Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 456
________________ દઈરાક દેવ-માયા ૪૩૯ પિલાણવાળો, સડી ગએલ પાંપણના પડલ અને લાલવણુંવાળા નયન યુગલવાળે, પવનના કારણે ઉછળીને ફેલાએલ અતિ દુર્ગધ વડે પીડા ઉત્પન્ન કરનાર, હાથમાં રાખેલા વચથી ધીમે ધીમે માખીના ટેળાને દૂર કરતે, દુર્બળતાના કારણે ન ઓળખાતા વદનવાળે, ગદ્ગદ સ્વરથી બોલતે તે દેવ કુણી બનીને રાજાની નજરમાં પડયો. તેવા પ્રકારના ઉદ્વેગ કરાવનાર રૂપને દેખીને રાજા ચિતવવા લાગે કે-“આ કોઢિયાને અહીં અંદર પ્રવેશ કરવા કોણે રજા આપી ? અહીં તેને પ્રવેશ કરવા માત્રથી સંતોષ થયે નથી, પણ નજીકમાંથી નીકળતી મહાદુગધથી આખી પર્ષદાને ઉદ્વેગ પમાડતે ભગવંતની પણ મહા આશાતના કરી રહેલ છે, તે પર્ષદા પૂર્ણ થયા પછી નક્કી મારે તેને શિક્ષા કરવી. એટલામાં શ્રેણિક રાજાને છીંક આવી. કેઢિયાએ કહ્યું કે, “જીવતા રહો. થોડા કાળ પછી અભયકુમારને છીંક આવી, ત્યારે કુછી દેવે તેને કહ્યું કે, “જી કે મરે” વળી પછી કાલસૌકરિકને છીંક આવી ત્યારે તેને કહ્યું કે “જીવતે નહીં અને મરતે નહીં, ડો સમય ગયે પછી પ્રભુને છીંક આવી, ત્યારે પેલાએ કહ્યું કે, “મરી જાવ.” તે વચન સાંભળીને રાજાના મનમાં કેપ-દાવાનળ સળગે. રાજાના મનભાવ પ્રભુ સમજી ગયા. અને કહ્યું કે, “હે દેવાનુપ્રિય ! આ કુષ્ઠી છે એમ ન વિચારવું, પરંતુ આ તે દેવ છે. આજે જ દર્દૂ રાંક નામના વિમાનમાં ઉત્પન્ન થયે છે.” રાજાએ કહ્યું કે કેવી રીતે ? ભગવંતે કહ્યું કે- “સાંભળો અહીં મધ્યદેશના વિભાગમાં અનેક મેટા મહેલેથી અલંકૃત મને હર ત્રણ ચાર માગ અને ચૌટાઓથી યુક્ત વસંતપુર” નામનું નગર છે. ત્યાં તીશુ તરવારથી અનેક શત્રુમંડલને નાશ કરનાર “અજાતશત્રુ નામને રાજા છે. ત્યાં યજ્ઞદત્ત નામને બ્રાહ્મણ છે. તેને “યજ્ઞશ્રી નામની પત્ની છે. તે બિચારો જન્મથી જ અતિશય દરિદ્રતાના દુઃખથી પરેશાની અનુભવ હંમેશાં બીજાની પાસેથી ભિક્ષા મેળવી પ્રાણવૃત્તિ કરતે પિતાને સમય પસાર કરે છે. કેઈક સમયે તેની ભાર્યાને ગર્ભ રહ્યો. પ્રસૂતિ-સમય નજીક આવ્યું, ત્યારે પિતાના પતિને કહ્યું કે- હે બ્રાહ્મણ ! થોડાક દિવસમાં બાળકનો જન્મ થશે. ઘરમાં એક દિવસમાત્રનું પણ ઘી, ચેખા કે અનાજ નથી, તે તદ્દન નિશ્ચિત કેમ બેઠા છે ? પતિએ જવાબ આપે કે, “મારી પાસે વિદ્યા, કળા કે પુરુષાર્થ નથી, તેમ જ કાર્ય કરવા જેટલી શકિત નથી, તે તું જ કહે કે મારે શું કરવું ? તે પત્નીએ કહ્યું કે - “રાજા જતા હોય તે માગે જાવ'. તે બ્રાહ્મણ સ્નાન કરીને જંગલમાંથી પુષ્પ, દૂર્વા, અંકુર આદિ હાથમાં લઈને સામે ગયે. તે દિવસે રાજા પણ સીમાડા પર આવેલા શત્રુ ઉપર હલ કરવા જઈ રહેલો હતે. શ્વેત પુષ્પ, દૂર્વા અંકુર વગેરે વસ્તુપૂર્ણ હાથવાળા બ્રાહ્મણને શકુનમાં દેખે. રાજાએ સારાં શકુન થયાં– એમ માનીને પિતાના પુરોહિતને કહ્યું કે- “પાછા આવ્યા પછી આ બ્રાહ્મણને મને દેખાડજો.” પુરોહિતે કહ્યું કે- જેવી આપની આજ્ઞા.” રાજા સરહદ પરના શત્રુ તરફ ગયે અને તેને પરાજય પમાડા. પોતાનો જય થવાથી પુષ્કળ દાન દેવરાવ્યું. પોતાના નગરમાં રાજા પાછા ફર્યા. મહાવિભૂતિથી પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. પરહિત સાથે રહેલા તે બ્રાહ્મણે રાજાને જે. રાજા પણ તેને દેખવાથી પુષ્પાદિક સહિત સારું નિમિત્ત મળવાના કારણે ઈષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490