Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 453
________________ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત વૃદ્ધાવસ્થા, મરણ, વ્યાધિ આદિની વેદનાઓથી પ્રસાએલા એવા નિગી અધમ શરીર માટે ખરેખર મેં મારા આત્માને ઠગે છે. અસાર સંસારની અંદર આ જીવલેકમાં પરલોકની સાધના કરવા સિવાય આ શરીરનું બીજું કઈ પ્રજન નથી. તે પરલોકની સાધના જિનેધિરેને અને સાધુઓને વંદન કરવું, તેમની વેયાવચ્ચ કરવી, બાહ્ય અત્યંતર તપ, ચરણ-કરણ, શુભ ભાવના ભાવવી ઈત્યાદિકથી થાય છે. તો જે હું સાધુના ચરણના સંઘટ્ટામાત્રથી આટલું દુભાયે, તે મૂઢ હૃદયવાળા અને બીજી આરાધના સાધવાને અવસર જ કયાં રહ્યો ? તે ખરેખર તે મુનિઓને ધન્ય છે કે, જેઓ હંમેશા યાવચ્ચ કરનારા, જ્ઞાનદાન કરનારા અને તેમાં ઉપગ રાખનારા હેય. હું તે વળી સમગ્ર શાસ્ત્રના સદૂભાવ ન જાણનારે, બાહ્યમતિવાળો પ્રતિપત્તિ-સેવા કાર્યમાં મુંઝાએલે, આટલા માત્ર કાર્યમાં કેમ ચૂકી ગયો? આ પ્રમાણે પ્રભુના વચનરૂપી પવનથી ચેતવેલા પશ્ચાત્તાપરૂપી અગ્નિથી મનમાં એકદમ બળવા લાગ્યો. આ પ્રમાણે પૂર્વભવના હાથીના વૃત્તાન્તથી વૈરાગ્યમાર્ગ પામેલા સમગ્ર સાવદ્ય ગ ત્યાગ કરવાના ઉદ્યમવાળા થઈ સંયમમાં પરાક્રમ કરવા લાગ્યા. અપ્રમાદનો ઉપદેશ કેક અન્ય દિવસે કમલ-કેશને વિકસિત કરવામાં સમર્થ સૂર્યના ઉદ્દગમ સમયે વીરભગવંતને વંદન કરવા માટે શ્રેણિક રાજા બહાર નીકળ્યા. ભગવંત પાસે આવીને વિધિપૂર્વક વંદન કરીને યથેચિત સ્થાનમાં બેઠા. ભગવંતે ધર્મદેશના શરૂ કરી. તેમાં બે પ્રમાદ વગરના થવું.” એવી પ્રસ્તાવના કરીને ધર્મોપદેશ શરૂ કર્યો. જેમ કે મુનિઓને શ્રમણપણાનું મૂળ હેય તે અપ્રમાદ છે. કામદેવરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડનાર હેય તે અપ્રમાદરૂપી હાથી છે. અભિમાની મનરૂપી મેઘાડંબરને વિખેરવા માટે અપ્રમાદ એ વાયરા જેવું છે. કષાયરૂપ ગાઢ વનને બાળી નાખવા માટે અપ્રમાદ અગ્નિ સમાન છે. ઇન્દ્રિયેના વિષરૂપી હરણીયાએને નાશ કરવામાં અપ્રમાદ સિંહ સમાન છે. કુશલાનુબંધી પુણ્યરૂપી નવકુરને ઉત્પન્ન કરનાર અપ્રમાદ એ નવીન મેઘ સમાન છે. શાંત પરિણતિરૂપી ધાન્યને ઉત્પન્ન કરવામાં અપ્રમાદ એ શરદકાળ સમાન છે . ...........................હિમ(હેમન્ત કાલ છે. વિષયરૂપી વિકસિત કમલખંડને બાળવા માટે અપ્રમાદ એ શિશિરકાળ સમાન છે. સુંદર બુધ્ધિ ઉત્પન્ન કરવા માટે અપ્રમાદ એ વસંતસમય સમાન છે. કર્મરૂપી ગહન વનને તપાવવા માટે અપ્રમાદ એ ગ્રીષ્મકાળ સમાન છે. વળી આ જગતમાં ધર્મનું પ્રથમ મૂળ હોય તે અપ્રમાદીપણું છે. તે માટે સમગ્ર ઇન્દ્રિયેને ગોપવીને મુનિએ તેના વિશે પ્રયત્ન કરે. અહિં અપ્રમાદી મુનિવરો સમગ્રે અભ્યાસ કરેલાં શાસ્ત્રોના અર્થ-વિસ્તારને ધારી રાખનારા થાય છે અને આત્મીય ગુણ-સંપત્તિઓ પણ અપ્રમાદથી ઉત્પન્ન થાય છે લેકમાં પણ કહેવાય છે કે, “અપ્રમાદીને અર્થની સિધ્ધિ થાય છે ” તે પછી ધર્મની સિદ્ધિ માટે યતિઓને પ્રથમ કારણ હોય તે અપ્રમત્ત પણું છે. સંયમયગમાં ઉદ્યમ કરતા અપ્રમાદિ મુનિથી કદાચ જીવઘાત થઈ જાય, તો પણ અહિંસા કહેલી છે. મદ્ય, વિષય, કષાયાદિક, મદના પ્રમાદ સ્થાનકને વિશે જે યતિ અપ્રમાદી થાય, તે તેને ઇન્દ્રિયના વિષયો તેનું લંઘન કરતા નથી. અર્થાત્ તે સ્વાધીન ઈન્દ્રિયવાળા થાય છે. આમ સમજીને યતિજનોએ દઢપણે ધર્મમાં ઉદ્યમ કરે જોઈએ અને સર્વાદરથી મનને અપ્રમાદવાળું કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490