Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 323
________________ સુમિત્રાની કથા–૧૨ પડી અને “અહો ! ભાગ્યની કેવી ખબી છે?” એમ મનમાં ચિંતવવા લાગી. પછી–આ તે શું થયું ?” એમ સાર્થવાહ છતાં, જિનદાસે આદિથી અંત પર્યન્ત પિતાને વૃત્તાંત નિવેદન કર્યો. પછી સ્વજનના પરસ્પર સમાગમથી દુઃખને વિસારીને સંતુષ્ટ થતા તે બધા તંબૂમાં બેઠા. એવામાં તે વિચિત્ર ચરિત્ર, જાણે સૂર્યે જઈને કહેલ હેય તેમ સંધ્યા વખતે તેમને જેવાના કૌતકથી ચંદ્રમાને ઉદય થયું. તે વખતે રાત્રે જિનદાસ જળપાત્ર લઈને ઘણું વૃક્ષને અંતરે દેહચિંતાને માટે ગયો. ત્યાં કેઈ સૂતેલ પુરૂષને ચાંદનીમાં જોઈ તેની આગળ જતાં તે લક્ષ્મીધર મૃત્યુ પામેલે માલૂમ પડયો. ઘાયલ થયા વિના જ તેને મૃત્યુ પામેલે જોઈને મિત્રવત્સલ જિનદાસ તેને સર્પદંશથી મરણ પામેલ સમજીને બહુ દુઃખ પામ્યું. પછી તેની પાસેથી પિતાના મણિઓ લેતાં તેમાંથી નાગમણિ લઈ, તેના સ્પર્શેલા જળથી તેણે તેને જીવતે કર્યો. ઉપકારીપર ઉપકાર કરનારા પુરૂષને પૃથ્વી ધારણ કરે છે, પરંતુ જે અપકારી પર ઉપકાર કરે છે, તે પુરુષ તે ધરાને પણ ધારણ કરે છે. લક્ષ્મીધર જીવતે થતાં આગળ રહેલ જિનદાસને જોઈને લજજાથી મુખ નમાવીને નમી પડ્યો એટલે મહાત્મા જિનદાસે તેને પ્રેમામૃતના તરંગ સમાન વાણીમાં કહ્યું: “પગ સરી જવાથી કૂવામાં પડી જતાં મને તે તજી દીધો એમાં તું શા માટે શરમાય છે? પિતાના સ્વજનની પાછળ શું કઈ મરે છે? આ મહા-અરણ્યમાં હમણું જ મને ધન સાર્થવાહ મળ્યા છે. હું હવે કાશી જઈશ અને તું તારા ઘર ભણું જ.” એમ કહીને લજજા પામતા વિપ્રને તેણે વિદાય કર્યો અને પોતે પણ સાર્થવાહની સાથે જ વાણુરસી ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338