Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 443
________________ ૪૨૬ ચપન્ન મહાપુરુષોનાં ચરિત નિવાસ કરી રહેલે છે. દરેક જીવ પ્રત્યે દયાળ હોવા છતાં અરણ્ય, પર્વત, નદી, સરોવર આદિ સ્થળોમાં ફરવામાં મશગુલ રહે છે; કકડતી ઠંડીના દિવસેમાં પણ જાતે દેવાગ્નિ સળગે હોય, તે તેને ઓલવવામાં આનંદવાળો હાથીની જેમ શબ્દ અને સ્પર્શમાં રુચિવાળ હેવાથી સ્થિર કિયા-કલાપની ચેષ્ટાવાળે છે. દરરોજ હાથીઓના યુથના ચિત્રામણ આલેખવાના માનસવાળે પિતાના દિવસો પસાર કરે છે. તેથી કરીને મને પ્રશ્ન થાય છે કે, આને આવે વ્યવસાય કરવાનું શું કારણ હશે ?” આ પ્રમાણે પૂછાએલા ભગવંતે કહ્યું કે-“હે દેવાનુપ્રિય! આ મેઘકુમારના આગલા ચોથા ભવમાં આ મેઘકુમારને જીવ વિશાળ પર્વતની હારમાળાવાળા, મેટા ઊંચા વૃક્ષોથી ગહન ઝાડીવાળા, હજારો શ્વા પદેથી વ્યાસ ‘વિંધ્યાટવીના અરણ્યમાં પાંચસો હાથણીઓને સ્વામી એ હસ્તિર જા હતા. અનેક હાથણીઓથી પરિવારે તે સ્વછંદેપિતાની ઈચ્છા પ્રમાણે વિચરનારો વિવિધ પ્રકારની કી ડા કરતા ફરતે હતો. એ પ્રમાણે કેટલેક કાળ ગયે. કેઈક સમયે પશ્ચિમદિશા–વૃદ્ધાવસ્થા–સમયે જલક્રીડા કરવા માટે એક મોટા સરોવરમાં ઉતર્યો. ત્યાં અંદર પુષ્કળ ઊંડે કાદવ હોવાથી તેમાં ખેંચી ગયા. તે સમયે શરીરની વૃદ્ધાવસ્થાના કારણે, અવયની તાકાત ઘટી ગયેલી હોવાથી બહાર નીકળવા અસમર્થ થયે. ત્યારે કેઈક તરુણ હાથીએ ઈર્ષ્યાગ્નિના કારણે દંતૂશળથી એવી રીતે ભેદ્ય કે જેથી તે ત્યાં જ મૃત્યુ પામ્યો. ફરી પણ તેવા પ્રકારના કર્મવેગે તે જ યૂથમાં હાથીના બાળક તરીકે ઉત્પન્ન થયો. અનુક્રમે મોટો થયો, સમગ્ર યુથને સ્વામી બન્યો, પરંતુ દાવાનલ ચારે બાજુ સળગવાથી કોઈ પણ દિશામાં જવા માટે અસમર્થ થવાથી દાવાનળમાં બળી મર્યો. વળી પણ મર્યા પછી તેવા પ્રકારના કર્મવેગે તે જ યૂથમાં હાથીપણે ઉત્પન્ન થયો. બાલ્યકાળ પૂર્ણ થયે, યૌવનવય પામ્ય, યુથને અધિપતિ થયે. ઈચ્છા પ્રમાણે હરતો ફરતો તે પ્રદેશમાં આવી પહોંચ્યો કે, “જ્યાં પોતે વનના અગ્નિથી બળી મર્યો હતે.” તે સ્થાનને દેખીને ઈહા–અપહ રૂપ વિચારણા કરતાં કરતાં તે હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આગલા ભવને વૃત્તાન્ત યાદ આવ્યો, યાદ આવતાં આમ-તેમ ભ્રમણ કરતા એકજન-પ્રમાણ પૃથ્વીમંડલને પગ ચાંપવાથી નાશ કરેલા તૃણ, કાષ્ઠ-સમૂહવાળું બનાવ્યું. વનાગ્નિના ભયથી રક્ષણ કરવા માટે સમર્થ એવો તે પ્રદેશ તૈયાર કર્યો. ત્યાર પછી ત્યાં કીડા કરવી, ઈચ્છા પ્રમાણે હરવાફરવાના ચિત્તવાળે સ્વચ્છંદતાથી વિહરવા લાગ્યો. કઈ પણ ઉપદ્રવને ન ગણકારતો ઈચ્છા પ્રમાણે આહાર લેતો, સારી રીતે પોતાની આજીવિકા કરતે, આનંદમાં સમય એવી રીતે પસાર કરતો હતો, જેથી કેટલે કાળ ગયો, તેની પણ ખબર પડતી ન હતી. એટલામાં ગ્રીષ્મકાળ આવી પહોંચ્યો. સૂર્યના કિરણસમૂહે તપવા લાગ્યા. સૂકાએલા પાંદડાઓના સમૂહના શબ્દો સંભળાવા લાગ્યા. ચારે બાજુ જાણે અગ્નિ વરસતે હોય, તે સમય પ્રવર્તતા હતા, ત્યારે એક દિવસના મધ્યભાગમાં પવનથી પરસ્પર ઘસાતા વાંસના સમૂહમાંથી દાવાનળ ચારે બાજ સળો . તે કે હતે – આંતરા વગર જળતી વાલાના સમૂહથી દિશાઓને જેણે મિશ્રિત કરેલ છે. ગાઢ વનસ્થલને ભરખી જવા ઈચ્છતે કાળ હોય, તેવો દાવાનળ આગળ વધવા લાગે. એમ વધતું વધતે એ સળગવા લાગ્યું કે વાંસે ફૂટવા લાગ્યા અને “તડ તડ” શબ્દ નીકળવા લાગ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490