Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 460
________________ દરેક દેવ-માયા ४४३ શ્રેણિકે પૂછયું કે, “હે ભગવંત ! હું છીંક ત્યારે “જીવતે રહે', અભયકુમારે છીંક ખાધી ત્યારે “જીવ કે મર” કાલસૌકરિકે છીંક ખાધી ત્યારે “જીવતે નહી કે મરતે નહીં અને તમે છીંક ખાધી ત્યારે “મરી જાવ' આમ કેમ કહ્યું ? ભગવંતે પ્રત્યુત્તર આપે કે–આમ કહેવાનું કારણ સાંભળે ! તમે છે રાજા, ઘણા આધકરણપણાના કારણે રાજ્ય નરકગતિ–યોગ્ય કર્મ ઉપાર્જન કરાવનારું છે, તે તમે જીવતા થકા રાજ્યસુખને અનુભવ કરશો અને મૃત્યુ પામ્યા પછી નરક પામશે–એમ ધારીને તમને એમ કહ્યું કે, “ જીવતા રહો. અભયકુમાર સારી રીતે ધર્મ અને અધર્મને જાણેલ હોવાથી પાપવાળા સાવદ્ય યોગના ત્યાગ કરવામાં રતિવાળે, તથા તે જીવત થકે તમારી કૃપાથી રાજ્યલક્ષમીને ભેગવનાર થશે, તથા મૃત્યુ પામ્યા પછી પણ દેવ કે જશે, માટે કહ્યું કે “જીવતા રહો, કે મરી જાવ ' ઘણુ જીવને ઘાત કરવામાં તત્પર થએલા કાલસૌકરિકના તે દિવસો જાય છે, તે જે “જીવતે રહે, તે ઘણું પ્રાણીઓના પ્રાણને નાશ કરનાર થાય. મરી ગયા પછી નક્કી નરકગતિએ જ જવાનો છે, માટે કહ્યું કે, “ન જીવતે રહે કે મરીશ નહિં'—એમ કહ્યું. હું છીં ત્યારે મને કહ્યું કે–“મરી જાવ તે કહેવામાં પણ આ કારણ છે કે, “આ મૃત્યુલેકમાં રહી શું કરવું છે? માટે નિર્વાણ પામે અને મેક્ષમાં જાઓ.” આ સર્વ સાંભળીને શ્રેણિક રાજાને પોતાનું નરકગમને જાણીને નરકનાં દુઃખને ભય ઉત્પન્ન થયે. ભગવંતને વિનંતિ કરતાં કહ્યું કે—“ત્રણ લેકના આધાર-તંભભૂત આપ સરખા મારા સ્વામીની હાજરીમાં મારે નરકે જવાનું હોય ? કારણ કે – ભાવસહિત આપને એક જ નમસ્કાર કરનાર પ્રાણીઓના સમગ્ર સં સારવાસરૂપી પાશન વિચ્છેદ થાય છે. કમેં આપેલા વિવરના કારણે આપને કરેલે એક જ નમસ્કાર આ જગતમાં જંતુને ફરી નરકના દુઃખને ઉત્પન્ન કરનાર થતા નથી. આપના ચરણ-કમળનાં કરેલ એક પ્રણામ જે ભાવથી કરવામાં આવે, તે તિર્યંચગતિ અને નારકીગતિમાં દુઃખ નાશ કરનાર થાય છે. હે પ્રભુ ! આપના ચરણકમળની સેવા કરવા માટે ભ્રમરપણુની આચરણ કરનાર અથવા સેવામાં તલ્લીન થનારને દારિદ્રય, વ્યાધિ, જરા, મરણ, કે સંસારમાં પીડાવા આદિથી થએલાં દુઃખો થતાં નથી. વળી નિર્મળ શ્રેષ્ઠ સમ્યક્ત્વ પામેલા જે આત્માઓ હંમેશાં તમારા ચરણમાં પ્રણામ કરે છે, તેઓને દેવલોકનાં ઉત્તમ સુખ દુર્લભ નથી. દેવલેમાં દેવતાપણાના સુખની વાત બાજુ પર રાખે, પરંતુ હું તમારા ચરણને અનુરાગી છું, તે મને આ નરકનું દુખ કયાંથી આવી પડ્યું ?” આ પ્રમાણે હૃદયની અંદરથી નીતરતા દુઃખસમૂહવાળી ગદ્દગદ વાણીથી બોલતા શ્રેણિક મહારાજા જાણે રુદન કરતા ન હોય તેવા જેવાયા.. આ પ્રમાણે બોલતા અને નરકગતિનાં દુઃખ ભય પામલા રાજાને દેખીને ભગવંતે આશ્વાસન આપતાં કહ્યું કે–“હે દેવાનુપ્રિય ! તમે અધીરા ન થાઓ, તમે પહેલાં આયુષ્ય બાંધેલું છે. આ વિષયમાં બીજે કઈ પ્રતિકાર કરી શકાતું નથી, તે પણ તમે ખેદ ન કરે. કર્મ–પરિણતિ દુર્લધ્ય છે. આવતી ઉત્સર્પિણીમાં તમે તીર્થંકર થવાના છે. ત્યાર પછી શુભ અને અશુભ કર્મ પરિણામ-ફલનું સ્વરૂપ ભગવંતની પાસેથી સાંભળીને “ધિક્કાર થાઓ આ રાજ્ય-વૈભવ ભોગવવાના ફળને – એમ માનતા શ્રેણિ કે ભગવંતના ચરણમાં પ્રણામ કરીને નગરમાં પ્રવેશ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490