Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 433
________________ ૪૧૬ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત સંયમ પાલન કરવા માટે ધર્મોપકરણ ગ્રહણ કરવાં જોઈએ. નહિંતર જગતમાં છકાયના જીવોની જયણું ન જાણનાર છદ્મસ્થ મુનિએથી નિરવદ્ય પ્રાણિદયા કેવી રીતે જાણી-પાળી શકાય ? ઉદ્દગમ, ઉત્પાદનો અને એષણના દેષથી રહિત, સમગ્રગુણયુક્ત હોય તે જ ગ્રહણ કરવું, પરંતુ હિંસાદિ-દોષયુકત હોય, તે ગ્રહણ ન કરવું. સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આચરણ કરનાર, સમસ્ત મમત્વ, ભય અને અહંકારને ત્યાગ કરનાર સમગ્ર શકિતશાળી તેના દોષોની શુદ્ધિ કરી શકે છે. જ્ઞાનાતિશયની અવલોકન-રહિત અભિમાન-ધનવાળે જે ઉપકરણને પરિગ્રહ કહીને બ્રાંતિ ઉત્પન્ન કરાવનાર તે ધર્મનાં ઉપકરણને પણ પરિગ્રહ માનનારે માણસ હિંસક જાણ, તત્વને ન જાણનાર હોય તેવા અજ્ઞાની લેકેને તેષ પમાડવાની ઈચ્છાવાળે સમજ. જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી, વનસ્પતિ તથા ત્રસપણે ઉત્પન્ન થએલા ઘણું જેનું ધર્મોપકરણ સિવાય રક્ષણ કરી શકાતું નથી. જે વળી વેષ-ઉપકરણ ગ્રહણ કરીને ગણ કરણમાં દૂષણ લગાડે એ દૌર્યરહિત મૂઢમતિવાળે થાય, તે પિતાને જ ઠગનારે થાય છે. આ પ્રમાણે સંયમમાં ઉદ્યમ કરનાર ઘણા ગુણ કરનારા ધર્મના ઉપકરણ-વિષયક વિચાર કરીને ત્યાં ઈન્દ્રભૂતિએ પાંચસો શિષ્યના પરિવાર સાથે પ્રવજ્યા અંગીકાર કરી. આ-સમયે “ઈન્દ્રભૂતિએ દીક્ષા લીધી એમ લોક-પરંપરાથી સાંભળીને વિદ્યા અને બેલના અભિમાની તે દિશામાં મુખ કરીને નજર કરતા, ભાઈને પાછો લાવવાની બુદ્ધિવાળા, પાંચ શિથી અનુસરતા માર્ગવાળા અગ્નિભૂતિ પૂછવા લાગ્યા કે, “અરે ! કર્મ છે કે નહિ ? તે કહે.”-એમ બોલ્યા. પછી ભગવંતે કહ્યું કે, “ગૌતમ ગોગાવાળા હે અગ્નિભૂતિ ! સુખ-દુઃખના કારણભૂત કર્મ છે, તે તેના કાર્યથી જાણી શકાય છે. કારણ વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી. જેમ બીજથી અંકુરની ઉત્પત્તિ થાય છે. જો તમે એમ માનતા હે કે-દુઃખની ઉત્પત્તિ કારણ વગરની છે, તે અંકુરને પણ વગર બીજે ઉત્પન્ન થયેલ છે–એમ માનવું પડશે, પણ તેમ માની શકાશે નહિં, કારણ કે, ફળરૂપ કાર્ય પ્રત્યક્ષ છે. હવે કદાચ તમે એમ માને કે સુખાદિકના પ્રત્યક્ષ દેખવામાં આવે, તે જ કારણ થશે, ફળપણથી, અંકુરની જેમ, નહિંતર પ્રત્યક્ષ દેખાય છે, તેની હાનિ અને ન દેખાતા એવા પરોક્ષની કલ્પના કરવી પડશે, પરંતુ તેમ કરવું યોગ્ય નથી, તેમાં એકાંતિક્તા નથી. કારણ કે સાધારણ કારણથી યુક્ત અને સુરભિ અંગરાગ, પુષ્પમાળા, કેશગુંફનવાળી યુવતિ સમીપ હોવા છતાં પુરુષયુગલને સુખ-દુઃખના અનુભવ વિશેષ ફલમાં સમાનતા નથી અને તે ફલ હેતુ-રહિત નથી, કાર્ય હોવાથી, ઘડાની જેમ. હેત વગર જે કાર્ય ઉત્પન્ન થાય છે, તે આકાશની જેમ સમજવું અને સુખ-દુઃખ આદિ તેમ નથી. જે સાધારણ સાધનથી સંયુકત વસ્તુઓના વિશેષ ધર્મની ઉત્પત્તિ માટે થાય છે, તે કર્મ છે. આમાં પ્રત્યક્ષથી વિરુદ્ધ એવી કઈ કલ્પના નથી. માટે હે અગ્નિભૂતિ ! કર્મ છે એમ સ્વીકાર કરો. તેમજ– નિર્મલ મણિ-રત્નના કિરણની પ્રભારૂપ દીપકથી દૂર થએલ અંધકાર પ્રસરવાળા અને નિર્મલ મુકતાવલિઓ લટકાએલ ભવનમાં કંઈક પુણ્યશાળી સુખ અનુભવતે વાસ કરે છે, જ્યારે બીજો કોઈ નિભાંગી ઉંદરેએ કરેલ સેંકડો છિદ્રવાળા, ધૂળથી ભરેલા, સેંકડે ખાડાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490