Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
દેશાવકાશિક વ્રત ઉપર
જરા હસીને રાજાને કહ્યું- હે રાજન! તમે પણ આવું અનુચિત કેમ બોલે છે? હું તમને ધર્મમાં જોડવા માગું છું અને હે નાથ ! તમે મને ઉલટા તેમાં અટકાવવા માગે છે? શું તે ધર્મ નિષ્ફળ થાય છે? કે જેના પ્રસાદથી સુજ્ઞજનો નિવિદને સ્વર્ગ અને મોક્ષનાં પણ સુખ મેળવે છે. ત્યારે રાજાએ કહ્યું- હે મંત્રીશ! વિધ્રોને વિનાશપૂર્વક સંપત્તિ આપનાર ધર્મનું પ્રત્યક્ષ ફળ બતાવ.” એટલે મંત્રીએ કહ્યુંતમે સ્વામી છે, અન્ય બધા તમારા સેવકે છે એ સાક્ષાત્ ધર્મનું ફલ છે. ત્યારે રાજા બે —પાષાણના બે કટકા કરીએ તે એક કટકે સેવાન (પગથિયા) રૂપ અને બીજો દેવમૂર્તિ થાય છે, તે તેના એક ભાગે શું ધર્મ કર્યો? અને બીજાએ શું અધર્મ કર્યો? માટે જગતની સારી, નરસી વ્યવસ્થા સ્વભાવથી જ સિદ્ધ છે. ત્યારે મંત્રીએ કહ્યું–પાષાણ અજીવ છે. માટે તે દ્રષ્ટાંત અહીં ન ઘટી શકે. ધર્મોની હયાતીમાં ધર્મોની સ્થાપના યોગ્ય ગણાય. એટલે કંઈક વિલક્ષ થઈને રાજાએ હસતાં કહ્યું–હે મંત્રિન! તે તારી વચનશક્તિથી મને નિરુત્તર કર્યો, પરંતુ ક્યાંક પ્રત્યક્ષ પ્રભાવ જોતાં હું નિઃસંશય ધર્મ કરીશ, અન્યથા નહિ. એ રીતે રાજા અને મંત્રી વચ્ચે નિત્ય થતા આલાપની પ્રજામાં અધિક પ્રસિદ્ધિ થવા લાગી.
એક દિવસે બધાં કાર્યો કરીને સાંજે મંત્રી પાક્ષિક પ્રતિક્રમણ કરવાને પિતાના આવાસે આવ્યા. ત્યાં “આવશ્યક કિયા કરતાં રાત્રે ઘરની બહાર ન જવું.' એ રીતે દેશાવકાશિક
વ્રતવાળા તથા સત્યપ્રતિજ્ઞાવાળા તે મહાપ્રધાને પ્રત્યાખ્યાન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org