Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 472
________________ [૨૬] દશાણભદ્ર વૈભવ-આડંબર સાથે કરેલ વંદન ૪૫૫ નાની દવાઓના સુંદર આડંબરવાળા, ચારે બાજુ તાજાં ઉત્તમ પુષ્પોની માળાઓથી શેભાયમાન પાંચ પ્રકારના વિવિધ રંગથી બનાવેલ રંગાવલિવાળા રાજમાર્ગો તૈયાર કરીને સેવકવર્ગે રાજાને નિવેદન કર્યું. તેઓનું વચન સાંભળીને રાજાએ સુગંધી જળથી સ્નાનકાર્ય કર્યું. પહેરેલા વેત મનહર વસ્ત્રયુગલવાળો, વેત ચંદનરસથી કરેલા વિલેપનથી શેભાયમાન શરીરવાળો, ત મુક્તાવલીઓને ઝૂલાવતા વક્ષસ્થલવાળે, વેત પુષ્પમાળાથી અવલંબિત કંઠપ્રદેશવાળો, વેત ચામરેથી અલંકૃત, વેત અશ્વ પર આરૂઢ થએલે, મસ્તક પર વેત છત્ર ધારણ કરાએલ રાજા બહાર નીકળવા તૈયાર થયે. દેવાંગના સમાન સમગ્ર અંતઃપુર સહિત તેમજ સમગ્ર સામન્તાદિ નરપતિનું સૈન્ય આગળ પ્રવર્યું. ત્યાર પછી પડહોના પડ ઘાના શબ્દથી મેઘગજરવને ભ્રમ કરાવતે, વેત ધ્વજાઓની પંક્તિઓ જાણે વાદળાંઓની શ્રેણિ હોય, તેમ શંકા કરાવતે, વિવિધ મણિજડિત મુગુટનાં કિરણના પંચરંગે એકઠા થવાથી મેઘધનુષ સરખે, મેટા હાથીઓની સૂંઢના પ્રદેશમાંથી પડતા મદજળની ધારાવાળો જાણે મેઘ હોય તે દશાર્ણભદ્ર રાજા ભગવંતને વંદન કરવા નીકળે. ત્યાર પછી ઉચે ત ધ્વજા શ્રેણિથી આકુલ રાજમાર્ગ પર રહેલા તેરણને બધેલી પત્રમાળાવાળા, પગલે પગલે હરિતવર્ણવાળા છાણથી લિંપિલ ભૂમિ પર સ્થાપન કરેલ મંગલકળશવાળા, આમ્રવૃક્ષનાં પલેવાથી આચ્છાદિત મુખવ ળા પૂર્ણકળશે સામૂહિકપણે સ્થાપેલ હોય તેવા, જેમાં પહેરેલાં વચ્ચે સરી પડતાં હોવા છતાં ઉત્સુક્તાથી દર્શન કરવા માટે ઘણું નગરલકે એકઠા થઈ રહેલા છે, શંખ ફુકાતા હોવાથી તેના ગંભીર કેલાહલવાળા ડગલે-ડગલે થઈ રહેલા ઘણું તમાસાવાળા, મુખથી સ્તુતિ કરનાર બંદીવગે કરેલા મોટા જયજયકારના કોલાહલવાળા, કાનને પ્રિય લાગે તેવાં મંગલગીતે ગાતી સુંદરીઓવાળા રાજા રાજમાર્ગો મુખ્ય પરિવાર સહિત ચાલે, એમ કરતાં સમવસરણભૂમિએ પહોંચ્યા. ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક ભગવંતને વંદન કર્યું. આ સમયે મહાઅધિપૂર્વક વંદન કરવાના કારણે ઉત્પન્ન થએલ તેવા પ્રકારના અભિમાનને જાણીને તેને પ્રતિબંધ કરવા માટે ઈન્દ્ર મહારાજાએ જલકાન્તમય વિમાનની વિમુર્વણા કરી, તે કેવું હતું ? અતિઆશ્ચર્યકારી નિર્મલ સફટિક સરખા સ્વચ્છ જળના વિસ્તીર્ણ ઘેરાવા સહિત પ્રદેશવાળું, ઉડતા હંસ અને સારસ પક્ષીઓએ કરેલા મધુર શખવાળું, નજીકમાં વિકલા ઉત્તમ કલ્પવૃક્ષનાં ડેલતાં પુષ્પોથી શોભાયમાન, મને ડર લતાગૃહમાંથી પડતા પુના મકરંદથી રક્ત -પીત મિશ્રિત વર્ણવાળું, મરકતમણિમય, નીલકમલ, વિકસિત શ્રેષ્ઠ સુવર્ણકમલની કરેલી શોભાવાળું, ઈન્દ્રનીલ કમલપત્રની ઉજજવલ ચલાયમાન કાંતિસમૂહવાળું—એમ અનેક પ્રકારની કરેલી વિશેષ શેભા અને વૃદ્ધિ પામેલ કાંતિવાળું શ્રેષ્ઠ જલકાન્ત વિમાન રન આગળ ઉપસ્થિત થયું. જેમાં વળી સેવકવર્ગ દ્વારા હાથ અફાળીને વગાડાતાં વાજિંત્રના શબ્દોથી બધિરિત થએલ આકાશ-પ્રદેશવાળું, ઘણું રંગબેરંગી વચ્ચેની બનાવેલી અને પવનથી ઉડતી દવાઓના સમૂહવાળું, મણિમય વિમાને સાથે અથડાવાથી ઉત્પન્ન થએલ શબ્દ વડે પૂરાઈ ગયેલ આકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490