________________
૪૪૨
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ત્યાર પછી ભૂખથી શરીરના વિભાગો શોષાઈ ગએલા હોવાથી, મહાતાપથી ઉકળેલી વનસ્પતિઓની ઔષધિઓથી રક્તપિત્ત આદિ વિકારો નાશ પામ્યા અને તેને કુષ્ઠવ્યાધિ મટી ગયો, તેના રસી ઝરતાં છિદ્રો ઉપર રૂઝ આવી ગઈ.નાસિકા–પ્રદેશ પાતળે થયે. હાથ, પગ, આંગળીઓના વિભાગો સઝા વગરના પાતળા થઈ ગયા.
આ પ્રમાણે અરણ્યમાં આહારની પ્રાપ્તિ ન થવાથી, અણગમતા જળનું પાન કરવાથી, અનિચ્છાએ ઉપસ્થિત થએલ લંઘન કરવાના કારણે દુર્બલ દેહવાળ, નાશ પામેલા વ્યાધિના વિકારવાળે કઈ પ્રકારે કંઠે આવેલા પ્રાણુવાળે મહામુશીબતે તમારા નગરના દરવાજા પાસે આવી પહોંચે. જેટલામાં છાયડામાં આવીને બેઠે, એટલામાં મૂછ આવી અને તેનાં નેત્રો બીડાઈ ગયાં. તેને જોઈને તમારા દ્વારપાળે કંઠદેશનું અવલંબન કરી જે તે, “આ તો બ્રાહ્મણ છે.” એમ ઓળખીને ઠંડા પાણીથી તેને સિંચ્યા, એટલે સ્વસ્થ થયે. સંજ્ઞા કરી કે, મને તરસ લાગી છે અને અંજલિ જેડી. દ્વારપાળે અત્યંત શીતળ જળનું પાન કરાવ્યું. તેને સમાચાર પૂછ્યા કે, તું ક્યાંથી આવ્યું ? તેણે પણ પિતાની યથાર્થ હકીકત કહી. પછી યથાયોગ્ય પથ્ય ભોજન કરાવ્યું. તે દ્વારપાળની સમીપમાં જ રહેવા લાગે. એમ કેટલાક દિવસે પસાર થયા. કેઈક સમયે દ્વારવાસી દેવતા સંબંધી યાત્રાને દિવસ આવે, ત્યારે સમગ્ર નગરસુંદરીઓ થાળમાં લાડુ, બલિ આદિ લઈને દેવી પાસે આવી, દેવીને બલિ ધરા. તે બલિના લાડુ વગેરે એવી રીતે ખાધા કે લાંબા કાળથી ભૂખથી દુબળા દેહવાળે થયે હતું, તેથી ગળાડૂબ એવું ભેજન કર્યું કે, પાણીને ઘૂંટડે પીવાને પણ અવકાશ ન રહ્યો.
આ સમયે હું અહીં સમવસર્યો. ભગવંત પધાર્યા છે, માટે વંદન કરવા જઈએ—એમ લોકેને કૈલાહલ ઉછળે. આ સમયે આ દર્દ રાંક દેવના જીવને ઘણા લાડુને આહાર કરવાથી આફરે ચડે, હવે જળનું એક ટીપું પણ સમાય તેમ નથી, તે પણ પિતાને અતિશય તરશ લાગી હતી. પાણી પાણીની બૂમ પાડતે અને ધ્યાન કરતે ઉત્પન્ન થએલ ઝાડાની વેદનાવાળે મરીને પુષ્કળજળપૂર્ણ વાવડીમાં દેડકાપણે ઉત્પન્ન થયે. ત્યાં પણ પાણીહારિણી સ્ત્રીઓનો કોલાહલ ઉછળ્યો કે, “અરે બાઈ ! મને માર્ગ આપ, મારે ભગવંતને વંદન કરવા જવું છે.' તે સ્ત્રીઓ કરેલ શબ્દ સાંભળીને પેલે દેડકે ઈહા, અપહ-વિચારણા કરતા હતા, તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે “ક્યાંય પણ પહેલાં આવા શબ્દો સાંભળ્યા છે”—એમ વિચારતાં પૂર્વભવને વૃત્તાન્ત યાદ આવ્યું. ત્યાર પછી “હું પણુ ભગવંતને વંદન કરીશ” – એમ ચિંતવીને ત્યાંથી આગળ ચાલ્યા. રાજમાર્ગે જવા પ્રવર્તે. જ્યારે તમે( શ્રેણિક ) મને વંદન કરવા માટે આવતા હતા, ત્યારે તમારા જ અશ્વના પગથી ચંપાઈ ગએલા શરીરવાળે તે વંદન કરવાના શુભ અધ્યવસાયવાળો મરીને “દરાંક” નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાં અવધિજ્ઞાનના ઉપયોગથી પિતાનો વૃત્તાન્ત જાણીને તમારા ચિત્તને સમેહ કરવા માટે અહીં કુઠીનું રૂપ તમને બતાવ્યું, જ્યારે પર્ષદાને મને હર દિવ્યરૂપ વેષધારીપણે પિતાને દેખાડ્યો. માટે હું કહું છું કે– આ કુષ્ઠી નથી, પણ “દરાંક” નામને માટે દેવ છે.”
આ સમયે દેવે પ્રત્યક્ષ થઈ રાજાને હાર તથા દોરાથી બાંધેલ લાક્ષામય મણિયુગલ આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org