________________
(૧૩) શ્રીશ્રેયાંસનાથ સ્વામીનું ચરિત્ર શ્રી શીતલનાથ ભગવત નિર્વાણ પામ્યા પછી છાસઠ લાખ, છવીસ હજાર અને સે સાગરેપમન્યૂન એક કોટી સાગરોપમ ગયા પછી શ્રેયાંસસ્વામી ઉત્પન્ન થયા. કેવી રીતે? તે કહે છે–શુભકર્મરૂપ વાવેલા કંદમાંથી ઉત્પન્ન થયેલ વિસ્તારવાળા અંકુરરૂપ મહાપુરુષેની ઉત્પત્તિ એવા ઉત્તમ પ્રકારની હોય છે કે, જેની ઉપમા સંભવતી નથી. ગ્રીષ્મ-વર્ણન
જંબુદ્વીપ નામના આ જ દ્વિીપમાં, ભરતક્ષેત્રમાં “સિંહપુરી’ નામની નગરી હતી. તેમાં વિષ્ણુ” નામને રાજા હતા. તેને સમગ્ર અંતઃપુરમાં પ્રધાન “શ્રી” નામની મહાદેવી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર થયું. કોઈ સમયે ગ્રીષ્મ સમય આવ્યા, ત્યારે દુઃખી સજજન પુરુષના દેહ માફક પ્રતિદિન સરેવર–જળ ઘટવા લાગ્યું. ગુપ્તપાપની વાત પ્રગટ થવા માફક બળતા હૃદયની જેમ પૃથ્વી તપતી હતી. ઉષણ કાળમાં રાત્રિ ટૂંકી અને દિવસે લાંબા હોય છે, સૂર્યમંડલ તપે છે, ઊને કઠોર પવન ફૂંકાય છે. બેલે, કાળ શું નથી કરી બતાવત? “દેહમાં ઠંડક કરે, પુષ્પહાર ધારણ કરે, કપૂર એળે, ચંદનરસથી વિલેપન કરે, કમળ પુષ્પના પત્રનું શયન તૈયાર કરે, ધીમે ધીમે હીંચકા ખાવ, વીંજણાના પવનથી થાકને દૂર કરે.’ આવા પ્રકારનાં વચને પ્રભુના પરિવારમાં ફેલાવા લાગ્યાં. વંટેળીયાના પવનથી ઉડેલી રજનાં પડલોથી શેકાઈ ગયેલ દિશામાર્ગોવાળા ગ્રીષ્મકાળમાં મુસાફરોના સમૂહને મૃગતૃષ્ણા નાહક દેડાવી નાટક કરાવે છે. સરોવરના મધ્યભાગમાં સુકાઈને રહેલા બાકીના કાદવવાળા જળમાં દિવસના મધ્યાહ્નસમયમાં મેટી કાયાવાળી ભેંશનાં ટોળાંએ કઈ પણ પ્રકારે સમય પસાર કરે છે. આવા પ્રકારના ઉનાળાના કાળમાં તૃષ્ણાના સંતાપથી બળીગળી રહેલા શરીરવાળા હરણીયાએ શિકારીને દેખીને પણ નિદ્રાને ત્યાગ કરતા નથી. આ પ્રખર ઉષ્ણકાળ વર્તતું હતું, ત્યારે જ્યેષ્ઠ માસની કૃષ્ણષછીના દિવસે શ્રવણ નક્ષત્રમાં રાત્રિના છેલ્લા પહોરમાં સુખે સુતેલી શ્રીદેવીને ચૌદ મહાસ્વપ્ન જોવામાં આવ્યાં. જાગીને વિધિપૂર્વક પતિને નિવેદન કર્યા. પતિએ પણ પુત્રજન્મ થશે” કહી અભિનંદન આપ્યું.
આ બાજુ તીર્થંકરનામાગેત્ર ઉપાર્જન કરેલ ભગવંતને જીવ “મહાશુક’ નામના વિમાનથી ચવીને તે જ રાત્રે શ્રીદેવીને ગર્ભમાં ઉત્પન્ન થયે. ફાગણ કૃષ્ણદ્વાદશીના દિવસે શ્રવણ નક્ષત્રમાં પ્રભુને જન્મ થયો. શ્રેયાંસ” એવું નામ પાડ્યું. પહેલાં કહી ગયેલા કમથી વૃદ્ધિ પામ્યા અને વિવાહકાર્ય કર્યું. કેટલાક સમય પછી લેકાંતિક દેએ પ્રતિબંધેલા ભગવંત ફાગણ કૃષ્ણત્રયોદશીના દિવસે શ્રવણ નક્ષત્રમાં સંયમના સુવર્ણ પર્વત પર આરૂઢ થયા. છદ્મસ્થ– પર્યાય પાલન કરીને વૈશાખ માસના કૃષ્ણપક્ષના નવમીના દિવસે શ્રવણનક્ષત્રમાં અશોકવૃક્ષ નીચે ધ્યાનની અંદર વર્તતા હતા, ત્યારે ત્રણે કાળના પદાર્થોને જણાવનારદેખાડનાર એવું કેવલજ્ઞાન પ્રગટ થયું. દેવેએ સમવસરણની રચના કરી. ધર્મકથા શરૂ કરી. અનેક પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા. લોકેના સંશય દૂર થયા. “ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ધ્રુવ રહે છે–એવાં મહાપદે ઉપદેશ્યાં. ત્યાર પછી તે ત્રિપદીના અનુસારે વિશિષ્ટ ક્ષેપશમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org