Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 445
________________ ૪૨૮ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત દાવાનળ એલવાઇ ગયા, જજંગલના પશુઓ પાતપાતાની દિશામાં ચાલ્યા ગયા. તે સમયે કરુણાવાળા હાથીએ પગ સ્થાપન કરવાનું સ્થાન સસલા વગરનું દેખ્યું. પેાતે યા કરવાથી જીવ ખચાવવાથી કૃતાતાને અનુભવતા પૃથ્વીતલમાં ચરણ મૂકવા જાય છે, પર ંતુ અત્યંત જકડાઈ ગયેલા હાવાથી તેને વાળતાં તીવ્ર વેદના ઉત્પન્ન થઇ અને પગ સીધા કરવા સમથ ન થવાયુ. પરહિત કાર્ય કરવામાં ઉદ્યમવાળા તે હાથીને અત્યંત પીડા થઈ અને નિઃસહાય અવયવવાળો ઘટી ગયેલા સામર્થ્યવાળા એકદમ પૃથ્વીતલ પર ઢળી પડયા. નીચે પડતાં પેાતાનાં ગાત્રો માટાં હાવાથી, સમગ્ર અવયવા સતાપ પામેલા હૈાવાથી, શ્વાસ લેવાની તાકાત-રહિત થયેલા હૈાવાથી, ચિત્તની પરિણતિ વિષાદવાળી હાવાથી, આયુષ્ય ક્ષીણ થએલુ હાવાથી, ત્યાંથી ઉડવા અસમથ તે મહાહાથી કેટલાક દિવસ કલેશના અનુભવ કરીને મૃત્યુ પામ્યા. હે દેવાનુપ્રિય ! તે સમયની ઉલ્લાસ પામતા દયાના પરિણામથી ઉત્પન્ન થએલ સૌમ્યલેશ્યાના પ્રભાવથી તે ચલ્લણા’ મહારાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, અનુક્રમે તેના જન્મ થયેા. મેઘકુમાર’ એવું તેનું નામ પાડ્યું. દેહથી અને કળાઓથી વૃદ્ધિ પામવા લાગ્યા. ત્યાર પછી આગલા હાથીના ભવમાં હાથીઓની ક્રીડા કરવાના સ`સ્કારના કારણે હુંમેશાં અહી પણ તેવી જ ક્રીડા કરતા વિચરતા હતા. આ પ્રમાણે તેની પૂર્વભવની વાસનાને અનુરૂપ તેને વ્યવસાય મેં તને (અભયને) સંક્ષેપમાં જણાવ્યેા. આ પ્રમાણે ભગવંતે કહેલ ન દિષણકુમારના વૃત્તાન્ત સાંભળીને હૃદયમાં વૃદ્ધિ પામતા હવાળા અભયકુમાર ભગવંતને વંદન કરીને નગરમાં ગયા. એમ કરતા કેટલાક દિવસા પસાર થયા. કેઈક સમયે લાકપરંપરાથી પેાતાના પૂર્વભવના સબંધવાળી હકીકત જાણીને અંતઃકરણમાં ઉલ્લાસ પામતી વૈરાગ્યવાસનાવાળા મેઘકુમાર ચિંતવવા લાગ્યા કે માત્ર એક જીવને યાપરિણામથી બચાવ્યા, એને બદલે મને આવા વૈભવ-વિસ્તારવાળા મેટા ઉત્તમ રાજકુળમાં જન્મ થયાના મળ્યા. તે પછી જે મહાનુભાવ યતિએ નિરવદ્ય સંયમ પાળીને ઉપાર્જન કરેલા પુણ્યસમૂહથી નક્કી નિર્વાણ પામનારા થાય છે. ત્યાર પછી તે મેઘકુમાર સમગ્ર વિષયસુખ અને સ્નેહીઓની મમતાનો ત્યાગ કરીને વિજળીના ચમકાર સરખા ચપળ આયુ ષ્યને સમજીને, સધ્યા-સમયના આકાશના રંગ સરખી વૈભવસ્થિતિ દેખતાં જ નાશ પમનારી જાણીને, શરદઋતુમાં ઉત્પન્ન થએલ કમલપુષ્પની શાલા સરખા ક્ષણવાર ટકનાર યૌવનકાળને વિચારીને હૃદયમાં શ્રમણુપણું અંગીકાર કરવાના નિશ્ચય કરીને અભયકુમારની પાસે આવ્યે. અને કહેવા લાગ્યા કે-“તમારી અનુજ્ઞાથી હું ભગવંતની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરવાની અભિલાષા રાખું છું, ભગવંતની પાસેથી મારા પૂર્વભવના વૃત્તાન્ત પણ જાણ્યા છે. તે સમયે તિય ચપણામાં પણ પ્રાણીનું ઘાતથી રક્ષણ કર્યું, તે પછી અત્યારે મનુષ્યપણામાં આટલુ જ્ઞાન પામ્યા પછી પ્રાણીઓની રક્ષા કેમ ન કરું ? કેવી રીતે ? ગૃહસ્થપણામાં ક્ષણવાર પણ પ્રાણીની રક્ષા કરી શકાતી નથી. કારણ કે, જેમ પાણીની દર રહેલા પાણીને સ્પર્શ કર્યા વગર રહી શકતા નથી, તેમ મુનિપણા સિવાય ઘરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490