Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 10
________________ આ શોધપ્રબંધ માટે હસ્તપ્રતની ફોટોકોપી તેમજ પુસ્તકો આપનાર શ્રી લા. દ. પ્રાચ્યવિદ્યામંદિર (અમદાવાદ), શ્રી અનંતનાથજી જૈન જ્ઞાનભંડાર, મસ્જિદ બંદર(મુંબઈ), જૈન સાહિત્ય વિકાસ મંડળ (ઈલ), ફાર્બસ ગુજરાતી સભા (જુહુ), મીઠીબાઈ કૉલેજ પુસ્તકાલય, મુંબઈ વિદ્યાપીઠ – જવાહરલાલ નહેરુ પુસ્તકાલય, શ્રી ચરણવિજયજી પુસ્તકાલય (મલાડ), ભારતીય વિદ્યાભવન (ચોપાટી), શ્રી અમરેન્દ્ર સાગરજી પુસ્તકાલય (સાંતાક્રુઝ) આદિ સર્વ સંસ્થાઓ, તેના સંચાલકો અને કર્મચારીગણનો ઋણસ્વીકાર કરું છું તેમજ ફોટોગ્રાફ માટે પરવાનગી આપવા બદલ શ્રી ગોડીજી જૈન દેરાસરના સંચાલકોનો આભાર માનું છું. આ શોધપ્રબંધનું પ્રકાશનકાર્ય શ્રી સૌરાષ્ટ્રકેશરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર દ્વારા થાય એવું વાત્સલ્યસભર સૂચન કરનાર તેજસ્વી યુવાન શ્રમણ પૂજ્ય શ્રી નમ્રમુનિ, તેમજ આ સૂચન વધાવી સુંદર રૂપરંગોથી સજ્જ એવા પ્રકાશનને શક્ય બનાવનાર સંસ્થાના સંચાલક શ્રી ગુણવંત બરવાળિયા અને અન્ય કાર્યકરોનો સ્નેહાદર પૂર્વક આભાર માનું છું. - આ શોધપ્રબંધનું સુંદર ડી.ટી.પી. કાર્ય કરી આપનારા શ્રી રોહિતભાઈ કોઠારી અને તેમના કર્મચારીઓ તેમજ સુંદર પ્રકાશન કરી આપનારા શ્રી વિજયભાઈ મહેતાનો પણ આ પ્રસંગે ભાવપૂર્વક આભાર અભિવ્યક્ત કરું છું. મારા પ્રકાશન માટે તૈયાર કરતાં આ શોધપ્રબંધના પીએચ.ડી. ડિગ્રી માટેના પરીક્ષક એવા આદરણીય વિદ્વાન સ્વ. ડૉ. રમણભાઈ શાહના સૂચન મુજબ સ્તવન સ્વરૂપ અંગેની કેટલીક નોંધ ઉમેરી છે. તે ઉપરાંત શબ્દકોશ અને “ચોવીશીમાં ધ્યાનની પ્રક્રિયા' નામના બે પરિશિષ્ટો તેમજ પાછળથી પ્રાપ્ત થયેલો અને “અનુસંધાન-૨૬'માં પ્રકાશિત શ્રી મુક્તિસૌભાગ્યગણિ કૃત સ્તવનચોવીશી પણ આમાં સમાવી છે. - આમાંની કેટલીક ચોવીશી અંગે અહીં થયેલી નોંધો કેટલેક અંશે અપર્યાપ્ત લાગી છે, પરંતુ શોધપ્રબંધમાં ઝાઝા ફેરફાર ન કરવા જ ઇષ્ટ ગણ્યાછે. અંતે, જેમની પરમકૃપાથી જ આ શોધપ્રબંધનું કાર્ય સંપન્ન થયું તે અરિહંત પરમાત્માનાં ચરણકમળોમાં અપાર આદરપૂર્વક મસ્તક નમાવું છું.' અને આ શોધપ્રબંધમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય કે આ કાર્ય દરમિયાન કોઈનું પણ હૃદય દુભાયું હોય એ સર્વની અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું. ગીuly 2009 અભય ઈન્દ્રચંદ્ર દોશી એ/૩૧, ગ્લેડહર્ટ, પી. એમ. રોડ, ના સાંતાક્રુઝ (વે.) મુંબઈ-૫૪ ૬-૯-૨૦૦૬ ફોન : (૦૨૨) ૨૬૧૭૮૧૫ર મો. ૯૮૯૨૬ ૭૮૨૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 430