Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 478
________________ (૨૮) શ્રીવર્ધમાન સ્વામીનું નિર્વાણ ૪૬૧ [૨૮] શ્રીવદ્ધિમાન સ્વામીનું નિર્વાણ - હવે જગદ્ગુરુ ભગવંત પોતાનો નિર્વાણ–સમય જાણુને નાશ પામેલા પાપ-સમૂહવાળી પાપ” નામની નગરીએ પહોંચ્યા. ગૌતમ સ્વામીને ઉદ્દેશીને પ્રભુએ ચિંતવ્યું કે-“આ ગૌતમ મારા ઉપર અત્યંત નેડ મોહિત મતિવાળા છે, ક્ષણવાર પણ મારા વિરહને ઈચ્છતા નથી અને તે કારણે તેને કેવલજ્ઞાન પ્રગટ થતું નથી”—એમ ક૯૫ના કરીને ગૌતમ સ્વામીને કહ્યું, કેહે દેવાનુપ્રિય ! દેવશર્મા નામને બ્રાહ્મણ તમને દેખીને પ્રતિબંધ પામશે, તે તેને પ્રતિબોધ કરવા માટે તમારે જવું.” ગણધર ભગવંતે પણ ‘આપની આજ્ઞા પ્રમાણે “ઈચ્છા કરૂં છું—એમ કહીને તેની પાસે જવા પ્રયાણ કર્યું. ધૂસરાપ્રમાણ ભૂમિ પર દષ્ટિથી નજર કરતા– અર્થાત્ ઈસમિતિ પાળતા તે પ્રયાણ કરતા હતા. ગૌતમ સ્વામી ગયા પછી બાકી રહેલાં કર્મોને ક્ષય કરવા માટે પ્રભુએ ગક્રિયામાં પ્રવેશ કર્યો. જેમણે ગક્રિયારૂપી અગ્નિમાં સમગ્ર કર્મઈપનો બાળી નાખ્યાં. એવા ભગવંત કાર્તિકવદિ અમાવાસ્યાની રાત્રિએ પાછલા પહોરમાં, સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે અસ્થિર દેડને ત્યાગ કરીને વેદનીય, નામ, ગોત્ર અને કંઈક બાકી રહેલ આયુષ્ય કર્મને સર્વથા ક્ષય કરીને, યુવાનવયમાં વિષય-વિલાસને ત્યાગ કરીને, સંયમની આરાધના કરીને, સમગ્ર ક્રિયા-કલાપ જાણીને, ગ્રીષ્મકાળમાં અતિતીવ્ર સૂર્યકિરણની આતાપના લઈને, વર્ષાકાળમાં સૂક્રમ જંતુ-સમૂહના રક્ષણ માટે અંગોપાંગ સંકોચીને, શિયાળાની રાત્રિઓમાં હિમામય ઠંડા પવનના સ્પર્શથી શેષલ શરીરવાળા, છ, અડૂમ, અર્ધમાસ, માસ આદિ તપિવિધાન જે નિર્વાણપદ મેળવવાને માટે યતિઓ કરે છે, તે કરીને, નિરુપદ્રવ શાશ્વત ઉપમા વગરના સુખવાળું નિર્વાણ-સુખ ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ પામ્યા. ત્રિભુવનના અદ્વિતીય બંધુભૂત વિર પરમાત્મા નિર્વાણ પામે છતે ચારે બાજુ ચલાયમાન થએલા આસનવાળા ઈન્દ્ર મહારાજાઓ આવ્યા. પૃથ્વીતલને ભાલતલને સ્પર્શ થાય, તેવી રીતે ભગવંતના ચરણમાં નમન કરીને સર્વાદરથી પ્રભુને નિર્વાણ-મહોત્સવ કરવા લાગ્યા. ઉલ્લસિત થએલા તેષવાળા તે દેવે પ્રભુના શરીરને ગ્રહણ કરીને નિર્મળ મણિમય સિંહાસનની પીઠિકા ઉપર સ્થાપન કરીને ગશીર્ષ ચંદનની પ્રચંડ ગંધ અને સુગંધી પદાર્થોથી મિશ્રિત ક્ષીરસમુદ્રના જળથી પ્રયત્ન અને આદર પૂર્વક ડૂબતા જેના ઉદ્ધાર કરવા માટે જ હોય, તેમ સ્નાન કરાવવા લાગ્યા. શેલારસ, ઘનસાર (કપૂર) આદિ ઉત્તમ સુગંધી પદાર્થોને (દશાંગ ધૂપ) મેળાપ કરી પ્રચંડ સુગંધમય તેમજ કૃષ્ણાગરુ, કુંટુરુકક આદિના ધૂપથી અંધકારવાળી દિશાઓને કરીને વળી વિકસિત તાજાં સરસ કલ્પવૃક્ષનાં પુષ્પોની માળાથી ભગવંતના મસ્તક અને ઉત્સગને સદરથી મનહર શોભાયમાન બનાવતા હતા. આ પ્રમાણે હૃદયમાં પ્રસાર પામતા ભક્તિ અને સદભાવપૂર્ણ આદરથી દેવતાઓએ સમગ્ર દ્વિથી ભગવંતના શરીરના મજજનાદિક કાર્ય કરીને વાજિંત્રો વગાડયાં. કેવાં ?–દેવાંગનાઓ, કિન્નરીઓ, ગંધર્વ-વિદ્યાધરની સુંદરીઓએ સાથે ગાએલ ગીતના કે લાહલમય, હાથ અફાળીને વગાડાતા મોટા પડદે, ગંભીર સ્વરવાળી દુંદુભિ મોટા શબ્દ કરતી ભેરી, પ્રચંડ શબ્દવાળાં મૃદંગ આદિ વાજિંત્રોના શબ્દો પ્રસરવા થી સંક્ષોભ પામેલા સમગ્ર જીના કાનેના પિલાણે પૂરાઈ ગએલા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490