Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 464
________________ ગૌતમ સ્વામીનું અષ્ટાપદ પર્વત પર આરોહણ ४४७ પ્રથમ પદિકામાં અત્યંત દુઃખે કરી શકાય, તેવા તપ-વિશેષથી શેષાએલા શરીરવાળા, માત્ર હાડકાં બાકી રહેલા પાંચસે તાપસને જોયા. તે તાપસેએ પણ કનકવર્ણ સરખી ઉજજવલ દેડકાંતિવાળા દેવતાઈરૂપ સરખા સ્વરૂપવાળા ગૌતમ સ્વામીને બીજી પદિકા આરેહણ કરતા જોયા. ત્યાં પણ તે જ પ્રમાણે દુષ્કર તપવિશેષ કરીને કૃશ કરેલી કાયાવાળા બીજા પાંચ તાપસને જોયા. તેઓએ પણ ત્રીજી પદિકા ઉપર ચડતા તેમને જોયા. ત્યાં પણ એવા જ તપ કરતા પાંચસે તાપસને જેયા. તેમની પાસેથી જ ચડવાં લાગ્યા એટલે અદ્ભુત શરીર–સામર્થ્યવાળા તેમને દેખીને તાપસગણે વિચારવા લાગ્યા કે, નકકી આ કેઈ યતિરૂપવાળા દિવ્યપુરુષ છે, નહિંતર મનુષ્યરૂપધારી પુષ્ટ શરીરવાળા આ કેવી રીતે ચડી શકે? આ પર્વત તીવ્ર તપ કરીને ઉપાર્જન કરેલ વિશિષ્ટ લબ્ધિઓથી મુશ્કેલીથી ચડાય તે છે. કારણ વિચારવા જેવું છે– પહેલી નીચલી પદિકામાં નીલ સેવાળના બનાવેલ આહારથી જઠરાગ્નિ શાંત કરતા અને તેવા તપથી દુર્બળ દેહવાળા પાંચસે તાપસે અહીં ચડવાની ઈચ્છાવાળા છે. તેમજ બીજી પદિકામાં સુકાએલી સેવાલનું ભોજન કરીને પારણું કરતા, દુસ્સહ તપથી તપાવેલી કાયાવાળા ઉપર ચડવાની ઉત્કંઠાવાળા છે. અમે તે વળી દુષ્કર ત્રણ કે પાંચ રાત્રિ-દિવસ ઉપવાસના પારણે શેષાએલ સેવાલની કલ્પિત પાન આહાર કરનારા રહેલા છીએ. તો પણ ઉપરના ભાગમાં લગાર પણ ચડવામાટે શક્તિમાન થઈ શક્તા નથી, અને આ તે આવી પુષ્ટકાયાવાળા એકદમ ચડી જાય છે એથી અમારા ચિત્તમાં આશ્ચર્ય થાય છે. આ પ્રમાણે વિસ્મયથી વિકસિત નેત્રો વડે જોવાતા સૂર્યકિરણના આલંબનથી એકદમ અદશ્ય થયા. આ પ્રમાણે આશ્ચર્યના કારણે વિકસિત નેત્રો વડે જેવાતા ગૌતમ સ્વામી “આ જાય છે, આ જાય છે.” એમ તાપસે બોલતા રહ્યા ને તે અદશ્ય થયા. અષ્ટાપદ શિખરના અગ્રભાગ ઉપર ચડી ગયા. ભરત ચક્રવતીએ નિર્માણ કરાવેલ પ્રથમજિન આદિની મંદિરાવલિનાં દર્શન થયાં. [૨૪] અષ્ટાપદની મંદિરાવલી તે મંદિરાવલી કેવી હતી ? સ્વચ્છ આરપાર દેખી શકાય તેવા સ્ફટિકરની નિર્મલ વિશાળ મજબૂત પીઠિકા ઉપર સ્થાપિત ભિત્તિવાળી, જાણે આકાશ ભાગમાં સ્થિર ન હોય તેમ ચિત્તને જણાતી હતી. પવનથી ફરકતા ધ્વજ પટના બાનાથી ઊંચા હસ્ત–પલવથી ભવના ભયથી ભય પામેલા તેમજ ભક્તિવંત ભવ્ય જીને “આવ આવે એમ હસ્તસંજ્ઞાથી બેલાવતી ન હોય ! અતિશય પ્રકાશિત મણિજડિત ઘુઘરીઓના સમૂહે કરેલ મધુર શબ્દના બાનાથી જિનમંદિરની ધજા શ્રેણિ જાણે જિનગુણ ગ્રહણ-સ્તવન કરતી ન હોય? તે તમે નિહાળે. આ પ્રમાણે પદ્મરાગ, મરકત, નીલ મહામણિઓથી બનાવેલ જિનપ્રતિમાઓથી પ્રતિષ્ઠિત જિનભવનની શ્રેણિ ગણધર ભગવંતે દૂરથી જ જોઈ દેખીને હૃદયમાં ઉલ્લાસ પામતા હર્ષવાળા, ખડા થએલા ઘણું રોમાંચ, દેહવાળા ગણધર ભગવંત જિનભવનની અંદર ગયા. દેવે, અસુરો અને કામદેવના રૂપને જિતવા સમર્થ એવા પ્રથમ જિનબિંબને પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે ? “અવસર્પિણું કાળમાં ઘણું પ્રકારની શિલ્પકળાઓના પ્રથમ ઉત્પાદક હે પ્રથમજિનેન્દ્ર ! તમે જય પામે, રાજનીતિ સંપાદન કરાવનાર તે પ્રથમરાજા ! તમે જયવંતા વર્તા, ધર્મની પ્રથમ દુર્ધર ધુરા ધારણ કરવા માટે વૃષભ સરખા હે રાષભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490