Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
દશાવકાશિક વ્રત ઉપર સુમિત્ર મંત્રોની કથા–૧૦ ૭૧ બોલ્યા કે—મેં અલ્પમતિએ મનુષ્યમાં કલ્પવૃક્ષ સમા તમારા માટે જે અશુભ ચિતવ્યું, તે મારો અપરાધ તમે ક્ષમા કરે. જો તમે આજે આ વ્રત ન લીધું હતું, તે આપ જીવતા ન રહેતા અને તમારા વિના આ મારૂં મોટું રાજ્ય પણ વૈભવશાળી થઈ શકે તેમ નથી, માટે આજ લાંબા વખતે અતુલ્ય કલ્યાણકારી તથા પાપ નાશ કરનાર પુણ્યકર્મનું ફળ મેં પ્રત્યક્ષ જોયું. તમેએ કરેલ આ વ્રતથી તમારા સુકૃત અને જીવિતને પિષણ મળ્યું અને મારા દુષ્કૃત અને દુર્યશનું શેષણ થયું, માટે હે સાત્ત્વિક ! મારો અપરાધ ક્ષમા કરે અને પ્રસન્ન થઈને બેલે. વળી હે તાત ! મને ધર્મમાં જોડી આ સંસારસાગરથી સત્વર પાર ઉતારે.” ત્યારે પ્રધાન બે –
હે રાજન ! ખરેખર મારે અપરાધ નથી કેમકે હવે તમેએ પશ્ચાત્તાપપૂર્વક ધર્મબુદ્ધિને ધારણ કરી છે.” બાદ પાછી મેળવેલ છે મુદ્રા જેણે એવા તે મંત્રીની પ્રેરણાથી રાજાએ પૂર્ણ ચંદ્ર ગુરુની પાસે ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. એવામાં મંત્રીથી ડરતે, પિતાના કંઠે કુઠાર રાખીને સજાઓની લમીથી વિભૂષિત શુરસેન રાજા પણ ત્યાં આવ્યું. મંત્રીએ બતાવેલ દેવપૂજા, દાન, સુધ્યાન, તેમ જ રથયાત્રાદિ સત્કર્મથી રાજાએ પિતાને જન્મ પાવન કર્યો. રાજાના રાજ્યમાં એવા કોઈ બાળક કે ચંડાલ પણ ન રહ્યું કે જેણે આઈસ્ક્રમને આદર ન કર્યો હોય. એ રીતે મંત્રીની જેમ રાજા પણ વિશુદ્ધ બુદ્ધિથી ધર્મ આરાધી, મહાવિદેહમાં મનુષ્ય જન્મ પામીને મોક્ષે ગયે માટે હે ભવ્ય ! આ સુમિત્રરૂપ દીપકના દષ્ટાંત–પ્રકાશથી દેશાવકાશિક વ્રત-માર્ગમાં તમે સુખપૂર્વક ગમન કરે.
ઇતિ દેશાવકાશિકત્રત પર સુમિત્ર મંત્રીની કથા.
! આ
એ મુખ
પત્રીની કથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org