Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
સત્ય શા ઉપર, ભયને લીધે નાશી જાય.” એ રીતે નજીકના લતાગુચછમાં ઘણા બળવાન જનેનું વચન સાંભળીને રાજા વિચારવા લાગ્યો
અહીં કે ચરે, દુર્જનના દુર્ગુણોની જેમ સજજન સંઘને ઘાત કરવાને છુપાયેલા લાગે છે. દૂર જતાં આ લોકે તે ધર્મચિ સંઘને જરૂર ક્યાંક લૂંટશે, માટે મારે એકલા કથા ઉપાયથી બચાવ કરે?” એમ ચિંતા કરતાં તેને નિદ્રા ન આવી. એવામાં દીપથી દિશાઓને દીપ્ત કરતા કેટલાક શસ્ત્રધારી વિધાઓને તેણે જોયા. ત્યારે–આ કેઈ તસ્કર પુરુષ છે” એમ સમજી કધથી હંસરાજાને ઉઠાડી, અને મુખ જોતાં
આ કઈ મહાત્મા છે.” એમ ધારીને તેમણે તેને કહ્યું * કઈ ચેરેને તે ક્યાય જોયા કે લતા સાંભળ્યા? કારણ કે સંઘને મારવાની ઈચ્છાથી તેઓ આ રસ્તે આવ્યા છે એમ અમારા બાતમીદારેએ અમને ખબર આપ્યા છે. અહીંથી દશ યોજના પર શ્રીપુર નામે નામે નગર છે. ત્યાંના ગાધિ નામના જૈન રાજાએ તે ચેરેને મારવાને અમને મોકલ્યા છે, માટે જે તને ખબર હોય તે સત્વર બતાવે કે જેથી તેમને હણીને અમે યશ તથા સંઘરક્ષાનું સુકૃત પ્રાપ્ત કરીએ.” ત્યારે રાજા ચિંતવવા લાગે કેઃ “જે તેમને બતાવું તો તેમના વધનું બધુ પાપ મને લાગે, અને તેમને સત્વર ન બતાવું તે એ ચેરે મરાયા વિના સંઘનો ઘાત કરતાં તે મને પાપદાયક થશે, માટે હું શું કરું? એમ વિચાર કરતાં તર્ક ઉત્પન્ન થવાથી તેણે સુભટને કહ્યું કે–તે ચેરેને અહીં મેં નજરે જોયા નથી. તેમની શોધ કરવાને તમારે વિલંબ કરે એગ્ય નથી, માટે તમે એકદમ જ્યાં સંઘ છે, ત્યાં રક્ષણ કરવાને જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainėlibrary.org