપનાર તથા જિનભકિતરૂપ લતાને વૃક્ષ સમાન એ સુમિત્ર નામે તે રાજાને મંત્રી હતે. શાસ્ત્રરૂપ મંગલદીપથી પ્રકાશિત અને ભુજસ્તંભના તોરણયુક્ત તેના હૃદયરૂપ ધામમાં બુદ્ધિ અને પરાક્રમ બંને છુપાઈ રહ્યા હતા. એકદા ધર્મકર્મને તિરસ્કાર કરીને તે ઊગતી યુવાનીવાળા રાજાએ વૃદ્ધ મંત્રીને કહ્યુ “હે મંત્રિ! દેવપ્રજા, પિતાના હાથે ઉત્કટ દાન આપવું અને વ્યાખ્યાનશ્રવણ ઈત્યાદિ ધર્મ કૃત્યથી આ વૃદ્ધાવસ્થામાં તારા શરીરને વૃથા શામાટે દુઃખ દે છે ? અહે! આવા નિષ્ફળ ધર્મકર્મના કલેશથી જરાયુકત દેહને તારા જે કેણ સતત બળ્યા કરે ?' એટલે મંત્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338