Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 441
________________ ४२४ ચપન મહાપુરુષનાં ચરિત એનું તે મુખ–જોવામાં પણ પાપ છે. કારણ કે, પિતા અને પિતામહના ક્રમાગત ચાલી આવેલ રાજ્યને નીતિશાસ્ત્ર ન ભણેલા યુદ્ધના વિભ્રમને ન જેએલ પોતાના બાળક પુત્રને સમર્પણ કરીને દીક્ષા લીધી છે. તેના શેત્રીઓએ તેના પિતાને દીક્ષા લીધેલી જાણીને નગર ફરતો લશ્કરદ્વારા ઘેરો ઘાલ્ય અને બાળરાજાને પણ ઘેરી લીધું છે. નગરના લેકેને પણ આવ-જાવ કરતા રોકયા. ઈધણાં, ખોરાક નગરમાં જતાં અટકાવ્યાં. નગર અને દેશવાસી લેકે પાસે ખોરાક અને ઈધણ ખૂટી ગયા, ત્યારે તેઓ અત્યંત વિષાદ પામ્યા. ત્યારે હવે બાળરાજકુમાર પણ તેવા પ્રકારની સ્થિતિ જોઈને “હવે શું કરવું, તે વિમાસણમાં મુંઝાયે.” માટે મેં કહ્યું કે, એવા પુત્રના વિવેક વગરનાને વંદન કરવાથી સયું –એમ બોલતા તેની પાસેથી આગળ ચાલ્યા તે સાંભળીને પ્રસન્નચંદ્ર મહર્ષિ મુનિ પિતાના દીક્ષિત આત્માને ભૂલી ગયા, ગુરુજનને ઉપદેશ વિસરાઈ ગયે, વિવેકને અવસર ચાલ્યો ગયે, “યતિપણામાં છું” એ વાત યાદ ન રહી. મનમાં કે પાગ્નિ વધવા લાગે. વિચાર કરવા લાગ્યા કે- “માત્ર તે કુમાર શારીરિક સામર્થ્ય વગરને નથી, પરંતુ મંત્રિ-મંડલ વગેરે પ્રજાજન પણ ઘણે ભાગે સામર્થ્ય રહિત થઈ ગયા છે. નહિંતર હું એક જ બસ છું, પરંતુ ત્યાં તે પરાધીન છે. બીજું તેવી બાલ્યવયમાં જ મેં તેને રાજ્ય સેંપ્યું. અથવા તે સ્વામી વગરનું જે કાંઈ હોય, તે સર્વ લૂંટાઈ જાય છે. બાળકમારે કઈ દિવસ શત્રુ–સૈન્યને વિલાસ દેખે નથી, યુદ્ધ કેમ કરવું ? તેને અભ્યાસ કર્યો નથી. જે હું ત્યાં હત, તે પ્રવેશ-નિર્ગમ કરવા એગ્ય કિલ્લાને બરાબર સજજ કરીને, અટ્ટારીમાં અંદરના ભાગમાં ઉંચા રહીને ધનુષથી બાણે શત્રુ ઉપર ફેંકીને શત્રુઓથી અલંઘનીય નગર કરીને હું એકલે જ ઘણું હાથીઓની શ્રેણિ એકઠી કરવા પૂર્વક શત્રુઓને વેરવિખેર કરી નાખ્યું. એટલું જ નહિં, પરંતુ બખ્તર અને શસ્ત્રોથી યુક્ત, પ્રવર્તાવેલા અનેક રવાળે, વળી પલાણેલા ઘોડાના ખડખડાટ કરતા અને ઘણુઘણાટ શબ્દ કરતા ઘડેસ્વારે જેમાં દેડી રહેલા છે. બીજી બાજુ “ મારે મારે” એવા ઉદુભટ શબ્દથી યુકત પ્રચંડ સભટોની સાથે એકઠા થતા શત્રુસુભટો જેમાં, યુદ્ધ-વ્યાપારમાં સ્થિર થઈને શત્રુ-સેનાને પ્રહાર વડે નસાડી મુકું. કેવી રીતે? વિશાલ કપિલતલથી ઝરતા મદજળથી થએલા અંધકારમય નેત્રમાર્ગવાળા, શુંડાદંડના અગ્રભાગથી નીકળતા જળબિંદુઓવાળા શ્રેષ્ઠ હસ્તિસેનાવાળા, વક્ષસ્થલમાં સ્થિર કરેલા કવચયુક્ત તેમ જ વેગથી ઉદ્ધત અશ્વોની ખાંધ પર રહેલા રથસમૂહવાળા, ઊંચા નીચા સ્થાનમાં દેડતા બખ્તર ધારણ કરેલા અશ્વસ્વારે વડે ‘મારે મારો’-એવા શબ્દ કરાતા, રણમાં દક્ષ બખ્તરથી સજ્જ કરેલ કઠોર ખરીવાળા અશ્વોના સમૂહવાળા હોવા છતાં પણ અત્યંત ચમકતા વાવલ, સેલ, ખડુ આદિ હથિયાર વડે જેમાં ખડકારના શબ્દો કરેલા છે, નિપુણ પદાતિએનાં મંડળ જેમાં સામે ઉતરી આવેલા અને પ્રસાર પામી રહેલા છે, પ્રતિદિન વૃદ્ધિ પામતા ભિન્ન ભિન્ન બૃહોની રચના કરવામાં તત્પર, શસ્ત્રધારી અસહ્ય ત્રાટક્તા શત્રુર ને મારું. સૈન્ય ભગ્ન થયું હોવા છતાં પણ મારા હૃદયમાં પ્રસાર પામતા સાહસની સહાયતાવાળો હું એકલે જ યુદ્ધમાં નિષ્કપ અને સ્થિર-ચિત્તવાળે, નવીન તીક્ષણ તરવારની ધારના આઘાતથી નહિં વિંધાએલ ઉદ્ભટ દેહવાળે, ક્રોડ, લાખે હજારો સેનાને એક પુરુષની જેમ માન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490