Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 439
________________ ૪૨૨ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત ઉરસ્થલ સાથે અથડાતા મેઘમંડળ જેથી, પરસ્પર સચાગ અને વિયેાગ પામે છે. મેઘમ'ડળે વરસાવેલી શીતળ બિન્દુઓવાળી ધારાઓ વડે પૃથ્વીરજ જેનાથી શાંત થઈ છે, એવું સૂર્યચંદ્રતુ વિમાનયુગલ નીચે ઉતર્યું. ત્યાર પછી દેવા અને અસુરાવડે દૂરથી જ વિસ્મય પૂર્ણાંક જોવાતા સૂર્ય અને ચંદ્રના અધિપતિ દેવા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને યથેાચિત સ્થાને બેઠા. પ્રભુએ પણ ધર્મ-શ્રવણુ માટે ઉત્સુક પદાને જાણીને ધ દેશના શરૂ કરી. કેવી રીતે?— ધર્મ-દેશના મહાપ્રાણાતિપાતથી વૃદ્ધિ પામી રહેલા વ્યવસાયવાળા જીવ જેવી રીતે અત્યંત કલેશવાળાં અનિષ્ટ દુષ્ટકમ ઉપાજન કરે છે, પેાતાના પ્રયત્નથી લાંબા વ્યર્થ આલાપ ખેલનાર અશુદ્ધમનવાળા જીવ ક્ષણમાં અત્યંત પાપ જેવી રીતે ખાંધે છે. અનેક શૌય કર્મ બંધનની આસક્તિવાળા બીજાને લૂંટતે જીવ અતિ પ્રખળતાથી જેવી રીતે પાપ ઉપાર્જન કરે છે, અત્યંત સુંદર પારકી મહિલાઓના કામ-પ્રસગના વ્યસનવાળા મૂઢાત્મા જેવી રીતે દુર્ગાંતિમાં લઈ જનાર અશુભ કર્મને ઉપાર્જન કરે છે. દુષ્ચરણુના આચરણમાં આસક્ત મનવાળા, મોટા આરંભ–પરિગ્રહથી એકઠા કરેલા ધન-ધાન્યના સમૂહવાળા જેવી રીતે વિપુલ ક-સંચય કરે છે. જેણે ધ, માન, માયા, લાભ કષાયથી સુકૃત-પરિણામ નષ્ટ કર્યો છે, એવા જીવ પેાતાના આત્માને નરક–તિય ચગતિમાં ગમન કરવા ચેાગ્ય જેવી રીતે મનાવે છે. તેમ જ જેવી રીતે જીવ સમગ્ર ક°-મલના સમૂહના ત્યાગ કરીને અત્યંત શાશ્વત શ્રેષ્ઠ મુકિત-સુખને પામે છે. આવા પ્રકારની પ્રભુએ ધમ દેશના આપી. આ પ્રમાણે પ્રભુએ ધ કથા પૂર્ણ કર્યાં પછી, જગતના અપૂર્વ કલ્પવૃક્ષ સરખા તે સૂર્ય –ચંદ્ર ભગવંતને પ્રદક્ષિણા કરવા પૂર્વક પ્રણામ કરીને વિમાનરત્નમાં આરુઢ થઈને સમવસરણમાંથી આકાશ તરફ ઉડચા, વિમાના કેવાં હતાં ?– અતિશય નિમલ કિરણ-સમૂહની પ્રભાના કલાપથી દિશા-વલયાને જેણે વિવિધ રંગએર’ગી વણુ મય કરેલાં છે. દિશાવલયના અંતરાલને પૂર્ણ કર્યાં પછી જેઓએ વિમાનરત્નાને અધિષ્ઠિત કર્યો છે, વિમાનરત્નમાં ઉપર માંધેલા ચંદ્રના છેડે રહેલા મુતાલની ચૂડાને વળગીને લટકતા નિલ મણિએના ઝૂમખાવાળા, મણિએના ઝૂમખા પરસ્પર અથડાવાથી ઉછળેલ રણુઅણુ કરતી મધુર ઘુઘરીઓના શબ્દવાળા, ઘુઘરીઓના મધુર શબ્દયુક્ત પવનથી ઉડતી ઉજ્જવલ ધ્વજાપટવાળા સૂર્ય-ચંદ્રનાં વિમાન સમવસરણમાંથી આકાશમાં ઉડયાં. તમાલપત્ર સરખા શ્યામ આકાશતલભાગમાં થઈ ને પેાતાના નિવાસમાં ગયા. તેવા પ્રકારનું પૂર્વે ન અનુભવેલ વિમાનદર્શન કરીને દેવા અને મનુષ્ય મહાઆનંă પામ્યા. વિસ્મયથી વિકસિત નેત્રવાળા તે માંહેામાંહે મંત્રણા કરવા લાગ્યા કે, આ તે આશ્ચર્ય છે. અથવા • અનંતા કાલે આવું કાઈક આશ્ચય ઉત્પન્ન થાય છે.’ એમ વિચારી પદા જ્યાંથી આવી હતી, ત્યાં પાછી ફરી. [૧૭] ગોશાળાને પ્રતિષ ખાલતપ કરીને ઉપાર્જન કરેલ તેજશ્વિને વહન કરતા ગોશાળા જ્યાં જ્યાં ભગવત યથાક્રમ વિહાર કરતા હતા, ત્યાં ત્યાં હું જ સÖજ્ઞ છું”-એમ જાતેજ પેાતાની પ્રશંસા કરતા ભ્રમણુ કરતા હતા. કાઈક દિવસ એકલા સમવસરણમાં આવી પહોંચ્યા અને પ્રશ્ન કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490