________________
૪૩૨
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત આ પ્રમાણે વારંવાર વિનંતિ કરાએલા, તેમજ વારંવાર દેખવાના કારણે ઉત્પન્ન થએલા અલ્પા નેહવાળા મુનિને તે તરફ ગમન કરવાની અભિલાષા પ્રગટ થઈ અને તેમની પાસે જવા નીકળ્યા. કેવી રીતે ?
જે નિસંગતાના કારણે જનરહિત અને હિસંક પ્રાણીઓથી વ્યાસ એવા વનને મુનિઓ આશ્રય કરે છે, તે જ મુનિ વળી અતિશય કાદવવાળા સ્થળનો જેમ હાથી, તેમ કેના સંગને આશ્રય કરે છે. એક ઝુંપડીમાંથી બીજી ઝુંપડીમાં ભિક્ષા માટે ઉદ્યમવંત થઈને ફરતા હતા દોરડી બાંધેલાની જેમ પૂર્વે કરેલાં કર્મો જવને ખેંચી જાય છે. કોઈ પણ વખત પહેલાં આવેલે ન હોય, કયારેય પણ જે દેશ આગળ દેખે ન હોય, ત્યાં આવીને તે સ્થળનો આશ્રય કરે છે. અથવા જેને જે ભાવી થવાનું હોય, તે પૂર્વ કર્મના અનુસારે થાય છે. આ પ્રમાણે તે નંદિષેણુ મહર્ષિ ઉત્પન્ન થએલા સંગના કારણે અનેક લોકોના પરિવાર યુક્ત એક ઝુંપડીને આશ્રય કરીને ત્યાં રહ્યા.
ભિક્ષા લેવા આવતા તે મહર્ષિને દેખીને રિલેકસુંદરીની પુત્રી ભિક્ષા દેવા માટે તૈયાર થઈને ઉભી હતી, તેના ઉપર મહર્ષિની નજર પડી. તેનું સુંદર રૂપ કેવું હતું ?-તાપ્રવણી લાલ નખના કિરણવાળા ઊંચા-નીચા ચરણયુગલવાળી, હાડકાં ન દેખાય તેવી ગુપ્ત ઘુંટી અને ઘુંટણ મંડળવાળી, સિંહણ સરખી પાતળી જેવિકા યુગલવાળી, છાલ ઉતારી નાખેલ કેળના ગર્ભ સરખા સુંવાળા સાથળ-યુગલવાળી, વિશાલ નિતંબ-ફલકના માર્ગ યુક્ત કેડના પ્રદેશવાળી, કામદેવના ભવનનાં પગથીયાં સરખી રિવલી સહિત નાભિપ્રદેશવાળી કામદેવ રાજાના અભિષેકકળશ સરખા ગળ-પુષ્ટ સ્તનમંડળવાળી, કમળનાળ સરખી શેકાવાળી બાહુલતા વાળી, અશેકવૃક્ષના નવાં લાલકુંપળ સરખા કેમળ અને લાલાશયુક્ત હથેળીવાળી, અતિશય પાકેલા બિંબફળ સરખા લાલ હેઠ–યુગલવાળી, નવીન વિકસિત નીલકમળ સરખાં કંઈક લાંબા ઉજજવલ નેરયુગલવાળી, શરદપૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર સરખા આહ્વાદક વદન-બિંબવાળી, ભ્રમર અને અંજન સરખા શ્યામ ભરાઉ સમૃદ્ધ કેશ-કલાપવાળી ગણિકાપુરીને મહર્ષિએ દેખી. તેવા પ્રકારની તે સુંદરીને દેખતાં જ તે મુનિની નીલકમળ સરખી નિયમબદ્ધ દષ્ટિ કીડા કરવા લાગી અર્થાત્ સરાગદૃષ્ટિથી જોવા લાગ્યા. લાંબા કાળથી સેવેલ નિયમ-સંયમ વિસ્મરણ થઈ ગયો. સમગ્ર શાસ્ત્રને બેધવાળો વિવેક ભૂંસાઈ ગયે. રાત-દિવસ પરાવર્તન કરી સ્થિર કરેલ સમગ્ર સૂત્ર અને અર્થ ભૂલવા લાગ્યા. મારા મનમાં કામની અરતિ વધવા લાગી. હૃદયમાં રણુણાટ ઉલ્લસિત થયે. મનમાં મદનાગ્નિ પ્રજવલિત થયે. રતિક્રીડાની અભિલાષા વિસ્તાર પામવા લાગી. તે સુંદરીને દેખીને જાણે ખંભિત થયા હોય, આલેખેલ ચિત્રામણ હોય, ટાંકણથી પત્થરમાં કેરાઈ ગયેલ હોય, મૂચ્છ પામેલા હોય, નિશ્ચલતાથી રેકેલા વાસ, નેત્ર અને વદનવાળા ક્ષણવાર તે સ્તંભની જેમ સ્તબ્ધ થઈ ગયા. તેવી અવસ્થા પામેલા તેને દેખીને, તેના હદયમાં ચિંતવેલ અભિલાષા જાણીને તેની માતા તેને કહેવા લાગી કે– અમે તે ગણિકા સ્ત્રીઓ છીએ. દ્રવ્ય-સમૂહ વગર અમે કોઈનું મુખ પણ જોતા નથી. અર્થને લેભથી અમે કેઢિયાને પણ કામદેવ સરખે માનીએ છીએ. અને ધન વગરને કામદેવ સરખા રૂપવાળે હય, તે તેને દુર્ભાગી માની તેનું મુખ પણ જતા નથી. તે આનું તમારે પ્રજન હોય, તે ધન આપે. તેનું તે વચન સાંભળીને તેણે આકાશ તરફ નજર કરી, એટલે નજીકના કોઈ દેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org