Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
ધર્મ નૃપની કથા.---૭
૫૩
હતા. “ધાન્ય અને ધન વિનાની મારી કેટલી પ્રજા કયાં જશે.” એમ પ્રજાપતિપણાથી લજજા પામેલ રાજા શેકથી ચિંતાતુર થયે. એ રીતે પ્રતિદિન મળતી ચિંતાથી તપ્ત થયેલ રાજાને હર્ષ કરનારે આષાઢ માસના પ્રથમ દિવસે પૂર્વને પવન વાવા લાગ્યા. એટલે સુકાળરૂપ ફલ વૃક્ષના અંકુર સમાન, પૂર્વ દિશામાં હર્ષ પામતા રાજાએ એક નાનું વાદળું જોયું. ઉદય પામતા ભાગ્યવાળા મનુષ્યની લક્ષ્મીની પેઠે તે વાદળી રાજાના પ્રમેદની સાથે અત્યંત વધવા લાગી. એટલે આડે આવતા ગ્રહને વિજળીરૂપ અંગુલિથી તર્જના કરતે, બગલારૂપ દાંતથી જોતિષીઓના વચનને હસી કાઢતે. દર્શનથી જ દુભિક્ષ-શત્રુનું ભક્ષણ કરીને ગર્જના કરતે, મુશળધારાએ પડવાથી પૃથ્વીના દુઃખને ખંડિત કરતા, તથા બંને સમુદ્રનું જળ ખેંચવામાં નળના સંચા જે તે મેઘ પ્રજાજનેના હર્ષાશ્રુસમૂહની સાથે વરસવા લાગ્યું. ત્યારે
તિષીઓની હંસી કરનાર કે અન્ય હાથતાલી દેતા આ વૃષ્ટિથી જ કાલ ગ” એમ બોલવા લાગ્યા. હવે વસુધાને કૃતાર્થ કરી જાણે લેકપ્રશંસાને ભય લાગ્યું હોય તેમ મેઘ કયાંક ચાલ્ય હોય; કેમકે મહાપાપકારીઓની એવી જ રીત હોય છે.
પછી નષ્ટ થયેલ છે ચિંતાને સંતાપ જેને એવા તે રાજાને બીજે દિવસે વનપાલે આવી અંજલિ જોડીને વધામણી આપી કે–“હે સ્વામિન્ ! આપના ઉદ્યાનમાં ચાતુર્માસ કરીને રહેલા યુગધર મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.” એટલે વનપાલને ઈનામથી સંતુષ્ટ કરી નિષ્કપટ ભાવથી રાજા ઉઘાનમાં ગયે. ત્યાં ત્રણ પ્રદક્ષિણું દઈ, મુનિને વંદન કરી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org