Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
સત્ય વ્રત ઉપર સતાવે નહિ” એમ સમજી છત્રધરનું ઉત્તરીય વસ્ત્ર પહેરી માત્ર એક યાત્રાની બુદ્ધિથી દિશાઓમાં નજર કરતે રાજ તીર્થ ભણી ચાલ્યા. એવામાં તેના દેખતાં વાયુવેગથી દડો એક ગભરાયેલે મૃગ લતાની કુંજમાં પેસી ગયે. એટલે તેની પાછળ ધનુષ્યને ફેરવતે કઈ ભીલ આવ્યું. ત્યાં હરિ ણને ન જેવાથી તેણે રાજાને કહ્યું “હે સ્વામિન! અહીં આ પાંદડાઓથી છવાયેલ નિબિડ વનમાં પગલું જોવામાં આવતું નથી તે મારા ભક્ષ્યરૂપ તે મૃગ ક્યાં ગયે? તે મને મહેરબાની કરીને કહે.” ત્યારે રાજાને વિચાર થયો કે—જે સત્ય કહેવા જાઉં છું મૃગને વધુ થાય છે અને નહિ તે મૃષાવાદ લાગે છે, માટે બીજી કઈ યુકિતથી એને છેતર.” એમ વિચારી રાજા બેઃ “અરે ! તું મારું વૃત્તાંત પૂછે છે, તે હું માભણ થવાથી અહીં આવી ચડે છે.! શિકારી બેઃ “અરે મૂર્ખ ! મૃગ નાસીને ક્યાં ગયે તે, કહે.” ત્યારે રાજાએ કહ્યું: “હે મહાભાગ ! મારું નામ હંસ છે.” એટલે શિકારી ઉચેથી બેઃ “મને મૃગને રસ્તે બતાવ.” રાજાએ કહ્યું- હે મિત્ર! રાજપુરીમાં મારું સ્થાન છે. ત્યારે ભીલ કોધ લાવીને બેલેઃ “અરે! હું કંઈ પૂછું છું અને તું બેલે છે કઈ” રાજાએ કહ્યું: “હે મિત્ર! હું ક્ષત્રિય છું.” ત્યારે શિકારીએ બહુ ઉંચેથી કહ્યું: “શું મહાબધિર છે?' રાજા બેલેઃ “તું મને માર્ગ બતાવે તે નગરમાં જાઉં” એટલે વ્યાધે કહ્યું “બહેરાપણાને વ્યાધિ તને સલામત રહે.” એમ કહી. મૃગથી નિરાશ થએલ વ્યાધ ચાલ્ય ગયે, અને પુણ્યવાન રાજા હળવે હળવે ચાલ્યા એવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org