Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૮૪ અતિથિસંવિભાગ વ્રત ઉપર સુમિત્રાની કથા–૧૨ નિયમ પ્રશંસનીય થાય અને મારા પુત્રને પણ અપયશ ન થાય.” આ પ્રમાણે તે વિચાર કરે છે. તેવામાં એકદમ જાણે સાક્ષાત્ પિતાની પુણ્યશશિ હોય તેમ ઘરે આવેલ મુનિને તેણે જોયા. એટલે હે મહાત્મન્ ! વિશુદ્ધ આહાર લેતાં મારા પર અનુગ્રહ કરે.” એમ બેલતાં તેણે હર્ષાશ્રુ પૂર્વક મુનિને પ્રતિલાલ્યા. ત્યારે સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરતી શાસન દેવી બેલી કેઃ “માપવાસી સાધુને પારણું કરાવ્યું તેથી તે ધન્ય છે માટે તારા સાત્ત્વિક દાનથી વૃષ્ટિને અટકાવનારા ગ્રહો શાંત થયા છે અને આ દિવ્ય ગજરવથી દુર્ભિક્ષનો નાશ કરનાર મેઘ વરસ્યો છે. પછી રાજા અને નાગરિકોએ અક્ષતપત્ર લઈને ત્યાં ઓચ્છવ કરતાં
જ્યા સહિત દત્ત નમસ્કાર કરીને માતાને ખમાવી, તેમજ તે બધા શુદ્ધ શ્રદ્ધાથી સતત ધર્મ આચરવા લાગ્યા. ત્યાં આવ્યુ પૂર્ણ કરીને સુમિત્રાને આત્મા તું અહીં રાજા થયે છે, દત્તને આત્મા જિનદાસ અને જયાને જીવ રત્નવતી થયે. દાનને અટકાવવાથી તારા મિત્રને માટે લક્ષ્મી એકવાર આંતર કરી ગઈ.'
એ પ્રમાણે સાંભળીને, પૂર્વભવ યાદ કરીને તથા ગુરુને નમીને રાજા વિગેરે બધા ધર્મધ્યાનમાં તત્પર થઈને મહદય (મોક્ષ) ને પામ્યા. માટે હે ભવ્ય! આ સુમિત્રાનું દષ્ટાંત સાંભળતાં કલ્યાણના સ્થાનરૂપ અતિથિસંવિભાગ વ્રતને સાચા ભાવથી આરાધો.
ઇતિ સુમિત્રાની કથા સમાપ્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org