Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
લક્ષ્મીપુંજની કથા.-૩ કરતાં શ્રેણીએ દેને પણ આશ્ચર્યમુગ્ધ બનાવી દીધા. હવે કાંતિમાં પુત્રને લક્ષ્મીપુંજ સમાન જોઈને તેણે મેટા એછવપૂર્વક તેનું લક્ષ્મીપુંજ એવું નામ પાડ્યું. પછી દરેક સમયે ઈચ્છાનુસાર ઉપસ્થિત થતી વસ્તુઓને લીધે લેશ પણ ચિંતા-- દુઃખ વિના કામદેવ સમાન તે બાળક વૃદ્ધિ પામવા લાગ્યું. કેઈ વાર પણ કલેશ ન પામતાં, તેમ જ રૂદન પણ ન કરતાં સદા આનદી અને હસમુખે તે બાળક, માતપિતાને સુખકારી થઈ પડે. પ્રતિદિન કળાઓને ગ્રહણ કરતાં ચંદ્રમાં સમાન કાંતિમાન અને દૃષ્ટિને પ્રિય તે તરૂણાવસ્થા પામ્યું. એટલે શરીરની શેભાયુક્ત કળા તથા ગુણેથી મનહર એવી આઠ દિશાઓમાંથી આઠ કન્યાઓ સ્વયંવરરૂપે આવી તેને પરણી. હમેશાં રના બનાવેલા મહેલમાં રહેનારા તે ચંદ્રસૂર્યના સ્વરૂપને પણ જાણ ન હતું. તેને જે જે પ્રીતિકર હતું તે તે તેણે ભેગવ્યું અને જે જે દુખકર હતું તેને તે જાણ જ ન હતે. ગીત-નૃત્યાદિમાં તે રમણીઓ સાથે વિલાસ કરતાં પાંચ અનુત્તર વિમાનના દેવની જેમ જતા વખતને પણ જાણ ન હતા
એક વખતે—આ અચિંતિત ભેગ મને શાથી પ્રાપ્ત થતા હશે?” એમ સ્ત્રીના અંકમાં સૂતે થકે તે વિચારે છે એવામાં દિવ્ય કાંતિધારી દિવ્ય વસ્ત્રાભૂરણથી દેદીપ્યમાન એ કઈ પુરુષ આગળ આવી અંજલિ જોડીને કહેવા લાગ્યા–
હે ધન્યાની કુક્ષિ-સરવરના હંસ! વિપત્તિ રહિત અને સર્વ સંપત્તિના ભંડારરૂપ એવું મણિપુર નામે એક મોટું નગર છે. ત્યાં ગણધર નામે એક પુણ્યવાન સાર્થવાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org