Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 470
________________ ગૌતમસ્વામી અને તપાસો ૪૫૩ સંપત્તિ પ્રાપ્ત કરેલ હોવાથી તેના કારણે શુભધ્યાનવાળા એવા તે તાપસે જગદગુરુની નજીક સમવસરણ ભૂમિમાં પહોંચ્યા. ત્યાં દૂરથી જ રજતમય એવા વલયાકાર કિલ્લાવાળા ..... ...........વિવિધ દિવ્ય રેશમી વસ્ત્રની જુદા જુદા વર્ણની વ્રજ શ્રેણિથી અલંકૃત સમવસરણ દેખીને હદયમાં ઉલ્લસિત શુભ અધ્યવસાયવાળા ત્રીજી પદિકાને આશ્રય કરીને રહેલા પાંચ તાપને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ચાલતા ચાલતા જેમ જેમ..........સમવસરણ ભૂમિની નજીક આવ્યા અને જગદ્ગુરુ મેવ સરખા ગંભીર સ્વરથી ધર્મદેશના કરવા માટે સમગ્ર લેકને આનંદ આપનાર દૂર રહેલ દુંદુભિના સ્વર સાથે મળેલ વાણીનો પ્રવાહ વહેવડાવતા હતા, તે સંભળાયે. તે સાંભળીને બીજી પદિકાનો આશ્રય કરીને રહેલા પાંચસો તાપસોને કેવલજ્ઞાન થયું. બાકીના પાંચસે તાપસેને જિનેશ્વરના મુખચંદ્રનાં દર્શન થતાં જ ચારે ઘાતકર્મનો અંધકાર-સમૂહ નાશ પામતાં જ કેવલજ્ઞાન પ્રગટયું. ત્યાર પછી ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનવાળા પરિવાર સાથે ગૌતમસ્વામીએ જગદ્ગુરુની પાસે જવા માટે સમવસરણમાં પ્રવેશ કર્યો. તે કેવલજ્ઞાનવાળાઓને કેવલિની પર્ષદા તરફ જતા દેખીને ગૌતમે તેમને કહ્યું કે-જગદુગુરુને વંદન કરો.” ભગવંતે કહ્યું કે, હે ગૌતમ કેવલિઓની આશાતના ન કરો. ગૌતમે વિચાર્યું કે-“મારા પ્રતિબંધેલાઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. “ભગવંતે મને ચરમશરીરધારી કહે છે ઈત્યાદિક ચિંતાવાળા ગણધર ગૌતમસ્વામીને કહ્યું કે, “હે ગૌતમ! તમે સંતાપ ન કરે, તમે ચરમશરીરી અને નજીકના કાળમાં મુક્તિની પ્રાપ્તિ કરનાર છે, પરંતુ મારા તરફ નેહબંધનરૂપ કર્યાવરણથી ખલના પામતું કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે વિષાદ ન કરે.' [૨૬] દશાર્ણભ કરેલ-દ્ધિપૂર્વક વંદન. પ્રભુ દરરોજ અનેક જંતુઓને પ્રતિબોધ કરતા, લાંબા કાળના બાંધેલા વૈરને ઉપશાંત કરતા, યથાક્રમ વિહાર કરતા કરતા “દશાર્ણ” નામના દેશમાં પધાર્યા. ત્યાં “દશાણુ” નામની નદી હતી. તેના કિનારે “દશાણપુર' નામનું નગર હતું. તે કેવું હતું ?–મહાસતીના શીલની જેમ પરપુરુષ-શત્રુ પુરુષથી અલંઘનીય, વેશ્યાના વિલાસ વચન સરખા મધુરજળવાળી (બીજે અર્થ મધુર વાણવાલા) ચતુરજનથી બેલાએલ સુભાષિત સરખું શોભાયમાન મકાનવાળું, સારી પત્નીના વિલાસ માફક દરવાજામાંથી નીકળતાં શકુનવંતાં વચન સંભળાય તેવું નગર હતું. તે નગરમાં પિતાના ભુજાબલથી ઉપાર્જન કરેલ ઉજજવલ રાજલક્ષમીવાળો, મહાપ્રતાપથી દૂર કરેલા શત્રુમંડળવાળે દશાર્ણભદ્ર' નામને રાજા હતો. તે કેવો હતો ?— સમગ્ર લેકેના મનમાં હંમેશાં ધર્મની જેમ પ્રત્યક્ષ અને શત્રુ અને વેરી વર્ગ માટે કોપ કરવામાં યમરાજા સરખે, સમગ્ર આશ્રિત લેકે માટે હંમેશાં જે પ્રસન્ન થાય તે કુબેર સરખે અને તીવ્ર પ્રતાપ વડે અગ્નિની જેમ દુઃખે કરીને જોવાય તે, ઈચ્છા સાથે લેકોના મનોરથ પ્રાપ્ત કરાવનાર લમીદેવી સરખી દૃષ્ટિવાલે, તેમની પાસે જનારનું પ્રગટ સન્માન કરનાર, સરસ્વતી જે દશાર્ણભદ્ર' રાજા હંમેશાં રાજ્યની સુંદર સાર સંભાળ કરતે, પિતાના કુલક્રમા ગત પાલન કરાએલ પૃથ્વીતલના રાજ્યને ભગવતે હતા. કેઈક દિવસે કમલવનના બંધુભૂત સૂર્યને અસ્ત થયે, તેમજ સંધ્યાકાળ વીત્યા પછી અંધકાર પ્રવર્તવા લાગ્યું, ત્યારે....... સુખાસન પર બેઠેલા દશાર્ણભદ્ર રાજાને ખબર લાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490