Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૬૦ અનર્થદંડ વ્રત ઉપર સુરસેન અને મહાસેનની કથા કોપાયમાન થતે બે —મહામુનિને દંશનાર તે દુષ્ટ સર્ષ હણતાં પણ ધર્મ થાય છે, તે હણવાના વચનથી પાપ કેવું છે સાધુઓનું પાલન કરવું અને દુધન નિગ્રહ કરે એ ક્ષત્રિ યેને ધર્મ છે. જે એ અસત્ય હેય, તો ભલે મારી જીભને પાપ લાગે.” એટલે તેના એ વચનને ન વિચારતાં અપાર કરુણારસથી ધીરે મણિ, મંત્ર અને ઔષધિના બલથી તે મુનીંદ્રને જીવાડ્યા. મહામુનિને જીવાડવાથી મહા આનંદના નમૂનારૂપ પ્રીતિને ધારણ કરતા સુભટના તે બન્ને પુત્ર લેકમાં પ્રશંસા પામ્યા. એમ શુભ ધર્મને પાળતાં, પાતકને જલાવતાં તથા કીર્તિથી પિતાને ઉજજવળ કરતા તે બન્ને ચિરકાલ સમૃદ્ધિ પામ્યા. પછી આયુ પૂર્ણ થતાં ધીર તે સુરસેન થયે. અને તેવા વચનની આલોચના કર્યા સિવાય મરણ પામીને વીર તે આ તારે નાને બંધું થયે. સર્પને હણવાના વચન પાપને અંગે નિર્દોષ ઔષધીને જાણતા સર્વ વૈદ્યો પણ તેને ઉપાય ન કરી શક્યા એ જીભને રોગ થયો. મુનિને જીવાડવાથી જ રોગ મટાડવાની લબ્ધિ મેળવનાર તે મહાસેનને જીભરોગ દૂર કર્યો.”
એ પ્રમાણે પિતાને વૃત્તાંત જાણીને જાતિસ્મરણ જ્ઞાન થતાં સુરસેન અને મહાસેને વિરાગ પામીને દીક્ષા લીધી અને લતાની જેમ તે વ્રતને નિર્દોષ આચારરૂપ અમૃતથી સિંચીને તે બને ધર્મરૂપી પુષ્પથી ઉત્પન્ન થતા મુકિતરૂપી ફલને પામ્યા; માટે હે ભવ્ય ! સુરસેન અને મહાસેનના આ દષ્ટાંતથી દુઃખસમૂહના કારણરૂપ અનર્થદંડને સમજીને તેને દૂરથી જ ત્યાગ કરો.
ઈતિ અનર્થદંડવ્રતપર સુરસેન અને મહાસેનની કથા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org