Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 458
________________ [૨૦] દુર દેવને પૂર્વભવ ૪૪૧ આ પ્રમાણે તે પોતાના પરિવારથી પિતાને પરાભવિત થએલે જાણીને હૃદયમાં ફેલાએલા કેધવાળે તે વિચારવા લાગ્યું કે, “આ કૃતગ્ન મારા પરિવારને તેવા પ્રકારની શિક્ષા કરું કે, તેમની પણ આવી જ અવસ્થા થાય. એમ ચિંતવીને પિતાના પુત્રોને લાવ્યા. એકાંતમાં તેમને કહ્યું કે–“હે પુત્રો ! હું હવે વ્યાધિથી હાલવા-ચાલવા અશક્ત થયે છું. હવે આવી અવસ્થામાં મારે જીવવાનું પ્રયોજન નથી. તે આપણા કુળને એ આચાર છે કે, “છેલ્લી વખતે પશુને ચરુ તૈયાર કરાવીને પછી પિતાને અંત કરે.” તે મને એક પશુ લાવી આપો, જેથી હું તે પ્રમાણે અનુષ્ઠાન કરું.” પુત્રોએ એક બકરો લાવી આપે. પિતાએ પણ પિતાના શરીરમાં ઘત વગેરેનું વિલેપન કરી પછી પિતાના કુષ્ઠરેગના પરુ સાથે વિલેપન કરેલ ઘી ભેજનમાં મિશ્રણ કરીને પેલા બકરાને ખવરાવ્યું. એમ દરરોજ બેકડાને ભેજન કરાવતાં તેના શરીરમાં કુષ્ઠવ્યાધિને સંક્રમ કર્યો. વ્યાધિ-સંક્રાન્ત થએલા બેક્કાનું માંસ તૈયાર કરી ચરુ રંધાવ્યું. પુત્ર-પૌત્રાદિકને આપે. તેઓએ આ પશુનું માંસ ખાધું, એટલે તેઓનાં શરીરમાં વ્યાધિએ પ્રવેશ કર્યો. આ હકીકત રાજા અને નગરના જાણવામાં આવી, ત્યારે કોપાયમાન થએલા રાજાએ તેને નગરમાંથી નિવસિત કર્યો. નગરમાંથી નીકળીને હંમેશા આગળ ચાલતાં ચાલતાં તેણે સાગ, અર્જુન, તાલ, તમાલ વગેરે વૃક્ષોથી વ્યાપ્ત એવી ગહન અટવીમાં પ્રવેશ કર્યો. તૃષ્ણા અને તડકાથી ખેદ પામતે સુધાથી દુર્બળ દેહ અવયવવાળે આગળ આગળ જવા લાગ્યા. કેવી રીતે? અતિશય કઠોર સૂર્યકિરણોના સમૂહના દુસ્સહ તાપથી બળતા દેહભાગવાળો, દરેક દિશામાં સળગતા મયંકર અગ્નિની ઝાળથી જળતે, સતત વનદવથી બળી ગએલા વિશાળ વૃક્ષની ઉડતી રજથી ભસ્મ વર્ણવાળે, ભયંકર ઝિલ્લિકાના શબ્દથી બહેરા થઈ ગએલા કાનના મેટા વિવરવાળા, તૃષા અને તાપથી વિહલ થએલ દુર્બળ, બાળમૃગના સરખા ચંચળ નેત્રવાળે, ઝાંઝવાના જળથી છેતરાએલ દિશામાર્ગ તરફ પગલા માંડતે, સૂકાઈ ગએલ પર્વતની નદી અને મોટા દ્રહોને દેખીને નિરાશ થએલ, જળ વગરનાં જળાશને સુદ્ધાં દેખીને ઉડી ગએલ જીવનની આશાવાળ, અતિશય તરશ લાગવાથી સૂકાઈ ગએલા કંઠ, હોઠ, તાળવા અને જિહાવાળે, એકલા પડેલા હરણીયાની જેમ તે મોટા પર્વતની કંદરાઓમાં પરિભ્રમણ કરતા હતા. આ પ્રમાણે તીવ્ર તરશના આવેગના કારણે અશક્ત બનેલા દેહવાળ આમ તેમ જળાશયને જેતે જેતે જેતે હતું, ત્યારે એક પર્વત પરથી વહેતા ઝરણાના એક પ્રદેશમાં ઘણાં જીણું પાંદડાંથી મલિન જળ જેવામાં આવ્યું. જન્મથી દરિદ્ર હોય અને તેને શ્રેષ્ઠ નિધાનની પ્રાપ્તિ થાય, તેની જેમ આ તુષ્ટ થયે. ફરી જીવતર મળ્યું હોય તેમ, પિતાને માનતે તેની નજીક ગયે. ઘણું પ્રકારના વૃક્ષોનાં પત્રો, ફળ, મૂળીયાના રસ, સૂર્યકિરણ તપવાથી ઉકળતા જળમાં ભેગા થવાથી તુરા સ્વાદવાળા તે જળને અતિશય તરશ લાગવાથી ગળાડુબ પી ગયે. શેડો થડે વિસામે લઈને ફરી ફરી પીવા લાગ્યું. તાશ દૂર થવાથી ત્યાંથી આગળ ચાલ્યું. જેટલામાં શેડો માર્ગ કાપે, તેટલામાં ઘણા વૃક્ષોનાં વિવિધ પાંદડાં, મૂલ, ફલેના બેસ્વાદ કષાય -તુરા જળપાન કરવાના કારણે પેટની અંદર ચૂંક આવવા લાગી. અત્યંત ઝાડા થવા લાગ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490