________________
૨૮૨
ચેપન મહાપુરુષોનાં ચરિતા ઉપર સ્વારી કરવી હોય તે તે ઉત્પન્ન કરે છે. સર્વરત્ન નામનું મહાનિધાન એકેન્દ્રિય, પંચેન્દ્રિય ચૌદ મહારને ઉત્પન્ન કરે છે. મહાપદ્મ નિજાનથી મન ગમતા રંગવાળાં શ્રેષ્ઠ વની ઉત્પત્તિ થાય છે. કાલ નામના મહાનિધાનથી કાલને યોગ્ય વિવિધ શિલ્પ–સ્થાપનાઓ થાય છે. મહાકાલ નામના મહાનિધાનથી મણિ, મેતી, રૂપું, સુવર્ણ વગેરેની ઉત્પત્તિ થાય છે. માણુવક નામના નિધનથી દ્ધાઓ માટે કવચ-બખ્તર, માર્ગ, યુદ્ધ-દંડનીતિ, ન્યાયનીતિ ઉત્પન્ન થાય છે. શંખ મહાનિધિથી તે કરણ, અંગના હાવભાવ, અભિનય-યુકત નાટ્યવિધિ અને ચારે પ્રકારનાં કાવ્યની ઉત્પત્તિ થાય છે.
ભૂમિતલ સુધી લટકતા નિર્મલહારવાળા તે શંખ મહાનિધિના અધિષ્ઠાયક દેવે કમલખંડને બંધુ સૂર્યોદય થયે કે તરત જ આવીને દિવ્યરૂપની વિકુર્વણુ કરીને, પ્રણામ કરીને વિનંતિ કરી કે-“આજે અમુક નાટયવિધિ બતાવીશ. ” એમ કહીને ગયા પછી રાજા સ્નાન -ભેજનવિધિ કર્યા પછી સારી રીતે વિભૂષિત કરેલા પિતાના મહેલના રંગમંડપના તલમાં નાટ્યવિધિ જોવા માટે બેઠા અને જેવા લાગ્યા. ઘણું પ્રકારના કરણ, અંગમરોડની રચના, સમગ્રષ્ટિયુક્ત કમસર ચારે પ્રકારના અભિયે, ચલન કરતા મનેડર ચાલવાળા, જે વખતે જેવા પ્રકારના ચહેરા ઉપર ભાવ કે અનુભાવ-દેખાવ કરવા યોગ્ય હોય, તે પ્રમાણે પ્રેક્ષકને બતાવે, આ પ્રમાણે નાટય જોઈને, ત્યાર પછી દરેકનું એગ્ય સન્માન કરીને સર્વ સામંતવર્ગને રજા આપીને શંખમહાનિધિદેવ પણ પિતાના નિવેશમાં ગયે. કેટલીક રાણીઓના પરિવાર સાથે રાજા પણ દેવાંગનાઓના ગુણ અને શોભાને તિરસ્કાર કરનાર પિતાના અંતઃપુરમાં ગયા. કેટલાક સમય ચતુર ગોષ્ઠી-વિનોદમાં પસાર કરીને પોતાના આવાસ–ભવનમાં પ્રવેશ કર્યો. એક શ્રેષ્ઠ પલંગ પર બેઠા. તેટલામાં સૂર્ય પિતાનાં આકરાં કિરણેના ફેલાવાથી સંતાપ પામેલ હોય તેમ એકદમ સ્નાન કરવા માટે પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરતા હતા. રોકાણ વગરના ફેલાતા અંધકાર-સમૂહે પથ્વીનાં વિવરે પૂર્ણ કર્યા, જાણે અંજનપર્વતની ધૂળ દરેક જગ્યાએ ફેલાઈ હેય, તેમ એકદમ રાત્રિ વ્યાપી ગઈ.
આ પ્રમાણે તમાલપત્ર સરખો અંધકાર-સમૂહ ફેલાયે છતે અજવાળું નાશ પામ્યું. જાણે જીવલેક પણ અસ્ત પામ્યું હોય તેમ પોતાને જાણવા માટે હથેલીઓ પરસ્પર સ્પર્શવામાં આવે તે જ જાણી શકાય તે ગાઢ અંધકાર સર્વત્ર પ્રસરી ગયે. તેટલામાં આકાશમાં ચંદ્રિકાનું તેજ પ્રગટયું અને અંધકાર-સમૂહ આ છો આ છે દૂર ધકેલાયે, ચંદ્રરૂપ ગર્ભ ધારણ કરનારી પૂર્વ દિશા જાણે ઉજવલ મુખવાળી કેમ થઈ ન હોય ? દિશારૂપી સ્ત્રીઓ માટે નિર્મલ દર્પણ સરખા, સમગ્ર લેકને આનંદ આપનાર ચંદ્રને ઉદય થયા. ચંદ્રનું તેજ વધવા લાગ્યું, તેમ જીવલેક પણ કાર્યવ્યગ્ર બન્યો. ગગનમંડલ ઉછૂવાસ લેવા લાગ્યું. ત્યાર પછી કેવા કેવા વ્યાપાર પ્રવર્તવા લાગ્યા?મહાભક્તિપૂર્વક નમાવેલા મસ્તક ઉપર ભાલતલ પર અંજલિ જેડીને ભવ્યાત્માઓ જિનેશ્વર ભગવંતના ચરણકમલમાં પ્રણામ કરતા હતા. દિવસે ઉત્પન્ન થયેલા વિહાર કરતા કે વહેરવા જતાં ઉત્પન્ન થયેલા અતિચારોવાળા સાધુઓ પ્રતિક્રમણ-નિંદનાદિક વગર વિલંબ કરે છે. ત્યાર પછી વૃદ્ધિ પામતા સંવેગથી સ્વાધ્યાય-ધ્યાનમાં આત્માને એકાગ્ર બનાવી દક્ષતાથી લાખે દુઃખને ક્ષય કરી ક્ષમાશ્રમણ તરીકે પોતાનું સ્થાપન કરે છે. આ પ્રમાણે સંસારનાં સુખ-દુઃખની અવજ્ઞા કરનારા, અચલ-શાશ્વત મોક્ષ-સુખ પ્રાપ્ત કરવાની મહા અભિલાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org