________________
૪૧૪.
ચોપન્ન મહાપુરુષોનાં ચરિત ચારે બાજુ જન પ્રમાણ પરિમંડલાકાર પૃથ્વીપીઠને કાંટા, કાંકરા, ખાડા ટેકરા વગરનું સપાટ નિર્મલ સુંદર અરિસા સરખું બનાવી, અતિશય સુગંધી પરિમલના કારણે એકઠા થએલા ભ્રમરોએ કરેલા ગુંજારવથી દિશાના અંતે મુખરિત કરેલા છે, ઘટી ગએલા ક૫વૃક્ષના ગુણના ગૌરવવાળ અર્થાત તેથી અધિક સુગંધી પવન મંદ મંદ વાવા લાગ્યો. પત્રપુટમાંથી ઝરતા મકરંદથી દિશાના અંતે રંગાઈ ગયા છે એ કલ્પવૃક્ષોને પાંચ વર્ણન પુષ્પસમૂહ આકાશમાંથી પડવા લાગે. નિર્મલ દૃઢ ભિત્તિસ્થળથી ઉછળતી કાંતિના સમૂહવાળો એવો રજતનો કિલે ઉત્તમ ક્ષીરસમુદ્રની જેમ રમ્યતાથી મન હરણ કરતા હતા. અત્યંત પીતવર્ણવાળે અને ઉજજવલ સંપૂર્ણ નિર્મલ પ્રભાના વિસ્તારવાળો સુવર્ણ કિલ્લે વિજળીના કુંજની જેમ ઉત્પન્ન થયા. વિવિધ વર્ણવાળ મણિ-રત્નોનાં કિરણે એકઠાં મળવાથી મનહર ઈન્દ્ર ધનુષની સરખી કાંતિવાળા મણિને કિલ્લો સ્થાપન કર્યો. તાજા રસવાળા પ્રગટ થતાં ચંચળ પલ્લવોથી શોભાયમાન, ઉત્તમ ઉત્પન્ન કરેલા ગુચ્છાઓથી જેની શિખા ઉછળી રહેલી છે, એ અશોકવૃક્ષ વિકુવ્યું. આકાશગણના માર્ગમાં નિર્મલ ચંદ્ર અને દર્પણ સરખી પ્રભાવાળા, સૂર્યનાં કિરણોના પ્રસારને આચ્છાદિત કરનાર એવાં ત્રણ છત્રો સ્થાપન કર્યા. પહેલા મુખવાળા સિંહાકૃતિથી શોભાયમાન વિવિધમણિઓથી બનાવેલ પાદપીઠવાળા સિંહાસને ચારે દિશામાં સ્થાપન કર્યા. ઈન્દ્રની આજ્ઞાથી આ પ્રમાણે ચાર મુખ્ય દ્વારવાળું સમવસરણ તુષ્ટ થએલા દેવસમૂહે તરત જ તૈયાર કર્યું.
આ પ્રમાણે જેમણે સમગ્ર અતિશયેની સમીપતાથી લેકના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું, જેમના પાદનિક્ષેપ, ઉત્તમ કમળની પરિપાટીથી કમળો ઉપર થાય છે, ઈન્દ્રમહારાજાએ દેવેની ભીડ જેમની આગળ વિનયપૂર્વક શીઘ્રતાથી નિવારણ કરેલ છે, કિન્નર દેવને સમુદાય જેમનાં સ્તુતિ અને મંગલગીતે, એકી સાથે ગાઈ રહેલ છે, દેવે અને મનુષ્ય વડે પૂર્ણ ભક્તિથી જયજયકાર કરાતા, એવા ભગવંત પૂર્વ દ્વારભાગથી પ્રવેશ કરીને સમવસરણ ભૂમિમાં ગયા. ચતુર યક્ષેના હાથથી ચપળ ચારે વીજાવા લાગ્યા. આ સમયે “ો તિરથરણ” એમ બોલીને સમગ્ર પ્રાણિ-સમુદાય સરખી રીતે સમજી શકે તેવી સાધારણ વાણીથી પ્રભુએ ધર્મદેશના શરૂ કરી.
જળપૂર્ણ મેઘના ગરવ સરખી ગંભીર વાણીનું એક વાકય પણ અનેક જંતુને પ્રતિબંધ કરવા સમર્થ હતું, તે સાંભળીને સૂર્યનાં કિરણોની પ્રભાથી જેમ કમલે તેમ શ્રવણથી ઉત્પન્ન થએલ મહાપરિતોષ પામેલા પર્ષદામાં શ્રવણ કરવા માટે આવેલાઓનાં વદન–કમલે વિકસિત થયાં. તે જ ક્ષણે સ્થિર ચિત્રણ કરેલી ભિત્તિ સરખી પર્ષદા વિવિધ વર્ગોથી મનેહર શાંત અને નિશ્ચલ ઈન્દ્રિયને પ્રસારવાળી શેભતી હતી. આ પ્રમાણે ત્રણે લોકના જનના મનને સંતોષ પમાડનારી સુખસ્વરૂપ વાણીથી ભગવંત ધર્મદેશના આપતા હતા. તેમાં શું કહેતા હતા ?-જેમકે –
જગતમાં જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મેક્ષ રૂપ સાત તો છે. તથા પાંચ જ્ઞાન, પાંચ ચરિત્ર, દર્શન અનંતા, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, વિશેષથી કહેવાતો પરમાર્થ, તેમ જ બાહ્ય-અત્યંતર બાર પ્રકારનું તપ, સત્તર આસવ-દ્વાર, વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org