Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 425
________________ ૪૦૮ ચોપન્ન મહાપુરુષોનાં ચિરત દેહમાંથી નષ્ટ થએલ તૈય સમૂહવાળા, ત્રાસ થવાના કારણે મુખ ઉપર ઉત્પન્ન થએલ મલિનતાવાળા, સામા પડીનેજેણે યુદ્ધકા બંધ કરેલ છે, સ્ત્રીની જેમ ઉત્પન્ન થએલ નિખ`ળતાના ભાવવાળા, લેાકગુરુ વષૅ માનસ્વામીના નામનુ ધ્યાન કરતે, નમી પડેલા પરાક્રમ અને અભિમાનવાળા, શેષનાગથી વીંટલાએલા માના માંડલવાળા ચમરાસુર, ચિંતામણિ-રત્ન સરખા જેણે સમસ્ત પ્રાણીઓના મનારથા ચિંતવવા માત્રથી પૂર્ણ કર્યાં છે, કલ્પવૃક્ષની જેમ જેણે કલ્પના સાથે જ મનેાવાંછિત પદાર્થોં ઉત્પન્ન કર્યાં છે, એવા જગદ્ગુરુના ચરણ કમળ પાસે આવ્યા. ચરણ-કમળ કેવા ? -ચમકતા નિર્મલ નખરૂપ મણુિઓના કિરણાથી ઉત્પન્ન કરેલ કેસરાકાર કિંજલ્કવાળા, અતિકોમલ અશુલિરૂપ લેાના મંડળથી શાભતા, વિસ્તી મનેાહર લાવણ્યરૂપ જળના મધ્યભાગમાં રહેલી નિર્મળ કાંતિવાળા, ઉત્પન્ન થઈ છે પત્રશંકા જેમાં એવી કાંતિવડે થએલ કામલ છાયાવાળા, તપરૂપ લક્ષ્મી સાથે ક્રીડા યેાગ્ય અત્યંત પરસ્પર સંગત ગુપ્તાંગવાળા, પાણૢિતલરૂપી કણિકાના મડલથી ચારે બાજુ અતિ ઘેરાએલ તીવ્રતપથી પ્રસાર પામતી ગધસરખી ઋદ્ધિયુક્ત પ્રભુના ચરણકમળનું ભ્રમરની જેમ દાનવરાજ ચમરેન્દ્ર શરણુ પામ્યા. સમગ્ર ત્રણે લેાકને આશ્વાસન આપનાર જગદ્ગુરુના ચરણ-કમળ રૂપી વૃક્ષની છાયામાં આશ્રય કર્યાં. આ સમયે પ્રભુના ચરણ-કમળની છાયાનુ અવલંબન કરનાર ચમરાસુરને દેખીને વદેવ આ પ્રમાણે કહેવા લાગ્યા કે અરે ચમરાપુર ! આમ કરીને તે સુંદર કર્યું. ખરેખર અમારા જીવન-પર્યંતના કાળ સુધી તે અમારા ચિત્તને પ્રભાવિત કર્યું. હું ચમર ! આ મહાપુરુષ તારા એકલાને માટે માત્ર અશરણુ નથી, પર ંતુ અશરણુ એવા ત્રિભુવનનાઅમારા અને ઈન્દ્રના પણ શરણભૂત છે.તે ઈન્દ્રમહારાજના પરાક્રમના પરાભવ અને તિરસ્કારવાળાં વચના એલવાના જે અપરાધ કર્યાં, તે સર્વ પ્રભુનું શરણ સ્વીકારીને સવ થા ભૂંસી નાખ્યા.’ પ્રભુના ચરણરૂપી વૃક્ષની છાયામાં રહેલા ચમરને આ પ્રમાણે કહીને વૃદ્ધિ પામતા ભાવથી પરિપૂર્ણ અને મંદ નમણી દિષ્ટ કરવા પૂર્વક હૃદયમાં ઉત્પન્ન થઈ પ્રસાર પામતી સૌમ્યતાયુક્ત વાદેવ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવા લાગ્યા. તે સમયે તે કેવા દેખાવા લાગ્યા ? – ચમકતા તેજમ’ડળવાળા સુવર્ણની એકઠી કરેલ નિર્મલ કાંતિવાળા મેરુપર્યંતના મધ્ય ભાગનાં શિખર પર રહેલ નિલ કરણેાની વિશાળ કાંતિવાળા સૂર્ય સરખા, પ્રજવલિત અગ્નિજવાલાના વિકાસ થવાના કારણે જેણે અધકાર-સમૂહ દૂર કરેલ છે એવા, જાણે સ્ત્રીઓએ ઉતારેલ આરતીને દ્વીપક ન હેાય તેવા દેખાવેા લાગ્યા. જગદ્ગુરુના દેહની પ્રભાથી આંખા થએલ પેાતાના કાંતિમંડળને વિચારીને જાણે દેવ પગમાં પડતા ન હોય ? આ પ્રમાણે વાદેવ ત્રલેાકનાથને ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્ણાંક નમસ્કાર કરીને વેગથી પેાતાના ઇચ્છિત સ્થાને ગયા. તે દેવ ગયા પછી પૃથ્વીતલ પર રગદોળાતા ચપળ હારવાળા, ચમરાસુર જગન્નાથને પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે ? ' “ દેવા, મનુષ્ય અને તિય"ચાએ કરેલા મહાભયને જિતનારા ! આત્મામાં વિસ્તાર પામેલા ધ્યાનાગ્નિ વડે કર્મારૂપી ઈન્ધનના સમૂહ જેમણે બાળી નાખેલા છે. એવા હે વીર ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490