Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
વિદ્યાપતિની કથા. ૫
૪૧
,
6
ઘરમાંથી ચાલી જઈશ. ' એટલે જાગ્રત થતાં——‘હુ` દરિદ્ર થઇ જઈશ' એમ દુઃખ પામતા વિદ્યાપતિને તેની સ્રીએ અલિ જોડીને કહ્યું: ‘સૂર્યના રથને અધકાર લાગે. જે પૂર્વે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી, તે મલિનપણું આજે આપના મુખ પર કેમ જોવામાં આવે છે? હે સ્વામિન ! તમે સ પ્રકારના સુખમાં મને સ્નેહથી ભાગીદાર બનાવી છે, તે આજે દુઃખના ભાગ આપવામાં તમે મને કેમ છેતરો છે ? ' પછી પતિએ તેને સ્વપ્નનું સ્વરૂપ કહેતાં તે જરા હસતી હસતી વિવેકરૂપી અમૃતની નીક સરખી વાણી. ખેલી: મેાક્ષમાગે ચાલવાને પગને અટકાવનાર ચરણ-શૃંખલા સમાન, તથા ભાગાવલિકમના ઉદયથી ઘણા કાળ સ્થિર રહેતી એવી લક્ષ્મી સજ્જનેાના હૃદયમાં શલ્યરૂપ છે. મદિરાની જેમ મદ પમાડનાર લક્ષ્મી જો જતી હાય તા ભલે જાય, પણ મદનુ મન કરનાર એક વિવેક જ તમારાથી અલગ ન થાઓ. લક્ષ્મીનું ફલ સુપાત્રદાન છે તે તમે ઘણુ· મેળવ્યુ' છે, અને દરિદ્રાવસ્થાનું તે કરતાં અધિક ફૂલ જે તપ તેને ગ્રહણ કરે. મુક્તિમા ને આચ્છાદિત કરનાર વાડરૂપ લક્ષ્મી જે ભાગ્યથી નષ્ટ થતી હાય, તા હે નાથ ! હર્ષોંના સ્થાને આપને આટલું બધુ દુઃખ કેમ થાય છે ? અથવા તેા શ્વાસી સમાન આ લક્ષ્મી દશમે દિવસે શી રીતે જશે ? હજી તે તે આપણે સ્વાધીન છે, તેટલા માટે આજે જ તેને સાત ક્ષેત્રામાં વાવી દ્યો. પછી પરિગ્રહ પરિમાણુવ્રત ‘સ્વીકારીને રહેવુ' અને સ`તેષથી વખત વીતાવવા.’ એ પ્રમાણે પ્રિયાના વચનથી પ્રસન્ન થયેલ વિદ્યાપતિએ ક્ષણવારમાં પ્રભાતકૃત્ય કરીને બધુ ધન. સાત ક્ષેત્રમાં વાવી
*
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org