Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
અણુવ્રત ઉપર લેજો, એને મારશે નહિ.” પછી રાજાએ પિતાનો વિકાર પામેલ પુત્રને ખૂની જાણીને ઉદ્ધત થયેલા ઊંટને જેમ ટેળામાંથી કાઢી મૂકે તેમ તેને દેશમાંથી કાઢી મૂકે અને તરતજ પિતાના પ્રર્થન પુરૂષને વેગવાન અશ્વ મારફતે મોકલીને તેણે પિતાના ચંદ્રિકુમાર પુત્રને બેલા. એટલે જયસેનની રજા લઈ આવેલ ચ, પિતાના પિતાને તેવી સ્થિતિમાં જોઈને હર્ષ અને શેક પએ. તે પુત્રને રાજ્ય પર બેસારી તે ઘાની પીડાથી સૂર પર મત્સર ધરતે મરણ પામીને કેઈ પર્વતમાં હાથી થશે. એવામાં કલંકથી શ્યામ થયેલ સૂર પણ કુકર્મથી જીવતાં અને દૂર દેશાંતરમાં ભમતાં ભમતાં જ્યાં પેલે હાથી ફરે છે તે વનમાં આવી ચડ્યો. ત્યાં પાપથી બળહીન થઈ પલાયન કરતા તેને પૂર્વના વૈરથી કોપાયમાન થયેલ પિલા હાથીએ મારી નાખે, એટલે તે સૂરને જીવ તે જ વનમાં કિરાત (ભીલ) છે. ત્યાં શિકારથી પાપને વધારતા તેને તે જ હાથીએ મારી નાખે, તેથી કેવાંધ થયેલા તેના ભાઈઓએ તે હાથીને પણ મારી નાખે. એટલે તે બને તે જ વનમાં ડુક્કર થયા. ત્યાં પરસ્પર મત્સર ધરતા અને લડતા તે ત્રણ વરસની ઉમરવાળા બનેને શિકારીઓએ મારી નાખ્યા. ત્યાંથી કઈ બીજી વનમાં તે બને મૃગ થયા. ત્યાં પણ પરસ્પર દ્વેષ કરતા તે બનેને કઈ ભલે મારી નાખ્યા, ત્યાંથી તે એક ગજચૂથમાં બાળસ્તી થયા અને યુદ્ધ કરતાં ચૂથબ્રષ્ટ થયેલા બનેને ભીલોએ પકડી લીધા અને અનુક્રમે તેઓ ચંદ્રરાજાના રબારમાં આવ્યા. ત્યાં વારંવાર લડતા તેમને મહાવતાએ બલાત્કારથી અટકાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org