Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 467
________________ ૪૫૦ ચેપન્ન મહાપુરુષોનાં ચરિતા પકવા, જેમાં આહ્લાદ થાય તેવાં, વઘારેલાં શાક પીરસાયાં. અને છેવટે કહેલા દૂધની વાનગી પીરસાઈ. આ પ્રમાણે તે પુંડરીકે ઉત્તમ પ્રકારનાં વિવિધ ભજનો ગળા સુધી ઠાંસી ઠાંસીને ખાધાં. ભેજન કર્યા પછી હાથ ધોઈ નાખ્યા. પછી વિવિધ પ્રકારનાં તાંબૂલ ખાધાં. ત્યાર બાદ રતિગૃહમાં પહોંચે. અંતઃપુરના વૃદ્ધ સેવકને આજ્ઞા કરી કે, “અંતઃપુરની રાણીઓને બેલા.” ત્યાર પછી તરત જ અંતાપુર આવી પહોંચ્યું. તે કેવું હતું? કલ્પવૃક્ષના વનની જેમ કંપતી બહુ-લતિકાના ફેલાવાવાળું, નંદનવનની જેમ કે મળ હસ્તરૂપ નવીન લાલપત્રથી યુક્ત, માનસરોવરની જેમ સુવર્ણ કાંતિવાળા વિકસિત વદન-કમળવાળું, ગંગાનદીના કિનારાની જેમ મંદ મંદ પગ સંચાર કરતું અંતઃપુર સામે આવીને બેઠું. ત્યાર પછી છ દિવસને ભૂખે બ્રાહ્મણ શ્રેષ્ઠ ભેજન પ્રાપ્ત કરે, તેની જેમ પ્રવર ભજનના કરેલા આહારના કારણે લાંબા કાળથી બ્રહ્મચર્ય પાળેલું હોય તેને જેમ તીવ્ર કામાભિલાષા થાય, તેમ પુંડરિકને અતિશય કામાગ્નિ પ્રગટયે, બાકી રહેલ દિવસ અને રાત્રિએ અતિશય રતિ– વિલાસની કડા કરવા લાગ્યા. ગળાડૂબ ભેજન કરેલ હેવાથી, રતિક્રીડાને પરિશ્રમ વધારે પડતે કરેલ હોવાથી, તપથી અંગે દુર્બળ થઈ ગએલાં હોવાથી, શરીરે શીતલ વિલેપન કરેલું હોવાથી, ખાધેલે આહાર પરિણ-પ નહિવિસૂચિકા-ઝાડાને રોગ થે. તીવ્ર વેદનાથી જીવિતથી મુક્ત થયે. કરેલાં તપ અને પાળેલું ચારિત્ર નિરર્થક કરી પુંડરિક નરકે ગયે. પિલા તેના નાનાભાઈ (કંડરીક શ્રમણ-લિંગવાળા તે નગરીથી આગળ જઈ તેવા પ્રકારના ચડતા ચારિત્રના પરિણામે વિચારવા લાગ્યા કે-એકેન્દ્રી આદિ અનેક જાતિ, જરા, જન્મ, મરણરૂપ ઉછળતા જળવાળા મહાકર્મ સમૂહથી પૂર્ણ અને વૃદ્ધિ પામતા દુર્લ"દય લહેરવાળા, ફેલાતા કામ-કોધાદિ રૂપી કુટિલ પાતાળકળશવાળા અને જળચરે, જળહાથી અને હિંસક મહાદેહધારી મ વાળા, મૂચ્છરૂપ ઉછળતા ઝેરી મોના સમૂહવાળા, દુઃખે કરીને નિવારણ કરી શકાય, તેવા અસાધ્ય રેગે વડે હણતા જતુસમૂહવાળા, તથા અનિષ્ટસંગ રૂપ વડવાનલના અગ્નિવાળા, આવા ભયંકર પારવગરના સંસાર-સમુદ્રમાં દુર્લભ મનુષ્યપણામાં મને અમૂલ્ય શ્રમણપણું મળ્યું. તેથી કરીને ખરેખર હું મહાભાગ્યશાળી બન્યો છું.” આવા પ્રકારના દરેક સમયે વૃદ્ધિ પામતા શુભ પરિણામવાળા તે મુનિવર આગળ વિહાર કરવા લાગ્યા. એક ગામે પોંચ્યા ત્યાં મહાઅભિગ્રહ ધારણ કરતા, અતિશય અંત-પ્રાન્ત આહાર યથાવિધિ લેતા અને સંયમયાત્રા નિર્વહન કરતા હતા. રાત્રિ-સમય થયો, ત્યારે એક અવાવર ઘરમાં પ્રવેશ કર્યો. તેનું સુકુમાર શરીર હોવાથી આગળ કઈવખત તેવું અંત-પ્રાત ભજન કરેલું ન હેવાથી તેમજ ખરાબ શય્યામાં શયન કરેલ હોવાથી તેને ભેજન પચ્યું નહિ. પેટમાં શૂલ ઉત્પન્ન થયું. અરતિ વધવા લાગી. મસ્તક-વેદના થવા લાગી. આ સમયે હદયમાં ધીરજ ધારણ કરીને, મહાશુભ ધ્યાનનું અવલંબન કરીને, સાહસનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યા કેનકકી દીક્ષાના છેડા વાળો આ જીવલેક છે. અથવા તે ચિંતન કરવાથી સયું. ખરેખર હું ધન્ય છું કે અનેક હજાર કોડે ભવમાં દુર્લભ એવું મનુષ્યપણું મેં મેળવ્યું. તેમજ કઈ ભવમાં આગળ ન મેળવેલ શ્રમણપણું પણ મેં મેળવ્યું. આજે સંસારવાસ અને તેને સંબંધ તજીને યતિજનોની સામાન્ય સંપત્તિ પામે, તેથી હું ધન્ય થયે છું. નહિંતર રાજ્ય-સંગથી ઉપાર્જન કરેલા પાપવાળા હું મૃત્યુ પામ્યું હતું, તે મહાઘોર દુઃખપૂર્ણ નરકના ખાડાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490