Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 455
________________ ૪૩૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત સંભળાવતી હતી. આ પ્રસંગે આ મનુષ્ય નૃત્ય જેવા કે ગાયન સાંભળવા મન કરે? કે મસ્તક છેદાવાના ભયથી નિશ્ચલ મન કરીને અપ્રમાદી થઈને ગતિ કરે ? રાજાએ કહ્યું કે–તેવા પ્રકારની અવસ્થા પામેલાને મનહર નાવિધિ જોવાનું કે કિન્નર-યુગલ વડે ગવાતું હોય તેવું મધુર ગીત શ્રવણું કરવાનું મન થતું નથી, અથવા તો સુખ કરનાર સુંદર સ્પર્ધાદિક સેવન કરવાની અભિલાષા તેને થતી નથી. પિતાના જીવિતના સંશયમાં સર્વ ઈદ્રિના તમામ અનુકૂળ ભેગો તરફ મન જતું નથી અને અવસ્તુ લાગે છે. ત્યારે ભગવંતે કહ્યું કે જો એક ભવના મરણના ભય સમયે સર્વ ઇન્દ્રિયના ભે ગો તરફ મનની નિવૃત્તિ કરાય, તે પછી અનેક ભવના મરણના ભયવાળા તપ, નિયમ, સંયમ, જ્ઞાન-ધ્યાનાદિકમાં ઉદ્યમ મુનિએ સર્વ ઇન્દ્રિયના વિષયે તરફ મનની નિવૃત્તિ કેમ ન કરે? અથવા વિષયાદિકમાં રાગ-દ્વેષવાળું મન ન કરે. ત્યારે શ્રેણિકરાજાએ તે વાતને યથાર્થ પણે સ્વીકાર કર્યો. ભગવંતે ફરી દેશના શરૂ કરી. દર્દક દેવ આ સમયે તે પ્રદેશને પિતાના દેહની પ્રભાથી પ્રકાશિત કરતે એક દિવ્યપુરુષ ત્યાં આવ્યો. (શ્રેણિક ) રાજા સિવાય સર્વ પર્ષદાએ તેને જે. કેવું હતું ? અત્યંત સુંદર મહાભાવાળે, મનહર આકૃતિવાળે, મુગટમણિએના કિરણસમૂહથી દિશાઓને પ્રકાશિત કરતે, મણિજડિત ઉજજવલ કાનન કુંડલથી શોભાયમાન ગાલના અગ્રભાગવાળ, વક્ષસ્થલ પર ઝૂલતા એક અને અનેક સેરવાળા હારવાળે, ભુજા પર પહેરેલ મણિમય બાજુબંધના ઉદ્દઘાતથી મનહર ભુજશિખરવાળે, સુવર્ણનાં કડાંવડે અધિક ભિત કરયુગલવાળે, સુવર્ણના ઘડેલા કટીસૂત્ર સાથે લાગેલી મધુર શબ્દ કરતી ઘુઘરીઓવાળ, ભ્રમર. પંકિત એકઠી થએલી છે, એવા ક૯પવૃક્ષના પુષ્પની માળાવાળો, ગતિના કારણે ઉડતા દેવદૂષ્યના ઉછળતા પલ્લવથી શેભાયમાન, હાથ અને પગના નખના કિરણસમૂહથી મિશ્રિત કરેલા સૂર્ય કિરણવાળ, પિતાના દેહ અને આભૂષણની કાંતિથી ઉત્પન્ન કરેલ પ્રકાશમંડળવાળે, સૂર્યના બિબન વિભ્રમ કરાવનાર એક દેવ સમવસરણમાં આવ્યું. આ પ્રમાણે વિસ્મય પમાડતા અને વિલાસ કરતા તે દેવને આખી પર્ષદા જઈ રહી હતી, ત્યારે તે ભગવંતને વંદન અને સ્તુતિ કરવા લાગ્યો. કેવી રીતે ?– તપાવેલા સુવર્ણ સરખા નિર્મળ દેહની કાંતિવાળા હે ભગવંત!તમે જયવંતા વોં ! મેહર૪ના સમૂહને દાબી દેવામાં મેઘ સમાન હે નાથ ! તમારો જય . જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા, વ્યાધિની વેદના વિનાશ કરનાર વૈદ્યસમાન હે જિનેશ્વર ! સદ્ગતિના માર્ગે ગમન કરવા તૈયાર થનારને સહાય કરનાર ! નખરૂપી મણિઓના કિરણરૂપ કેસરાથી અને મનોહર અંગુલી-દલથી શોભાયમાન ! ભવ્યજનરૂપી પ્રચંડ ભમરા સરખા અમે તમારા ચરણકમળમાં પ્રણામ કરીએ છીએ.” આમ અનેક પ્રકારે ભગવંતની સ્તુતિ કરીને સરસ ગશીર્ષચંદનના વિલેપનવાળું ધરણીમંડલ કરીને પિતાને યોગ્ય પ્રદેશમાં બેસી ગયે. આ સમયે શ્રેણિકરાજા ચિત્તવિભ્રમથી તેને કે જેવા લાગ્યા ? “સડેલા હાથ–પગમાંથી વહેતા લેહી અને પરુના સમૂહથી દુર્ગંધવાળે, સૂઝેલા હાથપગમાં ફૂટેલા ત્રણ-મુખમાંથી ઝરતી રસીવાળ, ઊંચી-નીચી વિશાળ ઊંડા દેખાતા નાસિકાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490