Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 451
________________ ૪૩૪ ચોપન મહાપુરુષનાં ચરિત ચુંબન કરે છે. (લેષાર્થ વિચાર) અનુરાગગુણ સાથે આશ્રિત થએલ ભાવાળી વેશ્યા અસ્ત પામતા સૂર્ય-કિરણની પંકિતઓ જેમ આકાશનો ત્યાગ કરે છે તેમ અર્થ રહિત થએલ મનુષ્યને પણ આ વેશ્યા હંમેશા ત્યાગ કરે છે. દૂરથી આવેલ પગમાં પડેલ જેને સમગ્ર ભાવાર્થ ગ્રહણ કરેલ—જાણેલ છે એવા લેખને ફાડીને દૂરથી જ ત્યાગ કરાય છે, તેમ દૂરથી આવેલ પગમાં પડેલ, જેનું સમગ્ર ધન ગ્રહણ કરી લીધું છે, કૃતન એવી વેશ્યાઓ તેવાને ફાડીને-ધનરહિત કરીને દૂરથી તેને ત્યાગ કરે છે. ઘણું લકોએ અનુકલ દાવ લાવવા માટે કરેલા પ્રયત્ન અને ધૃતકળાથી જેમણે જયની આશા રાખેલી છે, એવા ઘતકારની ઘૂત રમવાની કૉડીની જેમ જે વેશ્યાઓ પ્રત્યક્ષ જ ધન હરણ કરનારી થાય છે. સર્વ પ્રકારના કપટગર્ભિત આદરથી કહેલા વચનના કારણે કેમળ દેખાતી વેશ્યાઓ નેહબંધનમાં મૂઢ ચિત્તવાળા થએલા લોકો માટે લેહબેડીના બંધન કરતાં અધિક બંધન થાય છે. કાર્ય અકાર્યના વિવેક વગરની, પિતાનાં ચિત્ત અને આચરણને છૂપાવતી આ વેશ્યા મૂઢ ચિત્તવાળા લોકો માટે જાણે પ્રત્યક્ષ અસ્થિર કર્તવ્ય બુદ્ધિવાળી હોય છે. અનુસરવાને બેટો ડોળ કરનારી, કૃત્રિમ અનુરાગ વધારનારી, બનાવટી વિનય-વિવેક બતાવવામાં ચતુર એવી વેશ્યાઓ વિદ્વાન–પંડિતને પણ વિડંબના પમાડનારી થાય છે. વિવેકવાળા ઉત્તમ જનેએ વજેલી, મર્યાદા અને લજજા વગરની, હદયને અનુકૂળ ખુશામતનાં વચને વડે લોકોને મેહ પમાડનારી થાય છે. આ પ્રમાણે નિંદનીય વર્તનવાળી, નિંદનીય ખેડ અને ચિત્તવાળી વેશ્યાના બનાથી સંસારરૂપી જાળમાં ફસાવનારી વેશ્યાઓ સમજવી. આ પ્રમાણે એક સામટી સર્વ ભોગ દ્ધિનાં દર્શન થવાથી ઉત્પન્ન થએલા મેહના પ્રકર્ષવાળે, મહાખેલના પામવાના કારણે વિષયજળઘો પૂર્ણ અતિઊંડા કુવામાં ગબડી પડ્યો. કારણ કે તેને સિદ્ધાંતના અભ્યાસથી ઉત્પન્ન થએલ ઉપશમભાવ, માસ, અદ્ધમાસ, વગેરે કરેલ તપ, અસમંજસ કેશ-લેચથી અતિવિચિત્ર દેખાતું મસ્તક, શરદચંદ્રની ના-સમૂહ સરખું નિર્મળ ઉજજવલ કુલ ઈત્યાદિક સર્વ ભૂલીને વિષયસંગ કરવાની અભિલાષાવાળે તે વેશ્યાને ઘરે રહ્યો. આ પ્રમાણે પ્રયત્નપૂર્વક ભેગાવલી-કર્મના ઉદયને રોકવા છતાં ફરી ફરી ઉદય પામતા, શરદચંદ્રના વિશ્વમ સરખા ચંચળ, તેના કર્મના વિલાસે સાંભળીને તપથી દુર્બળ કરેલા દેહવાળાએ પણ તેવા કર્મને વિશ્વાસ કેવી રીતે કરે ? સકળ આગમના અવબેધવાળી મતિવાળા પણ તેને કેવી રીતે ગણવા ? કારણ કે, દૃશ્કર તપસ્યા કરીને દુર્બળ દેહ કરવા છતાં, તેમના સરખા પરાક્રમીની પણ આવા પ્રકારની અવસ્થા જોવામાં આવે છે. આમ થવા છતાં પણ ભેગાસત માનસ થવા છતાં, તે ધર્મના પરિણામથી ચલાયમાન ન થયા. કારણ કે દરરોજ સમગ્ર હેતુ-યુક્તિપૂર્વક લોકોને ધર્મ શ્રવણ કરાવીને ઘણું લેકને પ્રતિબંધ પમાડીને વીરભગવંતની પાસે દીક્ષા લેવા મોકલતા હતા. આ પ્રમાણે પ્રતિબોધ કરવામાં તેના દિવસો પસાર થતા હતા. bોઈક સમયે નંદિણના વૃત્તાન્તને જાણીને ઈન્દ્રમહારાજાએ એક બ્રાહ્મણને મોકલ્યા. આવતાં જ તેને ધર્મદેશના સંભળાવી. પર્ષદા સાંભળીને પ્રભાવિત થઈ કહેવા લાગ્યા કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490