Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
ગુણ વ્રત ઉપા રાજકુમાર પણ તેની પાછળ ગયે. એવામાં પ્રભાતે શયનાદિમાં તે બંનેને ન જેવાથી મંત્રીઓ તેમનાં પગલાંને અનુસારે ઘણું ભૂમિ સુધી ગયા. ત્યાં દીક્ષા લઈને નિરંતર આકાશમાં ભમવાથી થાકી ગયેલા જાણે સૂર્ય અને ચંદ્ર સૂતા હોય તેમ તેઓ પાદ પિપગમ અણસણમાં સ્થિર હતા. એવી સ્થિતિમાં રહેલા તેમને કઈ પર્વતની તળેટીમાં જોતાં વિલક્ષણ અને શ્યામમુખ થઈને મંત્રીઓએ પગે પડીને તેમને મીઠાં વચનથી કહ્યું –
કટુ વચનથી થયેલ અમારે અપરાધ ક્ષમા કરે. હે સ્વામીઓ તમે ઊઠે કે જેથી હવે આપણે સત્વર નાગપુર જઈએ. આ વૃત્તાંત જાણી કે પાયમાન થતાં રાજા દુઃખથી શ્યામ થયેલા અમને કુટુંબ સહિત ઘાણીમાં તલની જેમ પીલશે, માટે છે કૃપાસાગર ! તમે દયા કરીને સાનંદાશ્રુથી ભીની આંખે અમને જુઓ અને મિતયુક્ત મુખવડે અમારી સાથે બેલે.ઈત્યાદિ મીઠાં વચન બેલતાં પણ જ્યારે મંત્રીઓ હાર્યા ત્યારે તે વૃત્તાંત ચરપુરુષે મોકલીને તરત રાજાને જણાવ્યું. ત્યારે – કુમારને બાંધીને પરણાવ અને સિંહશેઠને વૈરી સમજીને મારી નાખે. એમ બેલતે અને કોપાયમાન થતે રાજા પણ એકદમ વેગવાળા વાહન મારફતે ત્યાં આવ્યો. આવી વિપરીત બુદ્ધિવાળા તે રાજાએ તે બંને મહામુનિને વાઘ, સિંહાદિથી પ્રાણીઓ દીઠા એટલે– મહાપ્રભાવવાળા આ બંનેને બલાત્કારે પરાભવ પમાડવો શક્ય નથી, માટે એમને ભક્તિથી જ બોલાવવા એમ અંતરમાં વિચાર કરતે રાજા તેમની પાસે ગયે. ત્યારે ધાપોએ માર્ગ આપતાં, તેમની દષ્ટિને જોતાં નમસ્કાર કરતું
અને મધુર વચન બોલતાં રાજા સામે તેમણે નજર પણ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org