Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
કેશરી ચારની કથા..
6
નીચુ મુખ કરીને એલ્યુા—“ હે સ્વામિન્ ! દરરોજ કાઈ આકાશમાર્ગે આવીને આ નગરને લૂટે છે, કારણ કે જમીન પર કયાંય ચારને પગ દેખાતા નથી. ' ત્યારે ચિંતાતુર રાજા, કાપથી સ'તમ થયેલા પેાતાનાં બન્ને નેત્રને નગરરક્ષાની કરુણાના અસ્ત્રમાં નિમગ્ન કરતા, તપસ્વીઓના તપ કે સતીઓના શીલ--પ્રભાવથી, સકટ આપનાર તે ચાર આજે મને ષ્ટિગાચર થાએ ' એમ કહી અલ્પ પરિવાર લઇને તે નગરમાં દરેક સભાએ, જુગારખાના અને દેવાલયે તપાસવા લાગ્યા, છતાં કયાંય ચારનું નામ કે નિશાન ન જોવાથી નિરાશ થયેલ રાજા નગરની બહારની ભૂમિમાં ગયે. ત્યાં વાવ, કૂવા, તળાવ વિગેરે સ્થાનેમાં તપાસ કરતાં ચે.રને પગસંચાર ક્યાંય પણ તેના જોવામાં ન આવ્યો. બાદ બપોરે વનભૂમિમાં બેઠેલા રાજાને કપૂર અને અગુરુગ્રૂપની ગધ આવી. તે ગ'ધના અનુસારે જતાં રાજા રડકા દેવીના મંદિરમાં આણ્યે. ત્યાં તેણે ચંપાદિ પુષ્પોથી પૂજિત ચંડિકા દેવીનાં દન કર્યાં. એવામાં તે ગ્રૂપ ત્યાં મૂકીને કીંમતી વસ્ત્રા પહેરેલ પૂજારી અંજલી જોડીને રાજાની સામે આવ્યે. એટલે આજે કયા ઉત્સવ માટે અને કેણે ચંડીની આવી પુજા કરાવી છે અને ચાંદની જેવાં આ ઊજળા વચ્ચે તને કેણે આપ્યાં છે?” એમ રાજાએ પૂછતાં પૂજારી ઓલ્યા—‘ હે સ્વામિ ! ગરીબ કુળમાં જન્મેલા એવા મારા પર હુમણાં જ ભકિતથી ચડિકા સંતુષ્ટ થઈ છે. જ્યારે પ્રભાતે હું પૂજા કરવા આવું છુ ત્યારે દરરોજ દેવીના ચરણ આગળ રહેલ રત્ન, સુવર્ણ મને મળે છે, તેથી હું દેવીની આ પ્રમાણે ત્રિકાલ પુજા કરૂં છું અને તેના પ્રસાદથી સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૬૩