Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
ધરણેન્દ્ર કરેલ ઉપસર્ગ–નિવારણ
૩૬૫ પ્રભુના ઉપર શૂળ માફક વરસતા હતા. ચાંદી સરખી કાંતિવાળી જે વિજળી મેઘના માર્ગમાં પહેલાં હતી, તે જ વિજળી ત્રિભુવનગુરુના શરીર વિષે જળધારા માફક દેખાવા લાગી.
દેવ વડે કરેલા મેઘના ગજરવથી પ્રચંડપણે પડતા જળધારાના વેગવાળું જળ પ્રથમ પ્રભુના દેહ ઉપર અને પછી પૃથ્વી ઉપર પડતું હતું. જુદા જુદા રંગવાળા મેઘ અને મેઘધનુષના છેદથી પરવાળા સરખા અરુણ વર્ણવાળા સમુદ્રના તરંગોની જેવાં જળ મેઘ વડે પ્રભુ ઉપર ફેંકાતાં હતાં. યુગાન્ત કાળના વિલાસવાળા ફેલાતા વાયરાંથી ઊંચા વૃક્ષવાળા ગહન વનને ઉખેડી નાખનાર, ઊંચી કરેલ સુંઢથી ઓળખાતા ભ્રમણ કરતા હાથીઓના ટેળાને જળપ્રવાહમાં તાણી જનાર, મેઘના ભયંકર : ગજરવથી ત્રિભુવનમાં પ્રલયની શંકા કરાવનાર, ભારી વર્ષા પ્રભુના શુભ ધ્યાનને ભંગ કરવા પ્રસાર પામતી હતી.
આ પ્રમાણે દેવે કરેલ અતિશૂલ જળધાર વરસવારૂપ મહા ઉપસર્ગ પ્રવર્તતે હવા છતાં પણ વૃદ્ધિ પામતા સ્થિર પરિણામવાળા, મેરુ પર્વતની જેમ અડાલ કાયાવાળા ભગવાનને ભયંકર આકૃતિવાળા રાક્ષસને દેખવાથી આંખને, મેઘના ગડગડાટ કરતા શબ્દોથી કાનને, ભયંકર વિજળી ચમકવાથી મન અને કાયાને ક્ષોભ ન થા. સમગ્ર ઉપસર્ગોની અવગણના કરનાર ભગવંતના નાકના છિદ્ર સુધી વર્ષાજળ આવી ગયું. આ સમયે ધરણેન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું.
અવધિજ્ઞાનના ઉપગથી ભગવાનના ઉપસર્ગને વૃત્તાન્ત જણા; એટલે ચંદ્રકિરણ સરખે ઉજજવલ શરકાળ વર્ષાકાળને દૂર કરીને પ્રગટ થયા. તેમ જ ધરણાધિપ પિતાની પ્રિયાએ સાથે ત્યાં આવી પહોંચ્યા. પ્રિયાઓ કેવી ?--
ચમકતી પાંપણુયુગલ-ચંચળ કનીનિકા સહિત નેત્રવાળી, અતિશય ધવલ વર્ણવાળા કાસપુષ્પ સરખી કાંતિવાળા નેત્રથી વિલાસપૂર્વક અવલોકન કરતી, ખૂબ પાકેલા બિંબફલ સરખા લાલ હઠની બમણી શોભાના આડંબરવાળી, નાની પતલી નાસિકા વંશથી આહુલાદક વદનવાળી, ઝૂલતા કાનના કુંડલ જેમાં પ્રતિબિંબિત થયા છે, તેવા દર્પણ સરખી પ્રભાયુક્ત કપિલતલવાળી, કટાક્ષના વિલાસથી આણેલા મનહર સૌભાગ્યના ગૌરવવાળી, ચમકતા બારીક કેશની ઘૂમતી લટથી શેભિત ભાલતલવાળી, અંજન સરખી કાળી કાંતિવાળા લટતા કેશપાશવાળી, મસ્તક પર પડતા સર્પના કુરાયમાન કુકારવાળી. ઉન્નત સ્થૂલ પુષ્ટ સ્તનપટ પર સ્થાપન કરેલ ચંચળ હારવાળી, કમળ કમલ નાળના કંકણથી શેભાયમાન ભુજાવાળી વિશાળ નિતંબતટનું અવલંબન કરતી મધુર શબ્દ કરતી ઘુઘરીઓવાળી કટિ મેખલા પહે રેલી, ત્રિવલીની લહેરેના સંગથી મનહર પાતળી કમ્મરવાળી, છાલ વગરના કેળના ગર્ભ દલ સરખા સુંવાળા ઉજજવલ સાથળ યુગલવાળી, અશેકવૃક્ષના નવીન કુંપળ સરખા અરુણ મનેહર ચરણતલવાળી, સુંદર અને લાવણ્યથી પરિપૂર્ણ સમગ્ર દેહવાળી પિતાની પ્રિયતમાઓ સાથે ધરણેન્દ્ર ત્યાં આવી પહોંચ્યા.
વિજળીના અગ્નિથી જળી ગયેલ, વર્ષાજળ પડવાના કારણે ચારે બાજુથી જળથી ઘેરાએલ, પ્રલયકાળના અગ્નિની વાલાથી ભરખાઈ ગએલ સમુદ્રમાં ઉભા રહેલ પર્વત સરખા ભગવંતને જોયા. તેવા પ્રકારની ઉપસર્ગવાળી સ્થિતિમાં રહેલા દેખીને સમગ્ર આકાશમંડલના પદેશને આવરી લેતું શરદના વાદળ સરખું ઉજજવલ હિજર ફણાવાળું છત્ર ભગવંતના ઉપર વિકવ્યું. દૂર અતિ ઉચે ફણું ધારી રાખેલ હોવાથી વિજળીના ઉજળા ચમકારા તેમના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490