Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 463
________________ ચોપન મહાપુરુષોનાં ચરિત દરિદ્ર સુખ પામનારો છે. સંતેષ અને ધનસમૃદ્ધિને પરસ્પર સંઘર્ષ થાય છે, પરંતુ શુદ્ધ અને અશુદ્ધ કારણેથી ઉત્પન્ન થએલ ગુણેથી કેણ અધિક છે ? શુદ્ધપણુનો વિચાર કરીએ, તે તેમાં સંતેષ એ ઉજજવલ છે, જ્યારે ધન-વૈભવ એ અંધકાર-સમૂહની જેમ કુટુંબમાં કજીયે કરાવનાર અનર્થરૂપ છે. ધનિક ઉપાર્જન, રક્ષણ, નાશ, વ્યય ઈત્યાદિકથી અત્યંત ઉદ્વેગ માનસવાલા હોય છે; જ્યારે નિર્ધન મનુષ્ય સ્વસ્થતાના કારણે શાંતિ અનુભવતા હોવાથી તેનાથી અતિશય અધિક છે. ધન ઉપાર્જન કરવાની ઈચ્છાવાળે ખેતી, ગોકુળની રક્ષા, વેપાર, નોકરી આદિ ઉદ્યમ કરીને પિતાને કાળ દુઃખમાં પસાર કરે છે, જ્યારે ધન વગરનાને તે કલેશ કરે પડતો નથી. ધનવાનને રાજકુલ, ચેર, અધિકારી, અગ્નિ, જલ આદિથી ધનનું હરણ થાય, ત્યારે જે દુઃખ થાય, તે દુઃખ નિર્લોભીને થતું નથી. આ પ્રમાણે નિબુદ્ધિ મનુષ્ય અને ભેગ-સંપત્તિમાં અત્યંત લુબ્ધ બનેલા તુચ્છ બુદ્ધિવાળા જ દારિદ્મની નિંદા કરે છે. તે હે મહાનુભાવે ! મધ્યસ્થપણાથી જે તમે વિચારશે, તે દરિદ્રતા ઘણા ગુણવાળી છે. રાજાઓને તેની શંકા થતી નથી, ચારો, દુજેનો તેની સામે નજર કરતા નથી. રાત્રે કે દિવસે, ઘરે કે માર્ગમાં ગમે ત્યાં તેને રાજાદિકનો ભય કે શંકા થતી નથી. જે પ્રકારે આહારાદિક મળતા હોય, તેમાં જ સંતોષવૃત્તિ, જેવી શય્યા, મકાન, સ્થાન મળતાં હોય, તેમાં જ સંતોષ પૂર્વક સુખેથી નિદ્રા કરનાર જંદગી સુધી સુખ અને સંતેષમાં દિવસો પસાર કરે છે. પિતાને જરૂર હોય તેટલું ઉપાર્જન કરનાર કેઈ ને કયાંય પણ મમતાનું કારણ થતું નથી.” - આ પ્રમાણે અભયકુમારે કહેલું સાંભળીને નગરલકોએ કહ્યું કે હે કુમાર ! તમે કહ્યું તેમ જ છે, તમે અમારું અજ્ઞાન–અંધકાર દૂર કર્યું. ત્યાર પછી નગરલોકેએ તે મુનિવરને પૂર્ણ ભક્તિથી પૂજ્યા અને વાંદ્યા. તેમને ખમાવીને નગરના નાગરિકે પિતાના ઘરે ગયા. અભયકુમાર પણ પ્રભુનું વચન વિચારતા પિતાના કાર્યમાં લાગી ગયા. [૨૩] પંદરસો તાપસીને પ્રતિબોધ કોઈક સમયે ભગવંતે કૌડિન્ય ગેત્રવાળા પંદરસો તાપસો પ્રતિબંધ પામશે એમ ભાવીને તે નિમિત્તે ગૌતમને મોકલ્યા, અને “અષ્ટાપદ પર્વત ઉપર ગૌતમસ્વામી જવા પ્રવર્યા. અતિ દૂર નહીં એવા ભૂમિભાગમાં ઉભા રહેલા ગણધર ભગવંતે તે પર્વત દેખે. અષ્ટાપદ-વર્ણન તે કે હતો ?-કઈ જગ્યા પર મણિમય શિખરમાં ઉલ્લાસ પામતાં સૂર્યકિરણથી બમણું પ્રકાશવાળો, કયાંઈક સુવર્ણની નિર્મલ પ્રભાથી રંગાએલ દિશાના અંતભાગવાળો, કયાંક રજત-ચાંદી સરખી શિલાઓના સમૂહથી જેણે પૃથ્વીતલને પર્યત ભાગ ઉજજવલ કરેલ છે. કયાંઈક રાત્રે ચંદ્રકાન્ત મણિમાંથી ઝરતા જળના પ્રવાહથી પલળે, ક્યાંઈક નાનાશિખર પર ઉગેલાં વૃક્ષો પર ઉત્પન્ન થએલ ફલ-વૈભવવાળે, દે, સિદ્ધપુરુષ, યક્ષે અને કિન્નરોના યુગલેથી પરિવરેલે, જન જનના અંતરે પગથિયાવાળો “અષ્ટાપદ નામનો મહાપર્વત “ગૌતમ ગણધર ભગવંતે દીઠે. તેના ઉપર ભરત મહારાજાએ મણિ-સુવર્ણમય ઋષભદેવ આદિ તીર્થકર ભગવંતેનાં પ્રતિબિંબની સ્થાપના કરેલી છે. ત્યાં તેમને વંદન કરું એમ ધારીને પર્વત પર આરૂઢ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490