Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 480
________________ ગૌતમ ગણધરને કેવલજ્ઞાન, નિર્વાણ ४१३ પ્રાપ્ત કર્યું. મારું વિપરીત સ્વરૂપ કેવું છે કે, નેહ વગરના તેમના વિશે ને થાય છે, વાત્સલ્ય વગરના હોવા છતાં તેમના ઉપર વાત્સલ્ય થાય છે. દાક્ષિણ્ય વગરના પ્રભુ ઉપર પણ મને દાક્ષિણ્ય થાય છે અને આજે પણ મારા હૃદયમાં તેમના સ્નેહ-બંધને અતિશય સંતાપ કરાવે છે. ખરેખર નેહ-બંધન એ દોરડા વગરનું કેઈક વિશેષ બંધન છે, બેડી વગરનું કેદખાનું છે, સાંકળ બાંધ્યા વગરને હેડ-જેલ પ્રવેશ છે. કાષ્ઠ વગરનું પાંજરું છે, જેથી નેહાધીન આત્મા વિવેકવાળો હોય, તે પણ નિર્વિવેકવાળે, સમર્થ હોવા છતાં સામર્થ્ય વગરને, પંડિત પણ મૂર્ખ બનીને પિતાના કાર્યમાં મુંઝાય છે, કુશલ કાર્ય કરવાનું ચૂકી જાય છે. અથવા લોકોમાં આ કહેવત ઘણી પ્રસિદ્ધ છે કે- “વિપરીત મુખવાળા વિશે વળગવા જનાર આ લોક અને પરલોક બંનેથી ચૂકી જાય છે, માટે હે હદય! તું ફેગટ નેહ છોડી દે. જે નેહ કરે તેની સાથે સ્નેહ કર જોઈએ તે વિષયમાં સમજવાનું કે, આ પ્રસિદ્ધ કહેવતને આટલો ટૂંકે પ્રત્યુત્તર બસ છે કે, શૂન્ય ઘરમાં દીપકનું દાન કયા લાભને કરનાર થાય ? અર્થાત્ નિઃસ્નેહી સાથે સ્નેહ કરવાથી કશે લાભ થતો નથી. હે હૃદય! તું બની રહેલ છે, તે ભલે બળ, બહાર નીકળે છે, તે ભલે બહાર નીકળ. જો તું સદા માટે ભાંગી-કુટી જાય છે, તે ભલે ભાંગી-ફુટી જા, તે પણ ત્રિલોકનાથે તને બાકી રાખ્યું છે. - ત્યાર પછી હદયમાં ઉલ્લાસ પામતા વિરહના સંતાપાગ્નિવાળા ગૌતમ સ્વામી ફરી ચિંતવવા લાગ્યા કે, જુઓ ! આ પ્રભુએ મારી ભક્તિ તરફ ઉપેક્ષા કરી, તેથી કરીને તેમની સાથે અહીં કે જન્માંતરમાં હવે સ્નેહ નહીં કરીશ. કેમ કે, આ નેહ સમજુ આત્માને પણ દઢ બંધનરૂપ થાય છે, વિવેકીને પણ કુશલકર્મના ઉદ્યમમાં દઢ વિદનભૂત થાય છે. સ્નેહના કારણે પ્રાણીઓને કર્મસમૂહની એવી ઉત્પત્તિ થાય છે કે, મહા દુઃખસમૂહવાળી નરકાદિક ગતિમાં ગમને કરવું પડે છે. પ્રાણીઓને સર્વ જગ્યા પર રાગથી ગાઢ નેહ થાય છે અને અને તે જ રાગ છે અને જ્યાં રાગ છે, ત્યાં ઠેષ પણ હોય છે. આ રાગ અને દ્વેષ બંને સંસારરૂપી કૂવામાં પડવાનાં કારણે છે, પરંતુ ભગવંતે કહેલું છે કે, આ રાગ-દ્વેષનું સામર્થ્ય નિવારણ કરનારને મોક્ષ દૂર નથી. બીજી વાત એ પણ લક્ષ્યમાં રાખવાની છે કે, દ્વેષ કરતાં પણ રાગ વધારે નુકસાનકારક કહે છે. કારણ કે, ગુરુ ઉપર કરેલે રાગ પ્રતિબંધ-મમત્વના કારણભૂત થાય છે, મોક્ષ રેકનાર થાય છે, તે જેવી રીતે ભગવંતને મારા ઉપર નિનેહતા હતી, તેમ હવે હું પણ ભગવંતના ઉપર નેહરાગ વગરને થયે છું. આમ ભાવના ભાવતા, છેદાઈ ગએલા નેહ–બંધનના ગુણવાળા, વૃદ્ધિ પામતા સંવેગના વેગવાળા શુકલધ્યાનાગ્નિથી બાળી નાખેલ કમેંધનવાળા ગૌતમ સ્વામીને ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ આદિના સમગ્ર ભાવેને જણાવનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ભવ્ય જીને પ્રતિબંધ કરીને પિતાનું આયુષ્ય પાલન કરીને બાકીને કમલેપથી મુકત થઈમેક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. ગૌતમ ગણધરનું નિર્વાણ અનેક લાખ ગુણયુકત શ્રીવર્ધમાન ભગવંતનું આ ચરિત્ર ભવ્ય જીના કલિકાલના કર્મ-કમને દૂર કરે. શ્રીમહાપુરુષચરિતમાં વિમાનસ્વામીનું ચરિત્ર સમાપ્ત થયું. [૫૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490